October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કુકેરી શાંતાબા વિદ્યાલયમાં દાતાઓના આર્થિક યોગદાનથી નિર્માણ થનાર મેડિકલ સેન્‍ટર અને ગર્લ્‍સ હોસ્‍ટેલના મકાનનું ખાતમુહૂર્ત કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.30: કુકેરીમાં માલવી એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત શાંતાબા વિદ્યાલયમાં સરકારની ગ્રાંટ વિના માત્ર દાતાઓના સહયોગથી રહેવા જમવાની વિના મૂલ્‍યે સગવડ સાથે ધોરણ 1 થી 12નું શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ શાળામાં પ્રવેશ માટે અનાથ, સિંગલ પેરેન્‍ટ્‍સને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ શાળાના કેમ્‍પસમાં નવસારી મેનેજમેન્‍ટ એસોસિએશનના પ્રમુખ લલિતભાઈ પંડ્‍યા, ઈસ્‍કોન નવસારીના પ્રમુખ ગુરુ ગોવિંદ દાસ સંસ્‍થાના પ્રમુખ પરિમલસિંહ પરમાર ઉપરાંત નિલેશસિંહ રાઠોડ, કિરીટસિંહ પરમાર સહિતનાઓની ઉપસ્‍થિતિમાં મેડિકલ સેન્‍ટર અને ગર્લ્‍સ હોસ્‍ટેલના મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. ઉપરોક્‍ત સંપૂર્ણ પ્રોજેકટ 1.25 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર છે. શાળાની પૂર્વ વિદ્યાર્થીની રાધા પટેલના હસ્‍તે પૂજા વિધિકરવામાં આવી હતી. સીએમઓ કચેરીના ડો.એમ.ડી.મોડિયા મુખ્‍યમંત્રીના કાર્યક્રમમાં વ્‍યસ્‍ત હોવાથી આવી ન શકતા ફોન પર શુભેચ્‍છા પાઠવી હતી.
વાંસદાના મગનભાઈ એ જણાવાયું હતું કે વાંસના પાલામાં શાળા ચાલતી હતી. ત્‍યારથી તેઓ જોડાયેલા છે. ભવિષ્‍યમાં આ સંસ્‍થા આંતરાષ્‍ટ્રીય કક્ષાની બનશે તેઓ આશાવાદ વ્‍યક્‍ત કર્યો હતો. ઈસ્‍કોનથી પધારેલા હરિ કીર્તન દાસ પ્રભુજીએ આધ્‍યાત્‍મિક પ્રવચન કરી બાળકોને આશીર્વચન આપ્‍યા હતા. આભારવિધિ મેનેજીંગ ટ્રસ્‍ટી પરીમલભાઈ એ કરી હતી. જ્‍યારે સંચાલન ભૂમિબેન અને કલ્‍પનાબેન સહિતના સ્‍ટાફ કર્યું હતું. આ પ્રસંગે નવસારી-વલસાડના દાતાઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલી વન વિભાગે ચીમલા ગામે છાપો મારી ખેરના લાકડાનો જથ્‍થો ઝડપ્‍યો

vartmanpravah

નવસારી જિલ્લામાં બે દિવસથી વાદળછાયા વાતાવરણને પગલે આંબા કલમની ફૂટ (મૌર) પર વર્તાયેલી માઠી અસર

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ઉમરકુઇના બેહરૂન પાડામાં ‘લાઈફ સ્‍ટાઇલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ’ પહેલ અંતર્ગત જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

દિવાળીના પર્વ નિમિત્તે નવસારીની સર જે.જે. પ્રાયમરી શાળામાં વિવિધ સ્‍પર્ધાઓ યોજાઈ

vartmanpravah

વાપીમાં બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા 111મા બિહાર દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

ઉમરગામ પોલીસ સ્‍ટેશનનો ચોરીનો આરોપી કલસર ચેકપોસ્‍ટથી ઝડપાયો

vartmanpravah

Leave a Comment