January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ભારત રત્‍ન ડો. આંબેડકરના પૌત્ર ભીમરાવના અધ્‍યક્ષ સ્‍થાને મુંબઈમાં ત્રિસુત્ર શતાબ્‍દી મહોત્‍સવ સમારોહ યોજાયો

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના માણેકપોર ગામના રહિશ
કેપ્‍ટન ડો.એ.ડી. માણેકનું ઐતિહાસિક સમારોહ પ્રસંગે
મુંબઈ ખાતે કરાયેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સુરત, તા.18: સુરત જિલ્લાનાં બારડોલી તાલુકાના માણેકપોર ગામના રહિશ એવાં મુંબઈમાં સ્‍થાયીથયેલાં કેપ્‍ટન (ડો.) એ.ડી. માણેક જેમણે ગુજરાતને જન્‍મભૂમિનું ગૌરવ અપાવ્‍યું છે જ્‍યારે મહારાષ્‍ટ્રને કર્મભૂમિ બનાવી છે. બન્ને રાજ્‍યોમાં શૈક્ષણિક અને સામાજીક ક્ષેત્રે ઉમદા અને અકલ્‍પનીય સેવાઓ છેલ્લાં 36 વર્ષોથી આપી રહેલાં કેપ્‍ટન (ડો.) એ.ડી. માણેકને ભારત દેશના સંવિધાનના રચિયતા ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરના પૌત્ર શ્રી ભીમરાવ યશવંત આંબેડકર દ્વારા મુંબઈના ‘‘શામજી નાનજી મારવાડી સ્‍મારક ટ્રસ્‍ટ” અને ‘‘અનુસૂચિત જાતિ સૌરભ મેગેઝીન રાજકોટ”ના સંયુક્‍ત ઉપક્રમે દામોદર હોલ, પરેલ મુંબઈ ખાતે યોજાયેલા શતાબ્‍દી મહોત્‍સવમાં મહારાષ્‍ટ્ર-ગુજરાતના રાજકીય અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં સન્‍માન કરવામાં આવ્‍યું છે.
મુંબઈના દામોદર હોલ પરેલ ખાતે ‘શિક્ષિત બનો, સંગઠિત થાવ અને સંઘર્ષ કરો’ જેવા ત્રિસુત્ર શતાબ્‍દી મહોત્‍સવનું આયોજન મંગળવારે કરવામાં આવ્‍યું હતું. આજ થી 100 વર્ષો પહેલાં ભારત દેશના સંવિધાનના રચયીતા ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરે તા.20મી જુલાઈ 1923નાં રોજ ‘બહિષ્‍કળત હિતકારીણી સભા’ની સ્‍થાપના કરી તત્‍કાલિન સમયની સમાજની વિડંબણાઓથી મુક્‍તિ પામવા સૌપ્રથમ સમાજિક સંગઠનની સ્‍થાપના કરી તેના મુદ્રા લેખ તરીકે ‘ત્રિસુત્ર’ આપ્‍યું હતું. જે પ્રસંગને 100 વર્ષ પુરાં થતાં મુંબઈનાદામોદર હોલ ખાતે જ્‍યાં બાબાસાહેબ ‘ત્રિસુત્ર’ આપ્‍યું હતું ત્‍યાં જ શામજી નાનજી મારવાડી સ્‍મારક ટ્રસ્‍ટ અને સૌરભ મેગેઝીન રાજકોટના સંયુક્‍ત ઉપક્રમે શતાબ્‍દી મહોત્‍સવ યોજાયો હતો. આ સમારોહમાં સુરત જિલ્લાનાં બારડોલી તાલુકાના માણેકપોર ગામના વતની અને સમાજ રત્‍ન કેપ્‍ટન (ડો.) એ.ડી. માણેકનું આ ઐતહાસિક મહોત્‍સવના ઉદ્‌ઘાટક શ્રી ભીમરાવ યશવંત આંબેડકરના હસ્‍તે ‘‘સમાજ સૌરભ સન્‍માન પત્ર” અર્પણ કરી સન્‍માન કરાયું હતું.
આ શતાબ્‍દિ મહોત્‍સવમાં મહારાષ્‍ટ્ર રાજ્‍યના કેબિનેટ મંત્રી શ્રી મંગલ પ્રભાત લોઢા, ગુજરાતના સંસદ સભ્‍ય શ્રી કીરીટભાઈ સોલંકી સહિત મુંબઈ શહેરમાં વસવાટ કરતાં ગુજરાત રાજ્‍યના અનુસૂચિત જાતિના સદસ્‍યો અને 26 જેટલી અનુસૂચિત જાતીની સંસ્‍થાઓના પ્રતિનિધિ તથા મહારાષ્‍ટ્રના અગ્રણી ઉદ્યોગપતિઓ, સરકારી અધિકારીઓ, શૈક્ષણિક સંસ્‍થાઓના વડાઓ મળીને કુલ 300થી વધુ મહાનુભાવોએ મહોત્‍સવમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન જ કેપ્‍ટન (ડો.) એ.ડી. માણેકની આત્‍મકથા ‘ઉડાન એક મજદૂર બચ્‍ચે કી’ હિન્‍દી આવૃત્તિનું વિમોચન પણ મહોત્‍સવના ઉદ્‌ઘાટક હસ્‍તે કરાયું હતું.

Related posts

વાપી રોટરી હરિયા હોસ્‍પિટલને કિડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ સેન્‍ટરની માન્‍યતા મળી મુંબઈથી સુરત વચ્‍ચે પ્રથમ કીડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ યુનિટ વાપીમાં કાર્યરત થશે

vartmanpravah

વાપી બલીઠાથી સગીરાને ભગાડી જનાર વિધર્મી યુવક મહારાષ્‍ટ્ર શીવાજીનગરથી ઝડપાયો

vartmanpravah

વલસાડના પારડી પારનેરા વાંકી નદી પરના માઈનોર પુલ પરથી અવરજવર પર પ્રતિબંધ મુકાયો

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ છેવાડાના કપરાડા તાલુકાની મુલાકાત લીધી

vartmanpravah

વાપીમાં નવિન રેલવે ફલાય ઓવરબ્રિજની કામગીરી પુરઝડપે ચાલી રહી છે : હેવી બિમ ભરવાનો પ્રારંભ

vartmanpravah

વાપી છીરી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દોઢ વર્ષથી પંચાયતમાં ફરક્‍યા સુધ્‍ધા નથી

vartmanpravah

Leave a Comment