Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

પિપરિયા પર હુમલો: હિંદુ દેવી દેવતાઓના પૂજન પર નગર હવેલીમાં કાયદા દ્વારા બંધી લાદવામાં આવી હતી

(…ગતાંકથી ચાલુ)
રાજા વાકણકરે શરણાગતિ સ્‍વીકારી ચૂકેલા પોર્ટુગીઝ સૈનિકોને એક બાજુ ઉભા રહેવાનો આદેશ આપ્‍યો. તેમનાં બે બેનાં જૂથ બનાવવામાં આવ્‍યાં. આ સ્‍થિતિમાં પણ એક જણે ધનાજી બુરંગલે પર રાયફલ ચલાવવાનો પ્રયત્‍ન કર્યો. પણ એટલામાં જ કોઈએ એને પણ જખમી કર્યો. આ અડધા કલાકમાં આવાં પાંચ-છ નાનાં મોટાં છમકલાં થઈ ગયાં. આ ધમાલમાં સવારના સાડા દસ થઈ ગયા હતા. એટલામાં જ પિપરિયા તરફથી વિનાયકરાવ આપટે આવતા દેખાયા.તેમને જોતાં જ વિજયનો ઉત્‍સાહ અનેકગણો વધી ગયો. અત્‍યાર સુધી ‘ભારત માતા કી જય,’ ‘વંદે મારતરમ્‌’ એવી ઘોષણા તો ચાલુ હતી જ, પણ તેમાંય એક સાવચેતીનો સૂર હતો. ક્‍યાંક ઉત્‍સાહના અતિરેકમાં ગાફેલ ન થઈ જવાય એવી બીક હતી. પણ વિનાયકરાવ આવ્‍યા પછી બધાએ વિજયોત્‍સવ મનાવવાની અદમ્‍ય ઈચ્‍છાને મોકળો માર્ગ આપ્‍યો અને વાતાવરણ ભારત માતાના જયઘોષથી ગાજી ઉઠયું. વિનાયકરાવ વરસાદમાં પૂરા ભીંજાઈને આવ્‍યા હતા. તેમની આસપાસ બધા યુવાનો એકત્ર થઈ ગયા. છત્રપતિ શિવાજી મહારાજની જય, જય ભવાની જય શિવાજી એવી અનેક ઘોષણાઓ ગૂંજતી થઈ અને ભારતીય સ્‍વાતંત્ર્ય યુદ્ધના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાય તેવી ઘટનાની પળ આવી પહોંચી. ભારતની સ્‍વાતંત્ર્ય સંગ્રામ માલિકાનું એકમાત્ર સશષા યુદ્ધ વિજય સાથે સંપન્ન થયું હતું. લગભગ 185 વર્ષથી સિલ્‍વાસાના મુખ્‍યાલયની સામે ફરકતો રહેલો ધ્‍વજ નીચે ઉતારવામાં આવ્‍યો. શ્રી ધનાજી કરંબેળેએ એ ધ્‍વજ ઉતાર્યો. પ્રભાકર સિનારીએ તે જમીન પર નાખી તેના ઉપર નાચવાની શરૂઆત કરી. તે જોઈને પચીસ વર્ષના નવયુવાન બિંદુમાધવ જોષીએ કહ્યું, ‘અરે! આ ધ્‍વજને આમ કચડશો નહીં. આ આપણે જીતેલો ધ્‍વજ છે. આપણે માટે તેનું મૂલ્‍ય ઘણું વધારે છે.’ અનેક શતાબ્‍દીઓથી ગર્વપૂર્વક ફરકતો રહેલો અને ભારત સ્‍વતંત્ર થયા પછીપણ ભારત સરકારની નીતિને કારણે ઉતારી ન શકાયેલો પોર્ટુગીઝોનો ધ્‍વજ તે દિવસે નીચે આવ્‍યો. વિજયી યુવાનોએ રાષ્‍ટ્રગીતના ગાન સાથે ભારતનો રાષ્‍ટ્રધ્‍વજ એ સ્‍તંભ પર લહેરાવ્‍યો અને ભારતનો એક નાનો પણ પરતંત્ર રહેલો ભૂભાગ સ્‍વતંત્ર થયો. આ દેશભક્‍ત સાહસિક યુવાનોના કર્તૃત્‍વથી ભારતનું મસ્‍તક ઉન્નત થયું.
મુખ્‍યાલય સામેનો ધ્‍વજ ઉતારવાનું કાર્ય જેમ વિનાવિલંબે થયું તે જ રીતે મુખ્‍યાલયમાંની ડૉ. સાલાઝારની છબી પણ તરત જ ઉતારી લેવામાં આવી. એ સ્‍થાને કોઈ રાષ્‍ટ્રીય નેતાની છબી મૂકવાનો તેમનો વિચાર હતો. તે માટે મહાત્‍મા ગાંધી, પંડિત નહેરૂ એવા કોઈ નેતાના ફોટા માટેની શોધ શરૂ થઈ. પણ એમનો ફોટો ક્‍યાંય મળ્‍યો નહીં. એ પછી શ્રીરામ, શ્રીકૃષ્‍ણ એવા દેવતાઓની છબી શોધવાનો પ્રયત્‍ન શરૂ થયો. હિંદુ દેવી દેવતાઓના પૂજન પર નગર હવેલીમાં કાયદા દ્વારા બંધી લાદવામાં આવી હતી. વંદે માતરમ્‌ શબ્‍દ પર પણ પ્રતિબંધ હતો છતાં ભારતની અસ્‍મિતાનું અભિમાન ધરાવતા જે કોઈ પણ મળતા તે વંદેમાતરમ્‌ શબ્‍દ દ્વારા જ એકબીજાનું અભિવાદન કરતા એટલે ક્‍યાંયથી પણ જે કોઈ રાષ્‍ટ્રીય છબી મળે તે શોધવાની શરૂઆત થઈ. એક ઘરમાં એક નાટકના પુસ્‍તકના મુખપૃષ્‍ઠ પર ભગવાન શ્રીકૃષ્‍ણનું ચિત્ર મળ્‍યું અને નારાયણ સોંબળના ઘરમાંથી શિવાજી મહારાજનું ચિત્ર મળ્‍યું. તેબંને ફોટાને સાલાઝારના ફોટાને સ્‍થાને રાખવામાં આવ્‍યા અને તાત્‍કાલિક મળ્‍યા તે ફૂલોના હાર પહેરાવવામાં આવ્‍યા. આ ફોટા રાખવા પાછળની ભાવના આ બંને મહાપુરૂષો આપણા સ્‍વાતંત્ર્ય પ્રતિકો છે એટલી હતી પણ આヘર્ય એ વાતનું હતું કે તરત બીજે દિવસે ગોવા રેડિયો સ્‍ટેશન પરથી એવા સમાચાર પ્રસારિત થયા કે અમારા દેવતાઓનું અપમાન કરીને આ સ્‍વાતંત્ર્ય સૈનિકો પોતાના દેવી દેવતાઓનું પૂજન-અર્ચન કરતા હતા. આવી બાબતમાં પંડિત નહેરૂ તો પહેલેથી જ સંવેદનશીલ હતા. તેમણે તરત જ શ્રી મોરારજીભાઈ પાસે આ વિશે જવાબ માગ્‍યો અને વધુ તપાસ કરવાનો આદેશ આપ્‍યો એટલે નવી કોઈ સમસ્‍યા નિર્માણ ન થાય તે હેતુથી સ્‍વાતંત્ર્ય સૈનિકોએ પોતે જ તે ફોટા ઉતારી લીધા. આમ છતાં ત્‍યાંના પોર્ટુગીઝ તરફી લોકોએ તેમની માનસિકતા પ્રમાણે પંડિત નેહરુને પત્રો લખીને કે તાર દ્વારા સંદેશા મોકલીને એવી ફરિયાદ કરી કે ત્‍યાંના ચર્ચ અને ક્રોસને નુકસાન પહોંચાડાયું છે.

(ક્રમશઃ)

Related posts

ધરમપુર કોંગ્રેસમાં યાદવાસ્‍થળી : કલ્‍પેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ ટિકિટના પ્રબળ દાવેદાર બનતા પૂર્વ સાંસદ કિશન પટેલને વાંકુ પડયું

vartmanpravah

દાનહમાં તો વિદ્યુત નિગમ બની ચૂક્‍યું હતું, પણ.. દમણ-દીવનું વિદ્યુત વિભાગ તો સરકારી હોવા છતાં તેનું વેચાણ શક્‍ય ખરું?

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સેલવાસ મુલાકાત પહેલાં દાનહમાં ભાજપના મનોબળમાં વધારોઃ સેંકડો કાર્યકર્તાઓ સાથે આદિવાસી યુવા નેતા ધારાશાસ્રી સની ભીમરાએ બાંધેલી ભાજપની કંઠી

vartmanpravah

જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્વારા વણાકબારા ગ્રામ પંચાયત ખાતે ‘‘નન્‍હે હાથ કલમ કે સાથ” અંતર્ગત શાળાઓમાં અભ્‍યાસ કરતા કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને ચિલ્‍ડ્રન યુનિવર્સિટી ગુજરાતના સંયુક્‍ત ઉપક્રમે આયોજીત સેલવાસમાં‘ કલામૃતમ્‌’ સમર કેમ્‍પનું બાળકોની ઉત્‍કૃષ્‍ટ કલા પ્રસ્‍તૂતિ સાથે કરાયેલું સમાપન

vartmanpravah

દેહરી પંચાયતે એમ્‍બ્‍યુલન્‍સની ઉપલબ્‍ધ કરેલી સુવિધા અને પીવાના શુદ્ધ પાણી માટે આર ઓ પ્‍લાન્‍ટની કામગીરીનું કરેલું ખાતમુહૂર્ત : દેહરીવાસીઓમાં આનંદની લાગણી

vartmanpravah

Leave a Comment