October 17, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

લોકસભાની પેટા ચૂંટણી જાહેર થતાં જ: દાનહ સહિત પ્રદેશની ગરમ બનેલી રાજનીતિઃ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ

દેશમાં સંપૂર્ણ બહુમતિ સાથેની સરકાર હોવાથી પેટા ચૂંટણીના પરિણામથી નહીં પડનારી કોઈ રાજકીય અસર પરંતુ કેન્‍દ્ર શાસિત પ્રદેશ હોવાના નાતે વહીવટ ઉપર પડનારો પ્રભાવ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 28
દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થતાં જ પ્રદેશમાં રાજનીતિ પણ ગરમબનવા પામી છે. ગત લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે શ્રી મોહનભાઈ ડેલકરે ભવ્‍ય વિજય મેળવ્‍યો હતો. પરંતુ તેમણે કોઈ દુર્ભાગ્‍યની પળે ફાની દુનિયા છોડવા લીધેલા પોતાના નિર્ણયના કારણે આ બેઠક ગત તા.22મી ફેબ્રુઆરીથી ખાલી પડી હતી.
દેશમાં સંપૂર્ણ બહુમતિ સાથેની સરકાર હોવાના કારણે એક બેઠકની ચૂંટણીના પરિણામથી કોઈ રાજકીય અસર પડી શકે એવી સ્‍થિતિ નથી. પરંતુ પરિણામની દાદરા નગર હવેલી કેન્‍દ્ર શાસિત પ્રદેશ હોવાના કારણે કેન્‍દ્ર સરકાર દ્વારા પ્રદેશના વહીવટ ઉપર અસર પડવાની પ્રબળ સંભાવના રહે છે.
રાજકીય પક્ષો પોતાના ઉમેદવારની પસંદગી માટે સક્રિય બન્‍યા છે, જ્‍યારે ઉમેદવારી માટેના મહત્ત્વાકાંક્ષીઓ પોતાના પ્‍યાદાને ગોઠવવા વ્‍યસ્‍ત બની ચુક્‍યા છે. આવતા સપ્તાહે ચિત્ર વધુ સ્‍પષ્‍ટ બનીને બહાર આવશે.

Related posts

વાંસદા તાલુકાના વાંગણ ગામે ‘ઉમિયા વાંચન કુટીર’નું લોકાર્પણ કરાયું

vartmanpravah

સુરત-નાશિક-અહમદનગર ભારતમાલા પ્રોજેક્‍ટના વિરોધમાં અસરગ્રસ્‍ત આદિવાસી સમાજના ખેડૂતોએ મામલતદારને વાંધા અરજી આપી

vartmanpravah

…નહીં તો પ્રશાસનેપુરુષની જગ્‍યાએ જનરલ વાંચવા કોરીજેન્‍ડમ બહાર પાડવું પડશે

vartmanpravah

નલ સે જલ યોજનામાં વલસાડ જિલ્લાએ 100 ટકા લક્ષ્યાંક હાંસલ કર્યો, તકતીનું ઈ-અનાવરણ કરાયું

vartmanpravah

પારડીથી સોનલબેન ગુમ થયા

vartmanpravah

મહેસાણા વડસ્‍મા સત્‍સંગ સાકેતધામ ઈન્‍સ્‍ટિટયૂટની ઘટના : વલસાડ કચીગામની યુવતીની ફાર્મસી કોલેજમાં સહાધ્‍યાયીએ કરેલી હત્‍યાઃ આરોપીની ધરપકડ

vartmanpravah

Leave a Comment