સ્કૂલોમાં માતૃ-પિતૃવંદન કાર્યક્રમના થયેલ આયોજનો વિડીયો વાયરલ થતા થયેલી કાર્યવાહી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01: કપરાડા વિસ્તારમાં આજે ચકચારી ઘટના ઘટી હતી. ત્રણ સ્કૂલોમાં આશારામ બાપુની પૂજા-અર્ચના કરાવવામાં આવતા 33 જેટલા શિક્ષકોને શિક્ષણ અધિકારી દ્વારા નોટિસ ફટકારાતા શિક્ષણ જગતમાં ચર્ચાઓએ જોર પકડયું હતું.
આશારામ બાપુના સેવકોની સંખ્યા વલસાડ જિલ્લામાં પણ વધુ છે. હજુ પણ આશારામ બાપુ આસ્થાના કેન્દ્ર બની રહ્યા છે તેવું સાબિત કરતી ઘટના કપરાડા વિસ્તારમાં આવેલ ત્રણ સ્કૂલમાં ઘટી છે. સ્કૂલના 33 જેટલા શિક્ષકો દ્વારા સ્કૂલમાં આશારામ બાપુની સેવા પૂજાનો કાર્યક્રમ માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ હેઠળ યોજાયો હતો. જેનો વિડીયો વાયરલ થતા શિક્ષણાધિકારીએ ભાગ લેનાર તમામ 33 શિક્ષકોને નોટિસ આપી જવાબો મંગાવ્યા છે. માતૃપિતૃ વંદના કાર્યક્રમ અને એક વર્ષ પહેલા વાપીમાં આશારામ અનુયાઈઓ આયોજન કરાયેલ પરંતુ આ કાર્યક્રમ મોરારજી સર્કલ જાહેર રોડ ઉપર કરાયો હતો તેથી કોઈ વિવાદ ઉભો થયો નહોતો.