December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ચાર રસ્‍તા આગળથી શંકાસ્‍પદ ગોળનો જથ્‍થો ઝડપાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.04: પારડી પોલીસની ટીમે વાહન ચેકિંગ દરમિયાન ચાર રસ્‍તા આગળ મહારાષ્‍ટ્ર પાસિંગની ટ્રકને રોકી તપાસ કરતાં 1050 જેટલી ગોળની ભેલી મળી આવતા આ અંગે બિલ સહિતના પુરાવા માંગતા ચાલકે રજૂ ના કરી ગલ્લા-તલ્લા કરતા શંકાસ્‍પદ ગોળનો જથ્‍થો ભરેલી ટ્રક કબજે લઈ પારડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પારડી પોલીસની ટીમ ગત રોજ પારડી ચાર રસ્‍તા ઓવરબ્રિજ પાસે વાહન ચેકિંગની કામગીરીમાં ઉતરી હતી. જે દરમિયાન ચીવલ રોડ તરફથી આવતી ટ્રક નંબર એમએચ-42-બીએફ-1544 ને અટકાવીહતી અને ટ્રક ચેક કરતાં ટ્રકમાં ગોળની ભેલી નંગ 1050 જેની કિંમત રૂા.3,67,500નો જથ્‍થો મળ્‍યો હતો. જેથી પોલીસે આ ગોળ અંગેના બિલ સહિતના પુરાવાઓ માંગ્‍યા હતા પરંતુ ચાલક કિરણ રવીન્‍દ્ર દિવેકર ઉ.વ. 25 મહારાષ્‍ટ્ર પૂનાએ બિલ કે બિલ્‍ટી નહીં હોવાનું જણાવતા આ ગોળનો જથ્‍થો ચોરી કે છળકપટથી મેળવ્‍યો હોવાની શંકા જતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 3,67,500નો ગોળ અને રૂા.5,00,000 ની ટ્રક મળી કુલે રૂા.8,72,500 નો જથ્‍થો સીઆરપીસી કલમ 102 મુજબ કબજે લઈ તેમજ 41 (1) ડી મુજબ કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસે ચાલકની કરેલી પૂછપરછમાં આ જથ્‍થો મહારાષ્‍ટ્ર પુનેથી મોર્યો એગ્રો ફૂડ કંપનીથી ભરી સુરત સચિન ખાતે ચિરાગ નામના વ્‍યક્‍તિને આપવા જવાનો હોવાનું જણાવ્‍યું હતું. આ સાથે પારડી પોલીસે આ શંકાસ્‍પદ ગોળનો જથ્‍થો ખાદ્ય છે કે પછી અખાદ્ય છે જે જાણવા એફએસએલને નમૂના મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.

Related posts

બીએપીએસ સ્‍વામિનારાયણ સંસ્‍થાના વડા પ.પૂ. મહંત સ્‍વામીનું તાન્‍ઝાનિયાના પાટનગર દાર એ સલામ ખાતે ત્‍યાંની સરકાર અને એરપોર્ટ ઓથોરિટીએ કરેલું ઉષ્‍માભર્યું સ્‍વાગત

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસને સનદી અધિકારીઓના વિભાગોમાં કરેલા ફેરફાર દીવ જિલ્લાના કલેક્‍ટર તરીકે રાહુલ દેવ બુરાઃ દીવના એસ.પી. તરીકે રાહુલ બાલહરાની નિયુક્‍તિ

vartmanpravah

ધરમપુરના તામછડી ગામે તણખો ઉડતા વૃધ્‍ધ આદિવાસી દંપતિનું ઘર બળીને ખાખ થયું

vartmanpravah

ધરમપુરમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે રૂા. 200 કરોડના ખર્ચે સાકાર થયેલી શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલનું વર્ચ્‍યુઅલી ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

વલસાડ કલેક્‍ટર કચેરી ખાતે આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અંતર્ગત વાપી કેબીએસ કોલેજના એનએસએસ દ્વારા શ્રમદાન કરાયું

vartmanpravah

Leave a Comment