October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણઃ વરકુંડ મોટા ફળિયા ખાતે રસ્‍તામાં પડેલ ઝાડને ખસેડવાનીબાબતમાં થયેલ બબાલમાં મરઘી કાપવાના છરાથી વધેરી નાંખવાનો પ્રયાસ

દમણ પોલીસે આરોપી રાજેશ અમરસિંઘ પટેલ, ભારતી રાજેશ પટેલ, જયસિંગ રવજી પટેલ, મુકેશ જયસિંગ માહ્યાવંશી અને સચિન જયસિંગ પટેલ સામે આઈપીસીની 307, 324, 504 અને 34 કલમ અંતર્ગત નોંધેલો ગુનો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : નાની દમણના વરકુંડ મોટા ફળિયા ખાતે મરઘી કાપવાના છરાથી ફરિયાદીને વધેરી નાંખવાની થયેલ કોશિષના ગુનામાં પાંચ આરોપીઓ સામે આઈપીસીની 307, 324, 504 અને 34 કલમ અંતર્ગત ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ફરિયાદી તુષાર ભગવાનભાઈ પટેલ (ઉં.વ.33) રહે. મોટા ફળિયા વરકુંડ નાની દમણના જણાવ્‍યા પ્રમાણે આજે બપોરે ઈલેક્‍ટ્રીક વિભાગ દ્વારા કાપવામાં આવેલ વૃક્ષ તેમના આવવા-જવાના રસ્‍તા ઉપર પડયું હતું. તેને હટાવવા માટે ફરિયાદીની માતા જતાં આરોપીઓએ ઝઘડો કર્યો હતો. દરમિયાન ફરિયાદી રાત્રિના 08:00 વાગ્‍યાની આસપાસ નોકરી ઉપરથી ઘરે આવ્‍યો તે સમયે તેની માતા અને અન્‍ય સંબંધીઓ સાથે અભદ્ર શબ્‍દોમાં ઝઘડો કરી રહ્યા હતા. તે વખતે આરોપી રાજેશ અમરસિંઘ મરઘી કાપવાનો ધારદાર છરો લઈ હત્‍યા કરવાના ઈરાદાથી તૂટી પડયો હતો. જેમાં ફરિયાદીને ગંભીર ઈજાઓ પણ થવા પામીછે. આ હૂમલા અને ઝઘડામાં સામેલ ભારતી રાજેશ પટેલ, જયસિંગ રવજી પટેલ, મુકેશ જયસિંગ માહ્યાવંશી અને સચિન જયસિંગ પટેલ સામે આઈપીસીની 307, 324, 504 અને 34 કલમ અંતર્ગત ગુનો નોંધી દમણ પોલીસે વધુ તપાસ આરંભી છે.

Related posts

જિલ્લા રોજગાર કચેરી દ્વારા પારડીખાતે તા.30 સપ્‍ટેમબરના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે

vartmanpravah

ચીખલીને ગણદેવી પીપલ્‍સ બેંકના બીલીમોરા વિભાગમાં વર્તમાન ચેરમેનના નેતૃત્‍વવાળી ભાજપ સમર્થિત પેનલમાં પ્રતિનિધિત્‍વ ન અપાતા ચૂંટણીની નોબત

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે આકર્ષક રોડ શો સાથે ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

વાપી જીઆઈડીસી નોટિફાઈડના વહિવટી ક્‍લાર્કને નિવૃત્તિ વિદાય સન્‍માન કરાયું

vartmanpravah

અરૂણાચલ પ્રદેશથી આઈ.એ.એસ. અધિકારી સ્‍વપ્‍નિલ નાયકનું થનારૂં સંઘપ્રદેશમાં આગમન

vartmanpravah

પારડી એન.કે. દેસાઈ કોલેજ દ્વારા મિસ્‍કોસ ઈન્‍ડસ્‍ટ્રીઝ વિઝીટ યોજાઈ

vartmanpravah

Leave a Comment