January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર અકસ્‍માતના બે બનાવ : નંદી મહારાજ કાર સાથે ભટકાયા : પાર્ક કરેલ ટ્રક સાથે એક્‍ટીવા ચાલક ભટકાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વલસાડ અતુલ હાઈવે અને સુગર ફેક્‍ટરી પાસે આજે અકસ્‍માતના બે જુદા જુદા બનાવ બન્‍યા હતા. સુરતથી દમણ જઈ રહેલ બે મહિલાઓની કાર વચ્‍ચે ડિવાઈડર કુદી નંદી મહારાજ આવી જતા અકસ્‍માત સર્જાયો હતો. બીજો અકસ્‍માત સુગર ફેક્‍ટરી પાસે એક્‍ટિવા ઉપર યુવક ચણવઈ જતો હતો ત્‍યારે ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ જતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. જો કે બન્ને અકસ્‍માતમાં કોઈ જાનહાની થવા પામી નથી.
પ્રથમ અકસ્‍માત પારનેરા હાઈવે ઉપર સુરતથી દમણ જવા નિકળેલી બે મહિલાઓની આઈટેન કાર નં.ડીડી 01 એ 4804 ની સામે ડિવાઈડર કુદી નંદી મહારાજ કાર સાથે ભટકાતાઅકસ્‍માત સર્જાયો હતો. જો કે એરબેગ ખુલી જતા બન્ને મહિલાઓનો ચમત્‍કારિક બચાવ થયો હતો. જીવદયા પ્રેમીઓએ કરૂણા એનિમલ એમ્‍બ્‍યુલન્‍સને જાણ કરતા નંદી મહારાજની સારવાર કરાઈ હતી. બીજો અકસ્‍માત સુગર ફેક્‍ટરી પાસે રોડ ઉપર ઉભેલી ટ્રક નં.જીજે 21 વી 5927 ને એક્‍ટિવા ચાલક અંકિત પટેલએ ટ્રક ન જોતા સીધો ટ્રક સાથે ભટકાતા ગંભીર રીતે અંકિત ઘાયલ થયો હતો તે ચણવઈ પોતાના ઘરે જતો હતો ત્‍યારે અકસ્‍માત નડેલો. 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા કસ્‍તુરબા હોસ્‍પિટલમાં અંકિતને સારવાર માટે ખસેડયો હતો.

Related posts

દમણના નસરવાનજી પેટ્રોપ પંપ પર આયુષ્‍માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના શિબિર યોજાઈ

vartmanpravah

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને તા. 22 સુધી સભા-સરઘર પર પ્રતિબંધ

vartmanpravah

મગરવાડા ખાતે મોટી દમણની ચારેય ગ્રામપંચાયતો માટે યોજાયેલો ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ

vartmanpravah

પારડી ન.પા. સી.ઓ.ની બદલીઃ વિરોધીઓએ મનાવેલી ખુશી

vartmanpravah

લ્‍યો કરો વાત…! સેલવાસ ન.પા.ના ઉપ પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ અજય દેસાઈએ સમાચારમાં પોતાના નામનો ઉલ્લેખ નહીં કરવા બદલ એક પત્રકારને આપેલી ધમકી

vartmanpravah

વાપી ચલા બુનમેક્‍સ સ્‍કૂલમાં બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું : 53 શાળાના બાળકોએ ભાગ લીધો

vartmanpravah

Leave a Comment