October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

2016, ઓગસ્‍ટથી પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ નીતિ-નિયમ અને કાયદાની મર્યાદામાં રહી વ્‍હાઈટ ધંધા-ઉદ્યોગોને મળેલું ઉત્તેજન

છેલ્લા સાત વર્ષમાં શિક્ષણ શિસ્‍ત અને સંસ્‍કારના ત્રિવેણી સંગમનો પ્રદેશમાં થઈ રહેલો જય જયકાર

પ્રદેશની દેખાડાની રાજનીતિ ઉપર અંકુશઃલોક સમર્પિત રાજકારણનો જયઘોષ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આઠમા વર્ષનો આરંભ આગામી તા.29મી ઓગસ્‍ટ, 2023થી થઈ રહ્યો છે. છેલ્લા 7 વર્ષ ક્‍યારે પસાર થઈ ગયા એની ખબર જ નહીં પડી હોય એવી સ્‍થિતિ રહી છે. 7 વર્ષ એટલે કે, 2556 દિવસનો સહવાસ શ્રી પ્રફુલભાઈ પટેલનો આપણાં પ્રદેશની સાથે રહ્યો છે. 7 વર્ષના 84 મહિનામાં દાદરા નગર હવેલી અને દમણ-દીવે કોઈ એકાદ ક્ષેત્રે નહીં પરંતુ તમામ ક્ષેત્રે આભને આંબતો વિકાસ કર્યો છે. જેનો કોઈ ઈન્‍કાર કરી શકે એમ નથી.
સંઘપ્રદેશના પ્રશાસકતરીકે શ્રી પ્રફુલભાઈ પટેલનું આગમન 29મી ઓગસ્‍ટ, 2016ના રોજ થયું ત્‍યારે દમણ-દીવના લોકોને કોઈ બહુ મોટી અપેક્ષા હતી નહીં. મોદી સરકારે આઈ.એ.એસ. અધિકારીના સ્‍થાને એક રાજનીતિજ્ઞની કરેલી નિયુક્‍તિથી ભાજપના નેતાઓ અને પદાધિકારીઓ અવશ્‍ય ગેલમાં હતા. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોમાં ભયનો પણ માહોલ હતો. ભાજપમાં રહેલા તોડબાજો અને માફિયાઓ એવું ધારતા હતા કે હવે તેમનો સિક્કો ચાલવાનો છે. પરંતુ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે તમામની ધારણાં ખોટી ઠેરવી. અને પોતે કંડારેલી દિશામાં કોઈની પરવાહ કર્યા વગર સતત ચાલતા રહ્યા છે અને અભૂતપૂર્વ વિકાસનું સર્જન કરતા ગયા.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દમણ-દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક તરીકે સાત વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને તેમનો કાર્યકાળ આઠમા વર્ષમાં 29મી ઓગસ્‍ટના રોજ પ્રવેશી રહ્યો છે ત્‍યારે વર્તમાન પ્રવાહ સાત વર્ષમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવે વિવિધ ક્ષેત્રે બદલેલી કરવટ અને આભને આંબતા થયેલા વિકાસના લેખાં-જોખાં કરાવશે.
દમણ-દીવ માટે હંમેશા એવું કહેવાયું છે કે, એની સમૃદ્ધિ માટેનો દાયકો આવે છે. દમણની મુક્‍તિના પ્રારંભમાં દાણચોરી, જમીનોના ઝોનિંગ, ઔદ્યોગિકરણ, વાહનોના રજીસ્‍ટ્રેશનનો ઓછોટેક્‍સ, દારૂના વેપારનું ઉદારીકરણ જેવા અનેક ધંધા-ગોરખધંધાથી દમણની સમૃદ્ધિ વધતી રહી હતી. તેમાં 2016, ઓગસ્‍ટથી પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ નીતિ-નિયમ અને કાયદાની મર્યાદામાં રહી વ્‍હાઈટ ધંધા-ઉદ્યોગને તેજી મળી છે. શિક્ષણ શિસ્‍ત અને સંસ્‍કારના ત્રિવેણી સંગમનો જય જયકાર થઈ રહ્યો છે. દેખાડાની રાજનીતિ ઉપર અંકુશ આવ્‍યો છે અને લોક સમર્પિત રાજકારણનો જયઘોષ થઈ રહ્યો છે.

Related posts

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામ-રાબડા ખાતે ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી કરાશે 

vartmanpravah

ચીખલી પીપલગભાણની ખરેરા નદીમાં ડૂબી જવાથી ૧૧ વર્ષીય બાળકનું મોત

vartmanpravah

વાપીમાં ગરબા ક્‍વીન ફાલ્‍ગુની પાઠકે પ્રિ-નવરાત્રીમાં ધૂમ મચાવી

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના કર્ણધાર બનતા નવિનભાઈ પટેલ:દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે 31મી મે, ર023 સુધીનો રહેનારો કાર્યકાળ

vartmanpravah

દાનહ જિ.પં.ના જેડી(યુ)ના બેનર હેઠળ ચૂંટાયેલા મોટાભાગના સભ્‍યોની નીતિ અને નિયત સ્‍પષ્‍ટ નહીં હોવાથી આવતા દિવસોમાં મોટા રાજકીય નુકસાન વેઠવાની સંભાવના

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024ના સંદર્ભમાં મતદાર જાગૃતિ માટે દમણમાં ‘સ્‍વીપ’ પ્રવૃત્તિઓ માટેના નોડલ ઓફિસર દ્વારા માસ્‍કોટ અને રાષ્ટ્રગીતનું કરાયેલું અનાવરણ

vartmanpravah

Leave a Comment