December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ-લીલાપોર અને સરોધી વચ્‍ચેનું ફાટક 31 ઓગસ્‍ટ સુધી બંધ કરી દેવાતા હોબાળો

ફાટક નં. 99 બંધ થતાં ગામના 7 વોર્ડના પ00 જેટલા
ઘરોના રહેવાસીઓ મુશ્‍કેલીમાં મુકાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વલસાડના લીલાપોર અને સરોધી ગામ વચ્‍ચે આવેલ ફાટક નંબર 99 તા.16 થી 31 ઓગસ્‍ટ સુધી રેલવે દ્વારાબંધ કરી દેવામાં આવતા આજે હોબાળો મચ્‍યો હતો. હજારો લોકો એકઠા થઈને બંધ ફાટક અંગે વિરોધ કર્યો હતો. મામલો વધુ બિચકાતા પોલીસે થાળે પાડયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડના લીલાપોર-સરોધી ફાટક બંધ થતાં 7 જેટલા વોર્ડના પ00 ઉપરાંત ઘરોની અવર-જવર અટકી પડી છે. ચોક જવા માટે રસ્‍તો બંધ થઈ ગયો છે. હાઈવે થઈ જવામાં પણ મુશ્‍કેલી છે, પાણી ભરાઈ ગયા છે. તેથી ગામના નોકરીએ જતા લોકો અને વિદ્યાર્થીઓ ફાટક બંધ થતાં રોજીંદી અવર-જવર અત્‍યંત પ્રભાવિત બની ગઈ છે. તેથી આજે સ્‍થાનિક પરિવારો અને ગામના આગેવાનોએ બંધ ફાટકનો જોરદાર વિરોધ કર્યો હતો. એકઠી થયેલી ભીડ અને મામલો વધુ પેચીદો બને તે પહેલા પોલીસે મામલો થાળે પાડયો હતો. રોજીંદી અવર જવરની ઉભી થયેલી મુશ્‍કેલીઓ અંગે લોકોએ હોબાળો કરી જોરદાર વિરોધ નોંધાવ્‍યો હતો.

Related posts

ગ્રામ પંચાયત નારગોલ દ્વારા મેગા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું

vartmanpravah

કપરાડા આસલોણામાં લગ્ન વિચ્‍છેદનો ન્‍યાય કરવા બેઠેલ પંચની સામે જ ઢોર માર મારતા યુવાનનું મોત

vartmanpravah

દાદરા નગર હવેલી ‘‘વારલી સમાજ સંગઠન” દ્વારા પ્રદેશના સ્‍થાનિક આદિવાસીઓને ફેક્‍ટરીઓમાં નોકરીમાં પ્રાથમિકતા આપવા કલેક્‍ટરશ્રીને કરેલી રજૂઆત

vartmanpravah

સિલ્‍ધા ગામે એસસીએલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન થયુ હતુ

vartmanpravah

દાનહમાં 05 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

દાનહ-ખડોલીની સિદ્ધિવિનાયક સ્‍ટીલ કંપનીમાં બીઆઈએસ ટીમની રેડ

vartmanpravah

Leave a Comment