Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારતને સ્‍વતંત્રતા મળે તે માટે પ્રાણની બાજી લગાવી દેનાર ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ, સાવરકર, ચંદ્રશેખર આઝાદ, મદનલાલ ધીંગરા, ઉધમસિંહ જેવા ક્રાંતિવીરોનું રક્‍ત એમની નસોમાં વહેતું હતું

મેરા રંગ દે બસંતી ચોલા ગાનારા ભગતસિંહના હોઠ પર રમતું આ અમરગીત આ યુવાનોના હોઠો પર નીરવ ગૂંજતું હતું. છત્રપતિ શિવાજી મહારાજ કિલ્લા સુધી પહોંચી શકે તે માટે તેમનો માર્ગ તૈયાર કરવા માટે અંગારની ભરેલી ખાઈમાં કૂદી પડનારા માવળાઓની ધ્‍યેયનિષ્‍ઠા 1954ના વર્ષમાં આ યુવાનો રૂપે સાકાર થઈ હતી

(…ગતાંકથી ચાલુ)
વાકણકરે જે રીતે હનુમાન વ્‍યાયામમંડળનો સંપર્ક કર્યો તે જ રીતે શ્રી વાસુદેવ ભીડેએ કસબા પેઠ તરફ પોતાનો મોરચો માંડયો. વાસુદેવ ભીડે તે સમયે સેંકડો યુવાનોના પ્રેરણાષાોત હતા. તેમણે હાથમાં લીધેલા કોઈપણ કાર્યમાં સહભાગી થવા માટે યુવાનોને ઘેરથી પણ હંમેશાંત સંમતિ મળી રહેતી. શ્રી ભીડેએ ઘેર ઘેર સંદેશો પહોંચાડયો અને તા.31 જુલાઈ અને 1 ઓગસ્‍ટ દરમિયાન મુલાકાતો અને ચર્ચા વિચારણાનો વેગ વધ્‍યો. દિ. 1 ઓગસ્‍ટના દિવસે શ્રી બાબારાવ ભીડેના ઘેર બધા કાર્યકર્તાઓ એકઠા થયા. તત્‍કાલીન શારીરિક પ્રમુખ શ્રી બિંદુમાધવ જોષીએ બેઠક લીધી. આ બેઠકમાં બધાને વિગતવાર માહિતી આપ્‍યા પછી શ્રી બાબારાવ ભીડેએપોતાના ગંભીર અવાજમાં માર્ગદર્શન આપતાં કહ્યું, ‘તમે જઈ રહ્યા છો તે સંઘના પ્રતિજ્ઞિત સ્‍વયંસેવક તરીકે. માતૃભૂમિના નાનકડા ભૂભાગ પર પણ વિદેશી સત્તા હોય તે કોઈને ગમતી વાત નથી. વિદેશી નિયંત્રણ હેઠળ રહેલી માતૃભૂમિને મુક્‍ત કરાવવાની સોનેરી તક સામે ચાલીને આવી છે. એ માટે જે ત્‍યાગ કરવો પડશે એમાંથી તો તમે કોઈ પણ પાછા નહીં પડો. પરંતુ સમગ્ર અભિયાન દરમિયાન તમારો વ્‍યવહાર પણ એક સ્‍વયંસેવકનો જ હોવો જોઈએ. સફળતા મેળવ્‍યા પછી અભિલાષા રૂપી મહારાક્ષસ સામે ઉભો રહે છે. એનો પ્રતિકાર કરવા માટે તમે સંઘના છો એ વાતનું વિસ્‍મરણ ક્‍યારેય થવા દેશો નહીં’ એ પછી ઉપસ્‍થિતોમાં જે પ્રતિજ્ઞિત ન હતા તેમને ત્‍યાં જ સંઘની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.
આ સંદર્ભમાં પ્રત્‍યક્ષ મુલાકાતમાં શ્રી બિંદુ માધવ જોષીએ કરેલી વાત સ્‍વયંસેવકોના વર્તન, વ્‍યવહાર અને શ્રી બાબારાવ ભીડેના તેમના પરના વિશ્વાસને સ્‍પષ્‍ટ કરે છે. તેમણે કહ્યું, ‘બાબા ભીડેને ઘેર અમે બધા એકત્ર થયા. અમારી સંખ્‍યા સો સવાસો હતી. 16 થી 17 વર્ષની વય ધરાવતા યુવાનો આ અભિયાનમાં જઈ રહ્યા હતા એ વિષે આસપાસના લોકોના મનમાં થોડી શંકા નિર્માણ થઈ. અમે જે પ્રદેશમાં જવાના હતા તે પ્રદેશ દારૂ અને સુંદર યુવતીઓ માટે પ્રખ્‍યાત હતો. એ વાતાવરણમાં મોહવશથઈને આ યુવકો તરફથી કોઈ અયોગ્‍ય વર્તન થઈ શકે એવી શંકા તેમના મનમાં થાય તે સાવ અસ્‍થાને પણ ન હતું. પરંતુ લોકોએ આ શંકા દર્શાવતાં જ શ્રી બાબા ભીડેએ આપેલો જવાબ આજે પણ મને યાદ આવે છે. તેમણે કહ્યું હતું કે, ‘આ અભિયાનમાં સામેલ થયેલા બધા યુવાનો સંઘના પ્રતિજ્ઞિત સ્‍વયંસેવકો છે. તેમના હાથે કોઈપણ ખોટું કામ અથવા સંઘના સ્‍વયંસેવકત્‍વ કે દેશની યુવાનીને ઠેસ પહોંચે એવી કોઈ કૃતિ થશે નહીં એનો મને પૂર્ણ વિશ્વાસ છે.’
દિ. 1 ઓગસ્‍ટના રોજ બપોરે 3.10ની ગાડીમાં મુંબઈ જવાનું નક્કી થયું. બધાને તેવો સંદેશો મોકલવામાં આવ્‍યો. સંઘ તરફથી પણ બધી જ શાખાઓમાં આ સંદેશો મોકલવામાં આવ્‍યો હતો. તેમાંથી વીસેક સ્‍વયંસેવકો આવ્‍યા હતા. હિંદુ તરૂણ મંડળ તરફથી નામદેવરાવ કાંચી, મનોહરપંત નિરગુડે, અરવિંદ મનોળકર આવ્‍યા હતા. આ અભિયાનમાં સામેલ થયેલામાં ડૉ. શાંતારામ આપટે એ એકમાત્ર ડૉક્‍ટર હતા. ભવિષ્‍યમાં પુણે વિદ્યાપીઠના કુલગુરૂ તરીકે સફળ કારકીર્દી પ્રાપ્ત કરનારા ડૉ. શ્રીધર ગુપ્તે પણ સંદેશો મળતાં જ નીકળી પડયા. બધા મળીને લગભગ સો જેટલા કાર્યકર્તા મળી રહેશે એવા વિશ્વાસથી એટલા લોકોના ભાડાની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. એમનો આ અંદાજ લગભગ સાચો પડવામાં હતો.
સંઘના અધિકારીઓના આશીર્વાદસાથે મનમાં રાષ્‍ટ્રપ્રેમની ભાવનાથી ઓતપ્રોત, અનન્‍ય સાહસ કરવા નીકળેલા આ યુવાનોની તે સમયની માનસિકતાનું સચોટ વર્ણન શ્રી અરવિંદ લેલેએ પોતાના એક લેખમાં કર્યું છે. તેઓ લખે છે, ‘દિ.1 ઓગસ્‍ટ 1954ના દિવસે પુણેથી કેટલાક નવયુવાન છોકરાઓ અજ્ઞાત પ્રવાસે નીકળ્‍યા હતા. તે સમયના રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના પ્રાંતપ્રચારક સ્‍વ. બાબારાવ ભીડે અને સ્‍વ. વિનાયકરાવ આપટેનો સંદેશ મળવાથી આ બધા એકઠા થયા હતા. પોતાને શ્રી રાજાભાઉ વાકણકર સાથે જવાનું મળે છે તથા સંઘે ચીંધેલું, માતૃભૂમિના કલ્‍યાણનું એકાદું કામ કરવાની તક મળે છે એ કલ્‍પના જ એમનું બધું ભાનસાન ભૂલાવી દેતી હતી. શરીર પર પૂરતાં કપડાં ન હતાં. ખિસ્‍સામાં પૈસા ન હતા. હાથમાં કોઈ શષા તો શું સાદો દંડ પણ ન હતો. પગમાં સારા જોડા પણ ન હતા. પણ દરેકના મનમાં હતો એક દુર્દમ્‍ય આત્‍મવિશ્વાસ અને સંઘ નેતૃત્‍વ પરનો અતૂટ વિશ્વાસ.
ભારતને સ્‍વતંત્રતા મળે તે માટે પ્રાણની બાજી લગાવી દેનાર ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ, સાવરકર, ચંદ્રશેખર આઝાદ, મદનલાલ ધીંગરા, ઉધમસિંહ જેવા ક્રાંતિવીરોનું રક્‍ત એમની નસોમાં વહેતું હતું. લગ્નનું નિમંત્રણ આપવા પહોંચેલા પરંતુ રાજા શિવાજીની ઈચ્‍છા જાણીને ગઢ જીતવા નીકળી પડેલા નરવીર તાનાજીનો સમર્પણભાવ તેમના મનમાં હતો. મહારાજવિશાળગઢ પર પહોંચી જાય તે પહેલાં મોગલ સૈનિકોના માર્ગમાંથી ન ખસવાનો નિર્ધાર કરીને, શરીર ચાળણીની જેમ વીંધાઈ ગયેલું હોવા છતાં પ્રાણ ટકાવી રાખનારા અતુલનીય યોદ્ધા બાજી પ્રભુની મૃત્‍યુને પણ વશ કરી લેવાની જિદ તેમના શરીરમાં હતી. મેરા રંગ દે બસંતી ચોલા ગાનારા ભગતસિંહના હોઠ પર રમતું આ અમરગીત આ યુવાનોના હોઠો પર નીરવ ગૂંજતું હતું. છત્રપતિ શિવાજી મહારાજ કિલ્લા સુધી પહોંચી શકે તે માટે તેમનો માર્ગ તૈયાર કરવા માટે અંગારની ભરેલી ખાઈમાં કૂદી પડનારા માવળાઓની ધ્‍યેયનિષ્‍ઠા 1954ના વર્ષમાં આ યુવાનો રૂપે સાકાર થઈ હતી.

(ક્રમશઃ)

Related posts

વડોદરા ખાતે યોજાયેલી આંતરરાષ્‍ટ્રીય મેરેથોનમાં વલસાડના 65 વર્ષીય રમેશભાઈએ તૃતિય સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

ડ્રગ્‍સકંટ્રોલ ડિપાર્ટમેન્‍ટે  દાનહના સેલવાસ નજીક વગર લાયસન્‍સે દવાનું વેચાણ કરતા બે મેડિકલ દુકાન ઉપર પાડેલો દરોડો

vartmanpravah

આઝાદીના 75 વર્ષ નિમિતે પારડી વકીલ મંડળો દ્વારા તિરંગા બાઈક રેલી યોજાઈ

vartmanpravah

વાપી વી.આઈ.એ. દ્વારા હેલ્‍થ એન્‍ડ સેફટી ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત મોટી દમણ કોમ્‍પલેક્ષનો પ્રાથમિક-ઉચ્‍ચ પ્રાથમિક શાળા રમતોત્‍સવ નાયલા પારડી મેદાન, પરિયારી ખાતેયોજાયો

vartmanpravah

ભારતમાં પ્રથમ વખત મલ્‍ટિસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સ દીવમાં યોજાશેઃ 4 જાન્‍યુઆરીથી થશે પ્રારંભ

vartmanpravah

Leave a Comment