December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજના વિદ્યાર્થીઓ ઈન્‍ટર યુનિવર્સિટી ફૂટબોલ ટુર્નામેન્‍ટમાં પસંદગી પામ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં વિધાર્થીઑને રમતોનુ જ્ઞાન, તાલીમ તેમજ માર્ગદર્શન પૂરુ પાડવામાં આવે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત તમામ ખેલાડી મિત્રોની ફૂટબોલ (ભાઈઓ) માટે ફૂટબોલ રમતમાં સિલેકશન યોજવામાં આવ્યુ હતું. જેમાં સમગ્ર યુનિવર્સિટીમાંથી વિવિઘ કોલેજોમાંથી આવેલ ખેલાડી મિત્રોએ પોતાનું કૌશલ્ય દર્શાવતા સદર કોલેજના વિધાર્થીઓએ ૧.કાલ્કો સ્ટીફન (S.Y.B.Com.), ૨ સુદીપ ખેશ (T.Y.B.Com.), ૩.અભિષેક સિંગ (T.Y.B.Com.), ૪. રૂત્વિક બોસરા (F.Y.B.Com.), ૫.સુરજ નેગી (S.Y.B.Com.) પોતાનો ઉતકૃષ્ઠ દેખાવ કરીને ઈન્ટર યુનિવર્સિટી ફૂટબોલ (ભાઈઓ) ટુર્નામેન્ટમાં પસંદગી પામેલ છે અને રાની દુર્ગાવતી વિધ્યાલય, જબલપુર, મધ્યપ્રદેશ ખાતે ભાગ લેનાર છે. આ ખેલાડી મિત્રોને તાલીમ અને માર્ગદર્શન શારીરિક શિક્ષણના મદદનીશ પ્રાધ્યાપક ર્ડો. મયુર પટેલે પૂરુ પાડયુ હતું. આમ સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ર્ડો. પૂનમ બી.ચૌહાણે, પ્રાધ્યાપક તેમજ ખેલાડીમિત્રોનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ કોલેજનું નામ રોશન કરવા માટે આહવાન આપ્યું હતું.

Related posts

દાદરા નગર હવેલીમાં વિવિધ મંદિરોમાં ઉત્‍સાહભેર જલારામ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ કલેક્‍ટરની અધ્‍યક્ષતામાં ‘નશામુક્‍ત ભારત’ અભિયાન અંગે જિલ્લા સ્‍તરીય યોજાયેલી બેઠક

vartmanpravah

વલસાડ હોટલ એસોસિએશન દ્વારા સીટી પોલીસમાં મહત્‍વની મીટીંગ યોજાઈઃ રાત્રે 11 વાગ્‍યા સુધી હોટેલ ચાલુ રાખવા માંગ

vartmanpravah

વીજળી વિભાગ/નિગમના ખાનગીકરણને રોકવાનાઅભિયાનમાં દમણની મરવડ અને દુણેઠા પંચાયતે આપેલું સમર્થન

vartmanpravah

સેલવાસ અને દમણમાં બિપરજોય વાવાઝોડાંની અસરઃ સાંજના સમયે વરસેલો વરસાદ

vartmanpravah

સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

Leave a Comment