March 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

ચીખલી તાલુકામાં ગ્રામ પંચાયતોનું સરેરાશ 62.18 ટકા મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.19
ચીખલી તાલુકાની 61 ગ્રામ પંચાયતની 220 મતદાન મથકો ઉપર રવિવારના રોજ યોજાયેલ ચૂંટણીમાં મતદારોએ અભૂતપૂર્વ રસ દાખવતા સવારે 7:00 વાગ્‍યેથી બપોરે 3:00 વાગ્‍યા સુધીના 8 કલાકમાં ચીખલી તાલુકામાં સરેરાશ 62.18 ટકા મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થવા પામ્‍યું છે. જેમાં સૌથી વધુ ઘોલાર ગામમાં 81.25 ટકા અને સૌથી ઓછું આદર્શગામ ચીખલીમાં 49.86 ટકા થવા પામ્‍યું હતું.
ચીખલી તાલુકાની 63 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થવા પામી હતી. તે પૈકી હોન્‍ડ ગામ સમરસ થવા પામ્‍યું હતું અને મલવાડા ગામના સરપંચ તરીકે ટિંકલકુમારી પટેલ બિનહરીફ જાહેર થતા તાલુકાના 61 ગ્રામ પંચાયતની રવિવારના રોજ 220 મતદાન મથકો ઉપર સવારે 7:00 વાગ્‍યાથી મતદાનનો પ્રારંભ થવા પામ્‍યો હતો.
ચીખલી તાલુકાના 61 ગ્રામ પંચાયતની ચૂંટણીને પગલે ભરશિયાળે વાતાવરણ ગરમાય જવા પામ્‍યું હતું. ચૂંટણીની આગલી રાત એટલે કે કતલની રાતે મતદારોને રીઝવવા માટે ઉમેદવારો અને તેના સમર્થકો દ્વારા ખાણી-પીણીની પાર્ટી સહિત અનેક પ્રલોભન આપીપોતાની તરફેણમાં કરવા એડીચોટીનું જોર લગાવ્‍યું હતું.
રવિવારના રોજ સવારે 7:00 વાગ્‍યે મતદારોનો પ્રારંભ થવા પામ્‍યો હતો. શરૂઆતના 2 કલાકમાં 10 ટકા જેટલું મતદાન થવા પામ્‍યું હતું. ગ્રામ પંચાયતને રાજ્‍ય સરકાર દ્વારા 14 અને 15મા નાણાંપંચની ગ્રાન્‍ટ વધુ ફાળવવામાં આવી હોય સરપંચ બનવા માટે ઉમેદવારોમાં રીતસરની હોડ જામી હતી. જેના પગલે ઉમેદવારો અને તેના સમર્થકો તેની તરફેણમાં વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસ કરતા જોવા મળ્‍યા હતા.
સવારે 7:00 વાગ્‍યેથી બપોરે 3:00 વાગ્‍યા સુધીમાં ચીખલી તાલુકાના 220 મતદાન મથકો ઉપર 9188 પુરૂષ મતદારોમાંથી 56663 પુરૂષ મતદારોએ મતદાન કરતાં 61.30 ટકા અને 91827સ્ત્રી પૈકી 57629 મતદારોએ મતદાન કરતા 62.76 ટકાસ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું. આમ 183815 કુલ મતદારોમાંથી 114292 મતદારોએ 3 વાગ્‍યા સુધીમાં મતદાન કરતા ચીખલી તાલુકાનું સરેરાશ મતદાન 62.18 જેટલું જંગી મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થવા પામ્‍યું હતું.
તાલુકાની 61 ગ્રામ પંચાયત પૈકી સૌથી વધુ મતદાન ઘોલાર ગામમાં 81.25 ટકા અને સૌથી ઓછું સાંસદના આદર્શગામ ચીખલીમાં 49.86 ટકા જેટલું જ થવા પામ્‍યું હતું.

Related posts

આજે દમણમાં થયેલ જળપ્રલયના 20 વર્ષ પૂર્ણઃ ઉદ્‌ઘાટનના માંડ 42 દિવસમાં નાની અને મોટી દમણને જોડતો નવનિર્મિત પુલ ધરાશાયી થયો હતો

vartmanpravah

દાનહના કલેકટર ડો. રાકેશ મિન્‍હાસના હસ્‍તે માતૃછાયા શિશુગૃહનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

મોટી દમણના ઝરી ખાતે રોંગ સાઈડથી પુરપાટ ઝડપે આવતી મિનિબસની અડફેટે આશાસ્‍પદ નવયુવાનનું મોત

vartmanpravah

વાપીમાં દાનહની કવિયત્રી ડૉ.શાલીની શર્માનો સમ્‍માન સમારોહ અને કવિ સંધ્‍યા યોજાઈ

vartmanpravah

વાપી બલીઠાથી નવા રેલવે ફાટક સુધી શિરોવેદના જેવી ટ્રાફિક સમસ્‍યા

vartmanpravah

વલસાડ ખાણ ખનીજ ટીમનો સપાટો : ઓવરલોડ રેતી ભરેલી ચાર ટ્રક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી

vartmanpravah

Leave a Comment