March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલી વારલી સમાજ દ્વારા પ્રદેશમાં શિક્ષણની જાગૃતિ માટે મસાટ ખાતે યોજાયેલી બેઠક

દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરના સૂત્ર ‘‘શિક્ષિત બનો, સંગઠિત થાવ અને સંઘર્ષ કરો”ને ચરિતાર્થ કરવા આહ્‌વાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલી વારલી સમાજ દ્વારા શિક્ષણની જાગૃતિ અભિયાન માટે મસાટ ગામે સ્‍થાનિક લોકો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ બેઠકમાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના ‘‘શિક્ષિત બનો, સંગઠિત થાવ અને સંઘર્ષ કરો” સૂત્રને ચરિતાર્થ કરતાં શિક્ષણના મહત્‍વ વિશે વિસ્‍તારથી સમજણ આપવામાં આવી હતી. આ અવસરે સમાજના અગ્રણીઓએ શિક્ષણનું સ્‍તર સુધારવા માટે શું કરવું જોઈએ? આ વિષય ઉપર વિસ્‍તારથી ગહન ચર્ચા-વિચારણાં કરી હતી અને આદિવાસી સહિત તમામ સમાજ માટે શિક્ષણનું ઘણું જ મહત્‍વ હોવાની વાત કહી હતી. દરેકને એમના બાળકો દરરોજ શાળામાં ભણવા જાય છે કે નહિ? તેનું ધ્‍યાન રાખવા અને વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા શાળામાંથી આપવામાં આવતુ લેશન કરે છે કે નહિ એનું પણ ધ્‍યાન રાખવા સૂચન કર્યું હતું. ઉપરાંત અધવચ્‍ચેથી બાળકો શિક્ષણ નહીં છોડે તેનું પણ ખાસ ધ્‍યાન રાખવા જણાવાયું હતું.
સમાજના અગ્રણીઓએ ખાસ ભાર આપીને જણાવ્‍યું હતું કે, જો આપણા બાળકો ભણશે તો જ એમનું ભવિષ્‍ય સુધરશે, શાળામાં શિક્ષકો તો દરેક વિદ્યાર્થીંઓનુંયોગ્‍ય ધ્‍યાન રાખતા જ હોય છે, પરંતુ વાલીઓએ પોતે પણ તેમના બાળકો પર યોગ્‍ય ધ્‍યાન આપવા જણાવ્‍યું હતું.
આ બેઠકમાં દાનહના વારલી સમાજના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓના વાલીઓ સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારડીથી સોનલબેન ગુમ થયા

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી. વિસ્‍તાર ગટરના ઢાંકણા ગાયબ તો કેટલાક જામ : કરોડોના ખર્ચે બનેલ ગટરના ખસ્‍તાહાલ

vartmanpravah

વલસાડ જિલ્લાસ વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીના અધ્ય.ક્ષસ્થા ને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

vartmanpravah

સેલવાસ-વાપી રોડ પર વાનમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

મોટી દમણના જંપોર ખાતે જ્ઞાનધારા શિક્ષા પ્રચારક પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું

vartmanpravah

દાનહની દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સમાં 7 દિવસીય ‘વિશ્વ માનસિક આરોગ્‍ય સપ્તાહ’નું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment