October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અતિવૃષ્‍ટિમાં વલસાડ નજીકનું માલવણ ગામ ટાપુમાં ફેરવાયું: લોકોના ઘરો અને ગામમાં ઘુંટણ સમા પાણી ફરી વળ્‍યા

મંગળવારે રાતે વરસેલા અતિશય વરસાદે ચોમેર આફત વેરી : ઘરમાં સરસામાન-રાચરચિલું તરતું થયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વલસાડ જિલ્લામાં છેલ્લા દશ-બાર દિવસથી વરસી રહેલો વરસાદ જનજીવન પ્રભાવિત કરી ચૂક્‍યો છે. જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. કેટલાય પુલ-કોઝવે ડૂબી ચૂક્‍યા છે. અનેક રસ્‍તા અવર જવર થઈ શકે તેમ ન હોવાથી બંધ થઈ ચૂક્‍યા છે. વરસાદી પ્રકોપ ચારે તરફ તારાજી વેરી રહ્યો છે. તેવો વધુ એક પ્રકોપ વરસાદે વલસાડ નજીક આવેલ માલવણ ગામ ઉપર કર્યો છે. મંગળવારે પડેલા મુશળધાર વરસાદને લઈ ગામ આખું ટાપુમાં ફેરવાઈ ચૂક્‍યું છે. તેમજ આજુબાજુના બે કિલોમીટરના વિસ્‍તારમાં પાણી ભરાયા.
ચોમાસાનો હજુ તો પ્રારંભ જ છે. પ્રથમ રાઉન્‍ડનો વરસાદ શરૂ થયો છે ત્‍યારથી અટક્‍યો જ નથી. પરિણામેજિલ્લાના તમામ તાલુકાઓ વરસાદને લીધે અસરગ્રસ્‍ત બની રહ્યા છે. અનેક ગામોને જોડતા અવર જવર માટેના કોઝવે ઓવરફલો થતા મોટુ જળ સંકટ ગામેગામ વરસાદે સર્જ્‍યું છે. વલસાડ નજીકનું માલવણ ગામ આખું બેટમાં ફેરવાઈ ચૂક્‍યું છે. અતિશય વરસાદથી ગામમાં ઘુંટણ સમા પાણી ભરાતા લોકો ઘરોમાં પુરાઈ રહ્યા છે. તેમજ કેટલાક નિચાણમાં આવેલા ઘરોમાં તો પાણી ભરાઈ જતા ઘરનો સરસામાન, રાચરચિલું પાણીમાં તરતું થયેલું ઠેર ઠેર જોવા મળી રહ્યું છે. હજું મેઘરાજાની સવારી યથાવત ચાલું જ છે. આગામી સમયે વધું આકાશી આફત ત્રાટકે એવી શક્‍યતાઓ ઈનકારી શકાય એમ નથી.

Related posts

દાનહ વન્‍યજીવ અભ્‍યારણ જંગલ અતિક્રમણ બાબતે કોર્ટ દ્વારા ચુકાદો: જંગલની જમીન પર ગેરકાયદેસર નિર્માણ કરનાર ધાકલ તુમણાને રૂ.૨૦૦૦ અથવા બે મહિનાની સખ્ત કેદ

vartmanpravah

નવસારી જિલ્લા સેવા સદન ખાતે ઇલેક્‍ટ્રોનિક મીડિયા મોનીટરીંગ રૂમ રાઇન્‍ડ ધ ક્‍લોક કાર્યરત

vartmanpravah

કે.બી.એસ. કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સીસ કોલેજ, વાપી ખાતે GST દિવસની ઉજવણી

vartmanpravah

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વાલીઓને જાગૃત કરાયા

vartmanpravah

સેલવાસ પોલીસ દ્વારા મોબાઈલ ચોરીના આરોપીને ચોવીસ કલાકમાં જ ઝડપી પાડયા

vartmanpravah

કોંગ્રેસ નેતા અધીર રંજને રાષ્‍ટ્રપતિ માટે અશોભનીય શબ્‍દ પ્રયોગ કરતા ધરમપુર ભાજપ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

vartmanpravah

Leave a Comment