June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને પ્રદેશમાં સેવા દિવસ તરીકે મનાવાશે

દાદરા નગર હવેલી અને દમણ-દીવના જાગૃત નાગરિકો તથા વિવિધ સેવા-સંગઠનો દ્વારા પ્રદેશની કાયાપલટ માટે પ્રશાસકશ્રીએ કરેલી તનતોડ મહેનતનું ઋણ સ્‍વીકારવા કરાનારો પ્રયાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27 : આવતી કાલે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને સેવા દિવસ તરીકે મનાવવાનો સ્‍વયંભૂ નિર્ણય પ્રદેશના જાગૃત નાગરિકો અને આગેવાનો દ્વારા લેવામાં આવ્‍યો છે. જેની કડીમાં આવતી કાલે વિવિધ શાળાઓ તથા હોસ્‍પિટલમાં ફળોનું વિતરણ, કેન્‍સર ડિટેક્‍શન કેમ્‍પ, મફત આંખની ચકાસણી અને ચશ્‍માનું વિતરણ, ઉદ્યોગ ગૃહોમાં કામદારોને શ્રમયોગી પ્રસાદ, સાડી-ધાબળાનું વિતરણ જેવા સેવાકાર્યો સ્‍વયંભૂ રીતે વિવિધ સેવા સંગઠનો અને સેવાભાવી વ્‍યક્‍તિઓ દ્વારા કરવામાં આવનાર છે.
આવતી કાલે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈપટેલના જન્‍મ દિનને આગવી રીતે ઉજવી પ્રદેશના લોકો તેમણે પ્રદેશની કરેલી કાયાપલટ બદલ પ્રશાસકશ્રીના ઋણ સ્‍વીકારની તક ઝડપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Related posts

વલસાડ રૂરલ પોલીસમાં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલી મુદ્દામાલની કાર ચોરાઈ

vartmanpravah

દાનહના કેટલાક રસ્‍તાઓના રિપેરીંગ માટે રસ્‍તાઓ બંધ રાખવામાં આવશે

vartmanpravah

ચીખલીતાલુકાની કુકેરી જિ.પં. બેઠકના ભાજપી સભ્‍ય પ્રકાશ પટેલ કોંગ્રેસમાં જોડાયા

vartmanpravah

કપરાડા તાલુકા સરપંચ સંઘની મિટીંગ યોજાઈ : પ્રમુખ તરીકે નાનાપોંઢાના સરપંચ મુકેશ પટેલની વરણી

vartmanpravah

દીવના ઘોઘલા બીચ ઉપર G20 નો લોગો સેન્‍ડ આર્ટથી બનાવાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે સેલવાસમાં અને રવિવારે દમણના કચીગામ ફાર્મ હાઉસની મુલાકાત લઈ કરેલું નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment