Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધારાસભ્‍ય અનંત પટેલ દ્વારા ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં અપાયેલા નિર્ધુમ ચુલા ચોમાસામાં ગૃહિણીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયા

ધારાસભ્‍ય અનંત પટેલ દ્વારા ખાનગી કંપનીના સહયોગથી 43000 નિર્ધુમ ચૂલાનું વિનામૂલ્‍યે વિતરણ કરાયું: કોઈપણ જાતના ભેદભાવ વિના વિતરણ કરાયેલનિર્ધુમ ચૂલાથી પ્રકળતિના જતન સાથે મહિલાઓના આરોગ્‍ય માટે લાભદાયી

– દિપક સોલંકી દ્વારા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.04: નવસારી જિલ્લાના વાંસદા અને ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં ચૂલાના વિતરણ થી ગૃહિણીઓનું સ્‍વાસ્‍થ્‍ય સારું રહે અને પર્યાવરણની જાળવણી થાય એ શુભ આશય સાથે ધારાસભ્‍ય અનંત પટેલ દ્વારા ખાનગી કંપનીના સહયોગથી ઓછા લાકડાથી અને ઝડપથી સળગતા ધુમાડા વિહીન 43000 જેટલા નિર્ધુમ ચૂલાનું વિતરણ કરતા મહિલાઓમાં ખુશી છે તો બીજીબાજુ પર્યાવરણ બચાવવાની એક અનોખી પહેલ છે.
આદિવાસી ઘરોમાં અને ખાસ કરીને ગરીબોના ઘરે આજે પણ રસોઈ ચૂલા પર રસોઈ બને છે. પરંતુ ચૂલો સળગાવવા લાકડા અને લાકડા સળગાવવા પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ થાય છે. જેથી મહિલાઓ ધુમાડાથી હેરાન પરેશાન થઈ જાય છે. જેને કારણે ગૃહિણીઓના આરોગ્‍ય સામે પ્રશ્નાર્થ ઉભો થાય છે. ત્‍યારે વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલ દ્વારા આ બાબતે ચિંતા વ્‍યક્‍ત કરતાંની સાથે, આ મહિલાઓ ચૂલામાં પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ કરે છે, તો તેમના આરોગ્‍ય પર શું અસર થશે? આ સાથે સાથે વૃક્ષો પણ કપાશે તો આદિવાસી મહિલાઓ માટે ખાનગી કંપનીના સહયોગથી ઓછા લાકડાનો ઉપયોગ થાય, ધુમાડા નહી થાય અને ઝડપથી સળગતા થર્મલઆધારિત ચૂલા આપી આદિવાસી મહિલાઓને ધુમાડા કાઢતા દેશી ઘરેલુ ચૂલાથી મુક્‍તિ આપવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છે.
એકબાજુ આદિવાસી વિસ્‍તાર હોય માંડ માંડ રોજગારી મેળવતા પરિવારો માટે સિલીન્‍ડર ભરાવવો મુશ્‍કેલી ભર્યું કામ છે. કેટલાક પરિવારોને ત્‍યાં કેરોસીન મળતું પણ બંધ થયું છે ત્‍યારે આ આદિવાસી વિસ્‍તારની મહિલાઓએ જંગલમાંથી લાકડાં લાવવા મુશ્‍કેલ હોય છે. ઝાડ કાપવા, એના લાકડા કરવા અને વજનવાળા લાકડા ઉંચકીને ઘર સુધી લાવવા પડે છે. જેમાં પણ ચૂલો સળગાવવા પ્‍લાસ્‍ટિક શોધવા પણ જવુ પડે છે. ત્‍યારે નિર્ધુમ ચૂલામાં થર્મલ હોવાને કારણે મહિલાઓએ ફક્‍ત નાની નાની લાકડી, કરસાટીથી જ કામ ચાલી જાય છે. નાની લાકડી અને કાગળથી ચૂલો સળગી જાય છે અને થરમલને કારણે તરત જ હીટ પકડી લે છે અને ધુમાડા વગર ઓછા સમયમાં રસોઈ તૈયાર થાય છે. જેના કારણે મહિલાઓમાં ખુશી જોવા મળી રહી છે.
આ નિર્ધુમ ચૂલાના ફાયદાઓ જોઈએ તો પ્રકળતિનું જતન થાય છે, તો પહેલા પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ થતો, લાકડા સળગાવવા એના ધુમાડાથી કેન્‍સર જેવી બીમારીની ભીતિ હતી તેમાંથી છુટકારો મળ્‍યો છે. તો આ ચૂલાનો ઉપયોગ કરનાર મહિલાઓ જણાવી રહી છે કે આ ચૂલો ઝડપથી સળગતો હોય અમારો સમય બચતો હોય અમે અન્‍યકામો કરી શકીએ છીએ.
કોઈ પણ જાતના ભેદભાવ વગર, રાજકીય પક્ષ-પક્ષી છોડીને 43000 જેટલા નિર્ધુમ ચૂલાઓનું વિનામૂલ્‍યે વિતરણ થઈ ચૂકયું છે. ત્‍યારે આ ચૂલાનો ઉપયોગ કરનાર મહિલાઓના ચહેરા પર રાહતની અનેરી ખુશી છલકાયેલી જોવા મળી રહી છે.

રસોઈ બનાવતી મહિલાઓની વેદના છલકાઈ
નિર્ધુમ ચૂલામાં નાનું એક લાકડુંથી ચારથી પાંચ જણાની રસોઈ તૈયાર થઈ જાય છે અને એનાથી લાકડાની પણ બચત થાય છે : ગૃહિણી મહિલા રેશ્‍મા પટેલ રાનવેરી ખુર્દ.

Related posts

વરસાદ ખેંચાતા ગરમી સાથે ઉકળાટ વચ્ચે રોગચાળો વકરતા ચીખલી તાલુકાની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો

vartmanpravah

વલસાડમાં સગીરાએ ઘરમાં ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા ચકચાર મચી

vartmanpravah

સોળસુંબા બજાર પ્રકરણમાં વર્તમાન સરપંચ અને માજી સરપંચનો હાલનો સભ્‍યનો હોદ્દો છીનવાયો

vartmanpravah

દાનહ જિ.પં.ના પ્રમુખ-ઉપપ્રમુખની વરણીમાં ભાજપના ચોક્કસ પદાધિકારીઓ દ્વારા થનારા મોટા ‘ખેલા’ સામે 11 જિ.પં. સભ્‍યોએ ખેંચેલી સીધી લાઈન

vartmanpravah

પરીયાની 21 વર્ષીય યુવતી ગુમ

vartmanpravah

જિલ્લા વિકાસ અધિકારી વલસાડ દ્વારા મમતા દિવસની મુલાકાત

vartmanpravah

Leave a Comment