(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ,તા.21: દેશ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં સેવા પખવાડા અંતર્ગત દાભેલ આટિયાવાડ ચાર રસ્તા, જ્યોતિષ શોપિંગ ખાતે આઈ કેર ક્લિનિક અને ઓપ્ટિકલ-દમણ અને નિર્મયા હોસ્પિટલ વાપીના સહયોગથી ફ્રી ડેન્ટલ અને નેત્ર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9:30 થી 01:30 સુધી વિનામૂલ્યે મેડિકલ કેમ્પ અને આંખના મેડિકલ કેમ્પનો લોકોએ લાભ લીધો હતો. આંખના મેડિકલ શિબિરમાં કુલ 300 લોકોએ આંખની તપાસ કરાવી લાભ મેળવ્યો હતો અને 100 લોકોને ચશ્મા પણ આપવામાં આવ્યા હતા અને 250 લોકોએ દાંતની સારવારનો લાભ લીધો હતો.
આ પ્રસંગે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્પી દમણિયા, શ્રી વિમલ પટેલ, શ્રી જયેશ પટેલ, ઘેલવાડ મંડળ પ્રમુખ શ્રી અમરતભાઈ પટેલ, સોમનાથ મંડળ પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ તેમજ તમામ ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.