(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.03
દાદરા નગર હવેલી અને દમણ દીવ સ્પોર્ટ્સ અને યુથ અફેર્સ વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઓપન લેવલ સીઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ સેલવાસ સ્ટેડીયમ અને સાયલી ગ્રાઉન્ડ ખાતે આયોજીત કરવામાં આવી હતી. જેમાં અંડર-19 મહિલાઓની પાંચ ટીમ, અંડર-19 પુરૂષોની 11 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટની ફાઇનલમાં અંડર-19 મહિલા ટીમ સિલ્વાસા વોરિયર્સ અને રનર્સઅપ રીવોલેન્ટરી ટીમ રહી હતી. જ્યારે અંડર-19 પુરૂષ ટીમમાં ફાઇનલમાં એસએસઆર અને ડીએનએચસીએએઆઈ ટીમ રનર્સઅપ બની હતી. વિજેતા અને રનર્સઅપ ટીમને ટ્રોફી અને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. અમ્પાયર અને સ્કોરરને પણ તેઓની સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.