April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મહેસાણા વડસ્‍મા સત્‍સંગ સાકેતધામ ઈન્‍સ્‍ટિટયૂટની ઘટના : વલસાડ કચીગામની યુવતીની ફાર્મસી કોલેજમાં સહાધ્‍યાયીએ કરેલી હત્‍યાઃ આરોપીની ધરપકડ

આરોપી પ્રણવ ગાવિત યુવતિને રિસર્ચ લેબના રૂમમાં લઈ ગયો હતો ત્‍યાં મોઢું અને નાક દબાવી દઈને હત્‍યા કરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વલસાડ પાસેના કચીગામની યુવતિ મહેસાણા પાસે આવેલ વડસ્‍મા ગામે આવેલ ફાર્મસી કોલેજમાં અભ્‍યાસ કરતી હતી. બે દિવસ પહેલા વોટ્‍સએપ ગૃપમાં મેસેજ આવ્‍યો હતો કે તમારી દિકરી ભાગી ગઈ છે. પરિવારજનો તાત્‍કાલિક મહેસાણા કોલેજમાં પહોંચ્‍યા ત્‍યારે લેબોરેટરીઝમાં દિકરી મૃત હાલતમાં મળી આવતા પરિવાર ઉપર આભ તૂટી પડયું હતું. લાંઘણજ પોલીસે હત્‍યાના આરોપી પ્રણવ ગાવિતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત માહિતીઅનુસાર વલસાડ કચીગામની યુવતી મહેસાણા પાસે આવેલ વડસ્‍મા ગામે કાર્યરત ફાર્મસી કોલેજમાં અભ્‍યાસ કરતી હતી. વોટ્‍સએપમાં પરિવારને મેસેજ મળેલો કે તમારી દિકરી ભાગી ગઈ છે તેથી પરિવાર મહેસાણા દોડી ગયો હતો. તપાસ કરી તો દિકરી મૃત હાલતમાં લેબોરેટરીઝમાં મળી આવી હતી. ભાઈઓએ તપાસ કરી હતી ત્‍યારે યુવતીની ગળાની ચેઈન, માળા તૂટેલી હાલતમાં મળેલી આવેલ તેથી આક્ષેપ કર્યો હતો કે અમારી દિકરીને મારી નાખી છે. પ્રણય નામનો યુવક જવાબદાર છે. ઉપરાંત કોલેજના સંચાલકોએ તેમનાથી આ ઘટનાને છૂપાવી હતી. એટલું જ નહીં તિતિક્ષાની માહિતી આપવામાં પણ કોલેજ સંચાલકોએ ઠાગાઠૈયા કર્યાનો આરોપ લગાવ્‍યો હતો. તિતિક્ષાના ભાઈનો દાવો છે કે, કોલેજ સંચાલકોએ સીસીટીવ ફૂટેજ બતાવવામાં પણ આનાકાની કરી હતી.
પોલીસે હત્‍યાના આરોપી પ્રણવ ગાવિતની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. હત્‍યાના અંજાામ આપનારો શખ્‍સ તિતિક્ષા કોલેજની નવી બની રહેલી રિસર્ચ લેબના રૂમ નંબર-2માં લઈ ગયો હતો. ત્‍યારબાદ તિતિક્ષાનું મોઢું અને નાક દબાવી દઈને હત્‍યા કરી હતી. ત્‍યારબાદ પ્રવિણ ફરાર થઈ ગયો હતો. હત્‍યા પહેલા વિદ્યાર્થીનીના રિસર્ચ લેબમાં જતા સીસીટીવીનો ફોટો પણ સામે આવ્‍યો છે. તિતિક્ષા પટેલ સત્‍સંગ સાકેતધામ ઈન્‍સ્‍ટિટયૂટમાં બી-ફાર્મસેમેસ્‍ટર-6માં અભ્‍યાસ કરતી હતી. તો બીજી તરફ ઘટનાને લઈ આશ્રમ ગ્રુપ ઈન્‍સ્‍ટિટયૂટ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સત્‍સંગી સાકેતધામ ઈન્‍સ્‍ટિટયૂટમાં વિદ્યાર્થીનીઓ નથી સુરક્ષિત વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે કોલેજમાં કેમ વ્‍યવસ્‍થા નથી. વિદ્યાર્થીનીઓની સુરક્ષાની જવાબદારી કોણ લેશે. ઈન્‍સ્‍ટિટયૂટ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી અને ઈન્‍સ્‍ટિટયૂટ પોતાની જવાબદારીમાં કેવી રીતે છટકી શકે.

Related posts

ચીખલી વિનલ પટેલ હત્‍યા કેસમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓના રિમાન્‍ડ પૂર્ણ થતાં સબજેલમાં મોકલી દેવાયા

vartmanpravah

વાપીની પરિણિતાએ સુરતના સાસરીયા વિરૂધ્‍ધ દહેજ અંગે ફરિયાદ નોંધાવી : પતિ 10 લાખ દહેજ માંગતો હતો

vartmanpravah

આજે વલસાડ જિલ્લામાં પંજાબના સી.એમ. અને આપના રાષ્‍ટ્રિય નેતા ભગવંત માનના ત્રણ રોડ શો યોજાશે

vartmanpravah

ડેલકરની સહાનુભૂતિમાં ત્રાટકેલી કલાની ત્‍સુનામીમાં ભાજપનું પ્રચંડ ધોવાણ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના શાળાકીય રમતોત્‍સવમાં મોટી દમણ કોમ્‍પ્‍લેક્ષમાં ચેમ્‍પિયન બનેલી દમણવાડા અપર પ્રાઈમરી સ્‍કૂલ

vartmanpravah

વીજળી વિભાગ/નિગમના ખાનગીકરણને રોકવાનાઅભિયાનમાં દમણની મરવડ અને દુણેઠા પંચાયતે આપેલું સમર્થન

vartmanpravah

Leave a Comment