Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર તાલુકાની ચાર વાંચન કુટિરોમાં 15 મી ઓગસ્‍ટે પુસ્‍તક પ્રદર્શન અને ચિત્ર સ્‍પર્ધા યોજાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: આગામી 15 ઓગસ્‍ટ સ્‍વતંત્ર દિન નિમિતે વિદ્યાર્થીઓ તથા યુવાનોને પુસ્‍તકાલય તરફ વાળવા ઉમિયા વાંચન કુટીર તથા સાકાર વાંચન કુટીર મુકામે ‘‘પુસ્‍તક પ્રદર્શન” તથા ‘‘ચિત્રકામ સ્‍પર્ધા” યોજાશે.
ભારત દેશનું ભવિષ્‍ય એવા વિદ્યાર્થીઓ તથા યુવા પેઢીને મોબાઈલનું વળગણ છોડાવી પુસ્‍તકાલય તરફ વાળવા માટે રોટરી ક્‍લબ ઓફ વાપી રિવર સાઈડ, ધરમપુર, રેઈન્‍બો વોરિયર્સ ધરમપુર, ગ્રામ પંચાયત આવધા, આંબાતલાટ, ખારવેલ તથા નાની ઢોલડુંગરી તા.ધરમપુરના સંયુક્‍ત ઉપક્રમે આગામી 15 મી ઓગસ્‍ટ સ્‍વતંત્ર દિનની ઉજવણી નિમિત્તે ઉમિયા વાંચન કુટીર આંબાતલાટ, સાકાર વાંચન કુટીર આવધા,ખારવેલ તથા નાની ઢોલ ડુંગરી મુકામે પુસ્‍તક પ્રદર્શન (સવારે 8-00 સાંજે 7-00 કલાક સુધી) તથા વિદ્યાર્થીઓમાં દેશદાઝની ભાવના પ્રગટે એ માટે 15 ઓગસ્‍ટ ‘‘સ્‍વતંત્ર દિન” થીમ આધારિત ચિત્રકામ સ્‍પર્ધાનું (સવારે 10-30 થી 12-00 વાગ્‍યા સુધી) આયોજન કરવામાં આવ્‍યું છે. જેનો વધુમાં વધુ પુસ્‍તકપ્રેમી વાચકમિત્રો, વિદ્યાર્થીઓને લાભ લેવા રેઈન્‍બો વોરિયર્સ ધરમપુર તરફથી આગ્રહભરી વિનંતી છે.

Related posts

કોરોમંડલ મેડિકલ સેન્‍ટર ખાતે સરીગામ સહિતના આજુબાજુના 52,874 દર્દીઓએ લીધેલો હેલ્‍થકેર સુવિધાનો લાભ

vartmanpravah

ભીલાડથી મળી આવેલી અજાણી મૃત મહિલાના વાલી વારસો સંપર્ક કરે

vartmanpravah

વાપી મેઈન રેલવે ગરનાળામાં કોઈ અવળચંડાએ તાડપત્રી ખોસી દેતા નાળું પાણીમાં ગરકાવ

vartmanpravah

સલવાવ શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલનું ગૌરવ

vartmanpravah

સરદાર ભિલાડવાલા બેંકની 35 વર્ષથી ચાલતી દૈનિક કલેક્‍શન યોજના બંધ થવાને આરે

vartmanpravah

મધ્‍યપ્રદેશના રાજયપાલશ્રીએ કુંકણા સમાજના સુખી ભવનની મુલાકાત લીધી : કુંકણા સમાજના બાળકોના શિક્ષણ માટે ધનરાશિ આપી

vartmanpravah

Leave a Comment