Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

પિપરિયા પર હુમલો, માતૃભૂમિની મુક્‍તિ કાજે લડાઈ લડવા નીકળેલા, શ્રી વિનાયકરાવ આપટેના હાથ નીચે તૈયાર થયેલા આ સો સવાસો યુવાનોનો મોટો ગુણ એ હતો કે પ્રાણની પરવા જેવા શબ્‍દો એમના શબ્‍દકોશમાં જ ન હતા

(…ગતાંકથી ચાલુ)
હવે ફિદાલ્‍ગોને શરણે લાવવા માટે કોન્‍ટ્રાક્‍ટરનો જ ઉપયોગ કરવાનો વિચાર બધાએ કર્યો. આપ્‍પા કરમળકરે પોર્ટુગીઝ ભાષામાં ફિદાલ્‍ગોને એક પત્ર લખ્‍યો ‘તારા ઘરની મહિલાઓ અમારા કબજામાં છે. તું સીધી રીતે શરણે આવી જા નહીં તો તારી મોકલેલી ગાડીના બોનેટ પર જ આ મહિલાઓને બાંધીને અમે બધાં ત્‍યાં આવીએ છીએ.’ આ પત્ર કોન્‍ટ્રાક્‍ટરને આપીને તેમની જ એક સાયકલ પર ફિદાલ્‍ગો પાસે મોકલ્‍યો. થોડા જ સમયમાં ફિદાલ્‍ગોનો જવાબ લઈને પાછા આવવાની તાકીદ પણ તેને કરી. તે પ્રમાણે કોન્‍ટ્રાક્‍ટર એક દોઢ કલાકમાં પાછો આવ્‍યો. તેની સાથે ફિદાલ્‍ગોનો પત્ર હતો. તેણે લખ્‍યું હતું, શરણે આવવાનો નિર્ણય લેવો મારે માટે શક્‍ય નથી. એ માટે મારે ગવર્નરની પરવાનગી લેવી પડે.તમે ફોનના તાર કાપી નાખ્‍યા હોવાથી તેમની સાથેનો મારો સંપર્ક તૂટી ગયો છે. ગવર્નર પાસે રૂબરૂ સંદેશો મોકલવા માટે મારા બે માણસોને દમણ જઈને પાછા આવવાની પરવાનગી આપો. ગવર્નર મને શરણે થવાનો કે લડાઈ ચાલુ રાખવાનો જે કંઈ પણ આદેશ આપશે તેનું હું પાલન કરી અને ચોક્કસ કોઈ આદેશ નહીં મળે તો મને જે યોગ્‍ય લાગશે તે નિર્ણય હું લઈશ.’
શ્રી ફિદાલ્‍ગોના આ જવાબ પ્રત્‍યે કોઈ ધ્‍યાન ન આપતાં પોતાની રીતે જ આગળ વધું એવો નિર્ણય થયો. અત્‍યાર સુધીમાં અંધારૂં થવા આવ્‍યું હતું અને ત્‍યાં રોકાવાનું પણ જોખમી હતું. તેથી બધાએ લવાછા પહોંચવાનું નક્કી કર્યું. લવાછા પહોંચીને ભોજન પછી બંને મહિલા અને કોન્‍ટ્રાક્‍ટરને બે ઓરડામાં પૂરી દીધાં. ત્‍યાં સુધી ઘણી રાત વીતી ગઈ હતી. થાક્‍યા પાક્‍યા બધા થોડો આરામ કરતા, ક્‍યાંક ઝોકાં ખાતા, ક્‍યાંક ચોકી કરતા તો વચ્‍ચે વચ્‍ચે આગળની કાર્યવાહીની ચર્ચા કરતા હતા. તેમાં કેટલો સમય પસાર થયો એનો પણ ખ્‍યાલ રહ્યો ન હતો. પરંતુ રાત્રિના ત્રણ વાગ્‍યે રાજા વાકણકર પુણેથી 96 સાથીઓ સાથે આવી પહોંચ્‍યા અને વાતાવરણ એકદમ ચૈતન્‍યમય બની ગયું. વાકણકરે ફરીથી બધાં જ સૂત્રો પોતાના હાથમાં લીધાં. પિપરિયા ગેટની કથા, ફિદાલ્‍ગો પરિવારની વાત, વિતેલા બંને દિવસોનો અહેવાલ, પોલીસોની બદલાતીભૂમિકા, ફિદાલ્‍ગોના જવાબનો પત્ર વગેરે બધી માહિતી તેમને મોકલવામાં આવી.
સવારે નિર્ણાયક લડાઈની શરૂઆત થવાની હતી. પેલી જીપગાડીનું ટાયર તાત્‍કાલિક બદલીને ગાડી તૈયાર કરી દીધી. નાના સોમણ, શાંતારામ વૈદ્ય અને ગુમાનસિંગના માણસો સિલવાસામાં ચોરીછૂપીથી ફરીને મુખ્‍યાલયનું નિરીક્ષણ કરી આવ્‍યા. સિલવાસાની ચોકી એટલે લગભગ 100 ફૂટ લંબાઈ અને 25 ફૂટ પહોળાઈની બે માળની ઈમારત હતી. તેનો દરવાજો પૂર્વાભિમુખ હતો. તેનો વચલો ભાગ આગળની તરફ બહાર નીકળેલો હતો અને તેની ઉપર બંને બાજુએ દાદર હોય તેવી આકર્ષક રચના કરેલી હતી. છેવાડાના બંને ઓરડા થોડા બહાર નીકળતા હોવાથી તેનો આકાર અંગ્રેજી ‘ઈ’ અક્ષર જેવો લાગતો હતો. ઈમારતની પાછળના ભાગમાં વચ્‍ચોવચ એક ત્રાંસી સીડી હતી. ઈમારતના પાછળના ભાગ સિવાય ત્રણે બાજુએ રેતીના થેલાની દિવાલ બનાવેલી હતી. ઉપલબ્‍ધ માહિતી અનુસાર અંદર રેલા બધા જ સૈનિકો લડી લેવા માટે પૂરા તૈયાર હતા. પરંતુ સવારે એક નવી જ ખબર આવી, જે સહુનો ઉત્‍સાહ વધારનારી હતી. એ માહિતી અનુસાર ફિદાલ્‍ગો અને ફાલ્‍ક્રાવ, અનુક્રમે સેના અધિકારી અને પોલીસ અધિકારી સિલવાસામાંથી નીકળીને ખાનવેલ તરફ નાસી ગયા હતા. એ પરથી મુખ્‍યાલયમાં રહેલા લોકોની માનસિક સ્‍થિતિનો ખ્‍યાલ બધાને આવી ગયો. તેમ છતાંકટોકટીના સમયમાં કોઈ પણ સૈનિક તેની પૂરી તાકાતની લડતો હય છે એ વાત પ્રત્‍યે બેધ્‍યાન રહી શકાય એમ ન હતું.
સવારે વાકણકર આવ્‍યા પછી એકાદ કલાકમાં જ તેમણે બધાને સંપતની આજ્ઞા આપી. સૂર્યોદય થતાં પહેલાં જ સિલવાસાને ઘેરો નાખીને હુમલો કરવાનું નક્કી થયું. ઉપલબ્‍ધ સૈનિક સંખ્‍યાના ચાર ભાગ કરવામાં આવ્‍યા. એમાંથી એક ટુકડીને બધાથી આગળ મોકલવામાં આવી અને એક જ બાજુથી મોટું સૈન્‍ય આવી રહ્યું છે એવો આભાસ ઉભો કરવાની વિશિષ્‍ટ કામગીરી તેને સોંપવામાં આવી. બાકી રહેલી ત્રણ ટુકડીમાંથી એકનું નેતૃત્‍વ શાંતારામ વૈદ્ય, વિષ્‍ણુ ભોપળે અને વસંત બડવે પાસે હતું, એકનું શ્રી પ્રભાકર સિનારી પાસે તો એકનું નેતૃત્‍વ સ્‍વયં રાજા વાકણકર પાસે હતું.
માતૃભૂમિની મુક્‍તિ કાજે લડાઈ લડવા નીકળેલા, શ્રી વિનાયકરાવ આપટેના હાથ નીચે તૈયાર થયેલા આ સો સવાસો યુવાનોનો મોટો ગુણ એ હતો કે પ્રાણની પરવા જેવા શબ્‍દો એમના શબ્‍દકોશમાં જ ન હતા. સોમાંથી ત્રીસ પાંત્રીસ યુવાનો તો ઘેર કહ્યા વગર જ નીકળી ગયા હતા. તેઓ જ્‍યાં જવાના હતા ત્‍યાં રાયફલ, મશીનગન, ગ્રેનેડ, બંદૂક જેવાં શષાોનો સામનો કરવાનો છે એ વાત તેઓ જાણતા હતા. એના પરિણામ વિશે પણ સભાન હતા. મોટા ભાગના યુવાનો તો પૂછનો દોરો પણ ફૂટયો ન હોય એવાહતા. પરંતુ રાષ્‍ટ્રપ્રેમ અને સાહસના સંસ્‍કાર તેમને સંઘની ગળથૂંથીમાંથી મળેલા હતા. આ સાથે જ તેમની મોટી મુશ્‍કેલી એ હતી કે રાયફલનું જ્ઞાન તેમાંથી ખૂબ થોડા યુવાનોને હતું. તેમાંથી જ પ્રત્‍યેક ટુકડીના ભાગે આવેલી પાંચ પાંચ રાયફલો જેમને એન.સી.સી.નો થોડો પણ અનુભવ હતો તેમને આપવામાં આવી.

(ક્રમશઃ)

Related posts

દમણ એરપોર્ટથી કાર્યક્રમ સ્‍થળ સુધી ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાના સન્‍માન માટે કાર્યકરોમાં જામેલી હોડ

vartmanpravah

દીવ જિલ્લા બીજેપી મહિલા મોરચાએ જનસંખ્‍યા નિયંત્રણ પર વિવાદિત ટિપ્‍પણી કરનાર બિહારના સીએમ નિતીશ કુમારનું પુતળું બાળી વિરોધ દર્શાવ્‍યો

vartmanpravah

ચીખલી-વાંસદા મુખ્‍યમાર્ગ ઉપર વધતી જતી ટ્રાફિક સમસ્‍યાના નિવારણ માટે માર્ગની આજુબાજુની અડચણોને હટાવવા માંગ

vartmanpravah

ચીખલીમાં સતાધારી પક્ષના નેતાઓ સાથે સંકલન રાખવામાં નિષ્‍ફળ પીઆઈ-ચૌધરીની દસ મહિનાના ટૂંકા ગાળામાં જ બદલી

vartmanpravah

નેપાળ ખાતે આયોજીત આંતરરાષ્‍ટ્રીય ચેસ ટૂર્નામેન્‍ટમાં સેલવાસના યુવાને ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો

vartmanpravah

રોવર રેંજર સભ્ય અનુરાગ સિંહ અને મનિષ ઝાની ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ’ નિમિત્તે ‘ભારત સ્કાઉટ ગાઈડ’દ્વારા દાનહ પ્રદેશ મુખ્યાલય ડોકમર્ડી ખાતે સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment