(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.09: ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠન દ્વારા આજરોજ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને મળેલી અભૂતપુર્વ સફળતા કાર્યકર્તાઓએ વાપી ખાતે ફટાકડા ફોડી અને મીઠાઈ વેહચી મનાવી હતી. આ પ્રસંગે કાર્યકર્તાઓ સાથે વાપી શહેર અધ્યક્ષ શ્રી સતિષભાઈ પટેલ, વાપી ન.પા કારોબારી સમિતિ ચેરમેન શ્રી મનોજભાઈ પટેલ, વાપી શહેર મહામંત્રી શ્રી વિરજભાઈ દક્ષિણી, ન.પા પૂર્વ પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, પૂર્વ ઉપપ્રમુખ શ્રી અભયભાઈ શાહ, વલસાડ જિલ્લા ઓબીસી મોરચાના મહામંત્રી શ્રી ચેતનભાઈ પ્રજાપતિ, ચૂંટાયેલાસભ્યો શ્રી કૌશિકભાઈ પટેલ, શ્રી અજીતભાઈ મહેતા, શ્રી સંતોશભાઈ હળપતિ, શ્રી પ્રતિકભાઈ ભાનુશાલી, શ્રી રતિકાંતભાઈ તિવારી, શ્રી ઈકબાલભાઇ સિદ્દીકી, શ્રી સાવનભાઈ સવજાણી સહિત કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
