October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાદરાના વાઘધરા નજીક દમણગંગા નદીમાં ફસાયેલ બે ગાયોને દાનહ ડિઝાસ્‍ટર-ફાયરની ટીમને સુરક્ષિત બહાર કાઢવા મળેલી સફળતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : દાનહના દાદરા ગામ ખાતે વાઘધરા નજીક દમણગંગા નદીના પ્રચંડ પ્રવાહમાં બે ગાયો ફસાઈ હોવાની સૂચના દાનહ કલેક્‍ટોરેટના કંટ્રોલ રૂમને મળી હતી. સૂચના મળતાં જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ ડિઝાસ્‍ટરની ટીમ અને ફાયર વિભાગની ટીમને ઘટના સ્‍થળે રવાના કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણગંગા નદીનો પાણીનો પ્રવાહ ખુબ જ તેજ હોવાથી ગાયોનું રેસ્‍ક્‍યુ કરવું મુશ્‍કેલ હતું. તેથી મધુબન ડેમ ઓથોરિટીને દમણગંગા નદીમાં છોડાતા પાણીનો પ્રવાહ ઓછો કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. જે અંતર્ગત સાંજે સાડા ચાર વાગ્‍યે પાણીનો પ્રવાહ ઓછો થતાં ફાયર વિભાગની ટીમ ઈન્‍ફલેટેબલ બોટ દ્વારા નદીમાં ઉતરી હતી અને સફળતાપૂર્વક બંને ગાયોને રેસ્‍ક્‍યુ કરી હતી. ત્‍યારબાદ ગાયોની સારવાર માટે પશુ એમ્‍બ્‍યુલન્‍સમાં સુરક્ષિત ગૌશાળામાંં લઈ જવામાં આવી હતી.

Related posts

કપરાડાના શિંગડુંગરી ગામ માટે જીંદગી જીવવાનો અભિશાપ છે, જીંદગી જીવવી હોય તો હલેસા મારવા પડશે

vartmanpravah

જિલ્લા કક્ષાના યુવા મતદાર મહોત્‍સવમાં રાનકુવા હાઈસ્‍કૂલ છવાઈ

vartmanpravah

દાનહના નરોલીમાં ટેન્‍કર અને કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

માંડા પંચાયત કચેરીએ સરપંચ સંગીતાબેન ઠાકરીયાના હસ્‍તે કરવામાં આવેલું ધ્‍વજ વંદન

vartmanpravah

જિલ્લા કક્ષાએ યોજાયેલ સ્‍પોર્ટ્‍સ ફેસ્‍ટમાં વાપી હરિયા સ્‍કૂલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

vartmanpravah

કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજ વાપી ખાતે ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ ડેની ઉજવણી

vartmanpravah

Leave a Comment