(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: વાપી તાલુકાનાં છરવાડા ખાતે આવેલ શિવ શિવા રેસીડેન્સી પરિવાર દ્વારા આયોજીત પ્રથમ વર્ષ નવરાત્રી મહોત્સવમાં ડીજેનાં સુર તાલે માતાજીની આરતી અને ગરબાની રમઝટ સાથે નવરાત્રીની ઉજવણી ચાલી રહી છે. ત્યારે ગુરૂવારનાં રોજ આઠમનાં દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ યજ્ઞમાં શિવ શિવા રેસીડેન્સીનાં પાંચ જેટલા જોડાઓ બેસીને ભૂદેવ દ્વારા શાષાોક્ત વિધી વિધાન મંત્રોચ્ચાર સાથે માતાજીનો યજ્ઞ કરવામાં આવ્યો હતો.