(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.18: ગોઈમા જિ.પંચાયત સભ્ય શૈલેશકુમાર આર. પટેલ અને ગોઈમા તાલુકા પંચાયત સભ્ય ભારતીબેન જયેશભાઈ પટેલના પ્રયત્નોથી ગોઈમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે તાલુકા પંચાયતની પંદરમાં નાણાપંચની રૂા.16,00,000 અંકે રૂપિયા સોળ લાખની ગ્રાન્ટ એમ્બ્યુલન્સ માટે ફાળવવામાં આવી હતી. જેનુલોકાર્પણ જિ.પંચાયત સભ્ય શૈલેશકુમાર આર. પટેલ, તાલુકા પંચાયત સભ્ય ભારતીબેન પટેલ, સરપંચ શ્રીમતિ જ્યોતિબેન એમ. પટેલ, એટીવીટી સભ્ય બ્રીજેશકુમાર એન. પટેલ, ડેપ્યુટી સરપંચ મિતેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ગોઈમા તથા આજુબાજુના ગામના લોકોને ખુબ ઉપયોગી સાબિત થશે. પી.એચ.સી.ના મેડિકલ ઓફિસર ડો.રીપલબેન પટેલે આરોગ્યને લગતી સારવાર અને આયુષ્યમાન કાર્ડ નો તથા આરોગ્ય મેળાનો બહોળો ઉપયોગ કરવા હાંકલ કરી હતી અને જિ.પંચાયત, તાલુકા પંચાયત સભ્ય સરપંચનો આભાર વ્યક્ત કર્યો હતો.
જિ.પંચાયત-તા.પંચાયત સભ્ય, સરપંચ તથા બ્રીજેશ પટેલે પી.એચ.સી.માં ખુટતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ખાતરી આપી હતી.
કાર્યક્રમમાં ગામ પંચાયત સભ્યો, વિજયભાઈ પટેલ તથા ભાજપના અગ્રણીઓ, દિપકભાઈ, કીરીટભાઈ, વનેશભાઈ, નિમેશ પટેલ, મુકેશભાઈ, જયેશભાઈ પટેલ અને મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.