(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.24: ગુજરાત સરકારશ્રીની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2023-24 ની ગ્રાંટમાંથી નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકા વિસ્તારમાં ટેલીફોન એક્ષચેંજ થી ધ.ના. ભાવસાર કુમાર શાળા સુધી રૂ.42.43 લાખના ખર્ચે તૈયાર થયેલા વોક-વેની લોકાર્પણ વિધિ કેન્દ્રિય કેબીનેટ મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના વરદ હસ્તે તથા રાજ્યકક્ષા મંત્રીશ્રી પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને સંસદીય બાબતો, ગુજરાત સરકારના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતીમાં યોજાનાર છે. આ કાર્યક્રમ આજે તા.25/10/2024 ને શુક્રવારના રોજ, સવારે 9:00 કલાકે, સરદાર ચોક, ધ.ના. ભાવસાર કુમાર શાળા પાસે, ગણદેવી ખાતે યોજાશે.