(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.09: પારડી નગરમાં અલખનંદન સોસાયટીમાો ફલેટ નંબર 101 માં રહેતા અને પારડીમાં અમરદીપ નામની કપડાની દુકાન ધરાવતા મૂળ બાડમેર જિલ્લાના રહેવાસી સંજીવકુમાર હંસરાજ રાજપુરોહિત પોતાના પરિવાર સહિત ભાણેજ કૈલાશ બાબુ સાથે રહે છે. તારીખ 8.10.2024 ના રોજ રાત્રે 9:00 વાગ્યા પછી જમી પરવારી સંજીવભાઈ પોતાના રૂમમાં તથા ભાણેજ કૈલાસ ફલેટના હોલમાં સૂઈ ગયા હતા સવારે 7:30 વાગ્યે સંજીવભાઈ ઉઠી હોલમાં આવી જોતા ભાણેજ કૈલાશ પંખાના એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ હાલતમાં જોતા આજુબાજુ વાળાને બોલાવી પારડી પોલીસને આ ઘટના અંગેની જાણકારી હતી.
પારડી પોલીસે ઘટના સ્થળે પહોંચી ગળે ફાંસો ખાધેલ ભાણેજ કૈલાશને નીચે ઉતારી એમ્બ્યુલન્સમાં સીએચસી ખાતે લઈ જતા પરસ્પરના ડોક્ટરે તપાસ કરી મૃત જાહેર કર્યો હતો.
ભાણેજ કૈલાસની લાશને પીએમ માટે સીએચસી ખાતે મૂકી મામાસંજીવએ પારડી પોલીસ સ્ટેશનમાં આ અંગેની જાણ કરતા પારડી પોલીસે ફરિયાદ નોંધી. વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ શિવરામભાઈ કરી રહ્યા છે.