Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં આરસેટી દ્વારા તાલીમમાં સફળ થનાર સીમા ભુસારાનું કલેક્ટર ભાનુ પ્રભાના હસ્તે કરાયેલું સન્માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : દાદરા નગર હવેલી જિલ્લાની 83મી જિલ્લા સ્‍તરીય સલાહકાર સમિતિની બેઠક દરમ્‍યાન કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ ખાનવેલના રહેવાસી શ્રીમતી સીમા ભુસારાને રૂરલ સેલ્‍ફ એમ્‍પ્‍લોયમેન્‍ટ ટ્રેનિંગ ઇન્‍સ્‍ટિટયૂટસ-આરસેટી (ગ્રામીણ સ્‍વરોજગાર તાલીમ સંસ્‍થાઓ) સેલવાસમાંથી તાલીમ લીધા બાદ સફળતાપૂર્વક પોતાની યાત્રા શરૂ કરવા માટે સન્‍માનિત કરવામાં આવી હતી.
શ્રીમતી સીમા ભુસારાએ નવેમ્‍બર 2022માં આરસેટી ખાનવેલથી બ્‍યુટીપાર્લરની 30 દિવસની તાલીમ લીધી હતી. તેમણે તાલીમ પૂર્ણ બાદ બ્‍યુટી ગાર્ડન નામે ખાનવેલમાં પોતાની નાની દુકાન શરૂ કરી હતી. એમણે બ્રાઇડલ મેકઅપમાં પણ મહારત હાંસલ કરેલ છે અને તેઓ હોમ સર્વિસ પણ આપી રહ્યા હતા. તેઓ લગ્ન પ્રસંગમાં ઉપયોગમાં લેવામાં આવતા આભૂષણો અને ગારમેન્‍ટ ભાડે આપે છે.
ટ્રાઇબલ બેલ્‍ટ અને એકગરીબ પરિવારની મહિલા શ્રીમતી સીમા ભુસારાએ હંમેશા પોતાનો ધંધો કરવાનું સપના સાથે સંકલ્‍પ લીધો હતો. શ્રીમતી સીમા ભુસારા 8મા મહિનાની ગર્ભવતી હોવા છતાં ત્રીસ દિવસની તાલીમ પૂર્ણ કરી હતી અને પોતાની દુકાન ત્‍યારે ખોલી જ્‍યારે એમનો પુત્ર બે મહિનાનો હતો. આ કાર્ય એમની પ્રતિબદ્ધતા અને એમના કામ પ્રત્‍યે દ્રઢ સંકલ્‍પ અને સફળતા પ્રાપ્ત કરવાની ઉત્‍સુકતાનું પ્રમાણ છે.
હાલમાં શ્રીમતી સીમા ભુસારા અંદાજીત રૂા.12થી 15 હજાર રૂા.ની માસિક કમાણી કરી રહ્યા છે અને પોતાના પરિવારનું ભરણપોષણ કરવા સક્ષમ છે અને શ્રીમતી સીમા ભુસારાએ મહિલા સશક્‍તિકરણની એક સાચી મિશાલ પુરી પાડી છે.
શ્રીમતી સીમા ભુસારાના યોજાયેલા સન્‍માન સમારોહ દરમ્‍યાન કલેકટર શ્રીમતી ભાનુ પ્રભાએ શ્રીમતી સીમા ભુસારાની મહેનતની સરાહના કરી હતી અને ભવિષ્‍યમાં જરૂર પડયે હરસંભવ મદદનું આશ્વાશન આપ્‍યું હતું.
સન્‍માન સમારોહ કાર્યક્રમમાં નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ, સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટી ઉપસ્‍થિત રહ્યા હતા અને શ્રીમતી સીમા ભુસારાના પ્રયાસ અને લગનની સરાહના કરી હતી અને એમના પ્રયાસોમાં ઔર વધુ સિદ્ધિ પ્રાપ્ત થાય એવી કામના કરી હતી.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નિરોગી દીર્ઘાયુ માટે દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચાએ ભાવભક્‍તિપૂર્વક કરેલી ભગવાન વિશ્વકર્મા પૂજા

vartmanpravah

આજે દમણના દિલીપનગર ખાતે ‘પ્‍લાસ્‍ટેક એક્‍સ્‍પો’નું સમાપનઃ સેલવાસ વાપી સહિત દિલ્‍હી-ચેન્નઈ સુધીના પ્‍લાસ્‍ટિક ઉદ્યોગોએ બતાવેલો રસ: દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રાએ કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

26-વલસાડ બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના થયા શ્રીગણેશ : ભાજપ દ્વારા 4 ઉમેદવારી પત્ર ભરાયા

vartmanpravah

વાપી ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં સ્‍થળ પર 1169 અરજીનો નિકાલ કરાયો

vartmanpravah

આર.બી.આઈ. દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરીય ‘નાણાંકીય સાક્ષરતા-2023′ વિષય પર અખિલ ભારતીય ક્‍વીઝ સ્‍પર્ધામાં દમણવાડા સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક (અંગ્રેજી માધ્‍યમ) શાળાની બે વિદ્યાર્થીનીઓ ઝળકી

vartmanpravah

અંબિકા અને કાવેરી નદીમાં પુરના કારણે ગણદેવી તાલુકાના 966 નાગરિકોને સ્‍થળાંતરિત કરાયા

vartmanpravah

Leave a Comment