Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

દાનહની નમો મેડિકલ કોલેજ માટે ડીન સહિત પ્રોફેસરો માટેની ઓર ર1 પોસ્‍ટોને ભારત સરકારે આપેલી મંજૂરી

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સતત કૃપાદૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના પ્રમાણિક, ગતિશીલ અને કર્મઠ વહિવટના પરિણામે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવને મળતી સિદ્ધિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ નમો મેડિકલ એજ્‍યુકેશન રીસર્ચ ઈન્‍સિટયુટ (નમો મેડિકલ કોલેજ)ને થોડા સમય પહેલા 331 કાયમી પોસ્‍ટોને મંજૂરી મળ્‍યા બાદ હવે ફરી એકવાર ભારત સરકારે ભેટ આપી છે.
નમો મેડિકલ કોલેજ માટે સૂચિત ગ્રુપ-એ હેઠળ, ભારત સરકારની કેબિનેટે 21 કાયમી સીનિયર પદોને મંજૂરી આપી છે, જે સંઘપ્રદેશ દાનહ માટે એક મોટી સિદ્ધિ છે. જેના કારણે મેડિકલ કોલેજ વધુ સારી રીતે કાર્યરત થશે.
વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની સીધી કૃપાદૃષ્‍ટિથીપ્રદેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે, જેમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને અથાક પ્રયાસોને કારણે પ્રદેશ વિવિધ લક્ષ્યાંકો હાંસલ કરી રહ્યો છે .
પ્રદેશના આરોગ્‍ય નિર્દેશાલય તરફથી ભારત સરકારને મેડિકલ કોલેજ માટે ગ્રુપ-એ હેઠળ આવતી ર1 સિનીયર પોસ્‍ટો માટે દરખાસ્‍ત મોકલવામાં આવી હતી. જે મેડિકલ કોલેજ માટે મુખ્‍ય પોસ્‍ટ છે અને પોસ્‍ટ્‍સના મહત્‍વને ધ્‍યાનમાં રાખીને મંત્રાલયે આગળની કાર્યવાહી માટે આ દરખાસ્‍તને ગૃહ મંત્રાલયમાં અધિકારીઓ સમક્ષ મોકલી હતી. જેને ગંભીરતાથી લઈ તેની સંપૂર્ણ તપાસ કર્યા બાદ, ભારત સરકારની કેબિનેટે આ પોસ્‍ટને મંજૂરી આપી છે. આ 21 કાયમી સિનીયર પોસ્‍ટ્‍સમાં, મેડિકલ કોલેજની યોગ્‍ય કામગીરી માટે મહત્ત્વની જગ્‍યાઓમાં કૉલેજના ડીન અને વિવિધ ફેકલ્‍ટીના પ્રોફેસર જેવી સિનીયર પોસ્‍ટ્‍સનો સમાવેશ થાય છે.
અત્રે યાદ રહે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવ એક નાનો સંઘ પ્રદેશ છે, પરંતુ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની વિકાસલક્ષી દૃષ્‍ટિ હંમેશા પ્રદેશ પર રહી છે. જેના આશીર્વાદરૂપે પ્રદેશની જનતાને નમો મેડિકલ કોલેજની ભેટ મળી છે.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલના પ્રમાણિક અને ગતિશીલકર્મઠ પ્રયાસોના કારણે પ્રદેશ વિકાસની નવી નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે. જેના પરિણામ સ્‍વરૂપ નમો મેડિકલ કોલેજની સ્‍થાપનાને માંડ બે વર્ષની અંદર ડીન અને પ્રોફેસર સહિતની ર1 પોસ્‍ટો અને એસોસિએટ પ્રોફેસર સહિત શૈક્ષણિક અને બિન શૈક્ષણિક મળી કુલ 331 કાયમી પોસ્‍ટને પણ ભારત સરકાર દ્વારા મંજૂરી આપી આ કેન્‍દ્ર શાસિત પ્રદેશ ઉપર ખુબ મોટો ઉપકાર કર્યો છે.

Related posts

વાપીના મહત્‍વાકાંક્ષી પાંચ પ્રોજેક્‍ટની કામગીરી ઠપ્‍પ: નજીકના ભવિષ્‍યમાં સમસ્‍યાઓના અંતની કોઈ વકી નથી

vartmanpravah

ખાનવેલ સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટે મોર્રમ અને અન્‍ય ખનીજોના ખનન પર લગાવ્‍યો પ્રતિબંધ

vartmanpravah

વલસાડ નાની ભાગળ દરિયા કિનારે બોટમાં દમણથી લવાયેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

ચીખલી કોલેજમાં 36મી નેશનલ ગેમ્‍સ અવેરનેસ તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીમાં લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલ દ્વારા ઈ વેસ્‍ટ એકત્રકરવાની ડ્રાઈવનો આરંભ

vartmanpravah

દાદરા નગર હવેલી લેબર વિભાગ દ્વારા બે દિવસીય રોજગાર મેળો યોજાયો

vartmanpravah

Leave a Comment