Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તા.૭ મી ના રોજ યોજનારી તલાટી કમ મંત્રીની પરીક્ષા અન્વયે નવસારી જિલ્લામાંથી એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન

પરીક્ષાર્થીઓની મદદ માટે સ્ટાફ પણ વિભાગીય કચેરી/ડેપો ખાતે ૨૪×૭ ફરજ બજાવશે

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.0૪: આગામી તા.૦૭/૦૫/૨૦૨૩ ના રોજ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની પરીક્ષા યોજાનાર છે. જેને અનુલક્ષીને વલસાડ એસ.ટી.વિભાગ દ્વારા નવસારી જિલ્લામાંથી સુરત, ભરૂચ, વલસાડ, તાપી જિલ્લામાં પરીક્ષા આપવા જનાર પરીક્ષાર્થીઓ માટે નવસારી ડેપો, બીલીમોરા ડેપો ખાતેથી પરીક્ષાર્થીઓ માટે એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૭ મે ના રોજ જિલ્લાવાર ૧૦૫ વાહનો સ્ટેન્ડબાય રાખવામાં આવ્યાં છે. આ બસોનો લાભ પરીક્ષાર્થીઓએ ડેપો/કંટ્રોલ પોઇન્ટ ખાતેથી લઇ શકશે.
વધુમાં પરીક્ષાર્થીઓની મદદ માટે સ્ટાફને પણ વિભાગીય કચેરી/ડેપો ખાતે ૨૪×૭ ફરજ ઉપર હાજર રાખવામાં આવનાર છે. વિદ્યાર્થીઓ દ્વારા ગૃપમાં આખી બસનું બુકીંગ માંગવામાં આવશે તો પણ નિયત સ્થળેથી પરીક્ષા કેન્દ્ર સુધી બસની વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવશે તેમ વિભાગીય નિયામક, વલસાડની યાદીમાં જણાવાયું છે.

Related posts

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને સંઘપ્રદેશ ભાજપે વિકાસલક્ષી ગણાવ્‍યું

vartmanpravah

જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

vartmanpravah

વાપી રેલવે ફાટકે યાંત્રિક ખામી સર્જાતા માત્ર એક સાઈડનું ફાટક ખુલતા અંધાધૂંધી સર્જાઈ

vartmanpravah

વાપીમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બેંક ઓફ ઈન્ડિયાનો 117મો સ્થાપના દિવસ ઉજવાયો

vartmanpravah

થર્ટીફસ્‍ટ ને લઈ પારડી પોલીસ એક્‍શન મોડમાં: કલસર – પાતળિયા ચેક પોસ્‍ટ પર હાથ ધર્યું સઘન ચેકિંગ

vartmanpravah

સેલવાસના પ્રમુખગાર્ડન સોસાયટી ખાતે નવરાત્રી પર્વ નિમિતે ઘટ સ્‍થાપન કરાયું

vartmanpravah

Leave a Comment