October 2, 2023
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

માનવ-કેન્‍દ્રિત વૈશ્વિકરણ સૌને સાથે લઈને, જી20ને અંતિમ છેડા સુધી લઈ જવાનો પ્રયાસ – નરેન્‍દ્રમોદી

  • ટેકનોલોજી પરિવર્તનશીલ છે પરંતુ તેને સમાવિષ્ટ બનાવવાની પણ જરૂર છે. ભૂતકાળમાં, તકનીકી-ગતિના ફાયદાઓથી સમાજના તમામ વર્ગોને સમાન રૂપે ફાયદો થયો નથી. ભારતે છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન દર્શાવ્‍યું છેકે કઈ રીતે ટેક્‍નોલૉજીનો ઉપયોગ અસમાનતાઓને વધારવાને બદલે અસમાનતાઓને ઘટાડવા સુધી કરી શકાય છે

  • ભારત સૌથી ઝડપથી વિકસતુ ંમોટુ ંઅર્થતંત્ર છે એ કોઈ અકસ્‍માત નથી. આપણાસરળ, માપનીય અને સ્‍થાયી સમાધાનોએ નબળા અને વંચિતોને આપણી વિકાસગાથાનું નેતૃત્‍વ કરવા માટે સશક્‍ત બનાવ્‍યા છે. અંતરિક્ષથી લઈને રમત-ગમત, અર્થવ્‍યવસ્‍થાથી લઈને ઉદ્યોગસાહસિકતા સુધી, ભારતીય મહિલાઓએ વિવિધ ક્ષેત્રોમાં આગેવાની લીધી છે. તેઓએ આ ગાથાને મહિલાઓના વિકાસમાંથી મહિલા-સંચાલિત વિકાસ તરફ વાળી છે. આપણી જી-20 પ્રેસિડેન્‍સી જેન્‍ડર ડિજિટલ વિભાજનને દૂર કરવા, શ્રમ બળની ભાગીદારીના અંતરને ઘટાડવા અને નેતૃત્‍વ અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહિલાઓ માટે મોટી ભૂમિકાને સક્ષમ બનાવવા પર કામ કરી રહી છે

‘‘વસુધૈવકુટુંબકમ” – આ બે શબ્‍દો ઊંડી ફિલસૂફીને રજૂ કરે છે. તેના ેઅર્થ એ છે કે ‘વિશ્વ એક પરિવાર છે.’ આ એક સર્વગ્રાહી દૃષ્ટિકોણ છે, જ ેઆપણન ેસરહદો, ભાષાઓ અને વિચારધારાઓને ઓળંગીને એક સાર્વત્રિક પરિવાર તરીકે પ્રગતિ કરવા માટે પ્રોત્‍સાહિત કરે છે. ભારતના જી-20ના પ્રમુખ પદ દરમિયાન આ બાબતને માનવ-કેન્‍દ્રિત પ્રગતિની હાકલમાં પરિવર્તિત કરવામાં આવી છે. એક પૃથ્‍વી તરીકે, આપણે આપણા ગ્રહને પોષવા માટે એકસાથે આવી રહ્યા છીએ. એક પરિવાર તરીકે, આપણે વિકાસની શોધમાં એકબીજાને ટેકો આપીએ છીએ. અને આપણે સાથે મળીને સહિયારા ભવિષ્‍ય – એક ભવિષ્‍ય તરફ આગળ વધીએ છીએ, જે એકબીજા સાથે જોડાયેલા આ સમયમાં નિર્વિવાદ સત્‍ય છે.
મહામારી પછીની વિશ્વવ્‍યવસ્‍થા તેની પહેલાંની દુનિયાથી ખૂબ જ અલગ છે. તેમાં ત્રણ મહત્‍વના ફેરફારો છે.
પહેલું, એ અનુભૂતિ વધી રહી છે કે વિશ્વના જીડીપી-કેન્‍દ્રિત દૃષ્ટિકોણથી દૂર માનવ-કેન્‍દ્રિત દૃષ્ટિકોણ તરફ સ્‍થળાંતર કરવાની જરૂર છે.
બીજું, વિશ્વ વૈશ્વિક પુરવઠા શ્રુંખલામાં સ્‍થિતિ સ્‍થાપકતા અને વિશ્વસનીયતાના મહત્‍વને ઓળખી રહ્યું છે.
ત્રીજું, વૈશ્વિક સંસ્‍થાઓમાં સુધારા મારફતે બહુપક્ષીય વાદને પ્રોત્‍સાહન આપવા માટે સામૂહિક હાકલ કરવામાં આવી છે.
આપણી જી -20 પ્રેસિડેન્‍સીએ આ બદલાવમાં ઉત્‍પ્રેરકની ભૂમિકા ભજવી છે.
ડિસેમ્‍બર 2022માં, જ્‍યારે આપણે ઇન્‍ડોનેશિયા પાસેથી પ્રમુખ પદ સંભાળ્‍યું, ત્‍યારે મેં લખ્‍યું હતું કે જી-20 દ્વારા માનસિકતામાં પરિવર્તન લાવવું આવશ્‍યક છે. વિકાસશીલદેશો, ગ્‍લોબલ સાઉથ અને આફ્રિકાની હાંસિયામાં ધકેલાઈ ગયેલી આકાંક્ષાઓને મુખ્‍ય પ્રવાહમાં લાવવાના સંદર્ભમાં આની ખાસ જરૂર હતી.
ધ વોઇસ ઑફ ગ્‍લોબલ સાઉથ સમિટ, જેમાં 125 દેશોની ભાગીદારી જોવા મળીહતી, તે આપણી પ્રેસિડેન્‍સી હેઠળની મુખ્‍ય પહેલોમાંની એક હતી. ગ્‍લોબલ સાઉથમાંથી ઇનપુટ્‍સ અને વિચારો એકત્રિત કરવાની આ એક મહત્‍વપૂર્ણ કવાયત હતી. તદુપરાંત, આપણી પ્રેસિડેન્‍સીએ માત્ર આફ્રિકન દેશોની અત્‍યાર સુધીની સૌથી મોટી ભાગીદારી જ જોઈ નથી, પરંતુ જી-20ના કાયમી સભ્‍ય તરીકે આફ્રિકન યુનિયનને સમાવિષ્ટ કરવા માટે પણ આગ્રહ કર્યો છે.
એકબીજા સાથે જોડાયેલા વિશ્વનો અર્થ એ છે કે ડોમેન્‍સમાંના આપણા પડકારો એકબીજા સાથે જોડાયેલા છે. આ વર્ષ 2030ના એજન્‍ડાનું મધ્‍ય-માર્ગીય વર્ષ છે અને ઘણા લોકો ખૂબજ ચિંતા સાથે નોંધે છે કે એસડીજી પર પ્રગતિ પાટા પરથી ઉતરી ગઈ છે. એસડીજી પર પ્રગતિને વેગ આપવા પર જી-202023 એક્‍શન પ્‍લાન એસડીજીના અમલીકરણ તરફ જી-20ની ભાવિ દિશા તરફ દોરી જશે.
ભારતમાં, પ્રાચીન સમયથી પ્રકળતિ સાથે સુમેળમાં રહેવું એ એક સામાન્‍ય બાબત છે અને આધુનિક સમયમાં પણ આપણે આબોહવાની કામગીરીમાં આપણો ફાળો આપી રહ્યા છીએ.
ગ્‍લોબલ સાઉથના ઘણા દેશો વિકાસના વિવિધ તબક્કે છે અને ક્‍લાઈમેટ એક્‍શન એ પૂરક શોધ હોવી આવશ્‍યક છે. ક્‍લાઈમેટ એક્‍શન માટેની મહત્‍વાકાંક્ષાઓ આબોહવાના નાણાં અને તકનીકી સ્‍થાનાંતરણ પરની ક્રિયાઓ સાથે મેળ ખાતી હોવી જોઈએ.
અમારુંમાનવું છે કે આબોહવા પરિવર્તન સામે લડવા માટે શું કરી શકાય તેના પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવા કરતાં વધુ રચનાત્‍મક વલણ તરફ, શું ન કરવું જોઈએ તેના સંપૂર્ણ પ્રતિબંધિત વલણથી દૂર જવાની જરૂર છે.
ટકાઉ અને સ્‍થિતિસ્‍થાપક બ્‍લુ ઈકોનોમી માટે ચેન્નાઈ એચ.એલ.પી. આપણા મહાસાગરોને સ્‍વસ્‍થ રાખવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરે છે.
સ્‍વચ્‍છ અને હરિયાળા હાઈડ્રોજન માટે એક વૈશ્વિક ઈકોસિસ્‍ટમ આપણા પ્રમુખપદેથી ઊભરી આવશે અને તેની સાથે ગ્રીન હાઈડ્રોજન ઈનોવેશન સેન્‍ટર પણ ઊભું થશે.
વર્ષ 2015માં અમે આંતરરાષ્‍ટ્રીય સૌર ગઠબંધનનો શુભારંભ કર્યો હતો. હવે, ગ્‍લોબલ બાયોફયુઅલ્‍સએ લાયન્‍સ મારફતે, અમે સર્ક્‍યુલર ઈકોનોમીના ફાયદાઓને અનુરૂપ ઊર્જા સંક્રમણને સક્ષમ બનાવવા માટે વિશ્વને ટેકો આપીશું.
ક્‍લાઈમેટ એક્‍શનનું લોકશાહીકરણ એ ચળવળને વેગ આપવાનો શ્રેષ્ઠ માર્ગ છે. જે રીતે વ્‍યક્‍તિઓ તેમના લાંબાગાળાના આરોગ્‍યને આધારે દૈનિક નિર્ણયો લે છે, તેવીજ રીતે તેઓ ગ્રહના લાંબા ગાળાના આરોગ્‍ય પરની અસરના આધારે જીવનશૈલીના નિર્ણયો લઈ શકે છે. જે રીતે યોગ સુખાકારી માટેનું વૈશ્વિક જનઆંદોલન બન્‍યું છે, તેજ રીતે અમે જીવનશૈલી માટે સાતત્‍યપૂર્ણ પર્યાવરણ (ન્‍શજ્‍ચ્‍) સાથે પણ વિશ્વને ઢંઢોળ્‍યું છે.
આબોહવામાં પરિવર્તનનીઅસરને કારણે, ખોરાક અને પોષક તત્ત્વોની સુરક્ષાની ખાતરી કરવી મહત્‍વપૂર્ણ રહેશે. બાજરી, અથવા શ્રીઅન્ન, આબોહવા-સ્‍માર્ટ કળષિને પ્રોત્‍સાહન આપવાની સાથે સાથે આમાં મદદ કરી શકે છે. આંતરરાષ્‍ટ્રીય બાજરી વર્ષમાં અમે બાજરીને ગ્‍લોબલ પેલેટ્‍સ સુધી લઈ ગયા છીએ. ખાદ્ય સુરક્ષા અને પોષણ અંગેના ડેક્કન ઉચ્‍ચસ્‍તરીય સિદ્ધાંતો પણ આ દિશામાં મદદરૂપ થાય છે.
ટેક્‍નોલોજી પરિવર્તનશીલ છે પરંતુ તેને સમાવિષ્ટ બનાવવાની પણ જરૂર છે. ભૂતકાળમાં, તકનીકી પ્રગતિના ફાયદાઓથી સમાજના તમામ વર્ગોને સમાન રૂપે ફાયદો થયો નથી. ભારતે છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન દર્શાવ્‍યું છે કે કઈ રીતે ટેક્‍નોલૉજીનો ઉપયોગ અસમાનતાઓને વધારવાને બદલે અસમાનતાઓને ઘટાડવા સુધી કરી શકાય છે.
ઉદાહરણ તરીકે, સમગ્ર વિશ્વમાં જે અબજો લોકો બેંક થી વંચિત છે, અથવા ડિજિટલ ઓળખનો અભાવ ધરાવે છે, તેમને ડિજિટલ પબ્‍લિક ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર (ડીપીઆઇ) દ્વારા નાણાંકીય રીતે સામેલ કરી શકાય છે. અમારા ડીપીઆઈનો ઉપયોગ કરીને અમે જે ઉકેલો બનાવ્‍યાં છે તેને હવે વૈશ્વિક સ્‍તરે માન્‍યતા પ્રાપ્ત થઈ છે. હવે, જી-20 મારફતે અમે વિકાસશીલ દેશોને સર્વસમાવેશક વળદ્ધિની શક્‍તિને અનલૉક કરવા માટે ડીપીઆઈને અનુકૂળ, નિર્માણ અને સ્‍કેલ કરવામાં મદદ કરીશું.
ભારતસૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે એ કોઈ અકસ્‍માત નથી. આપણા સરળ, માપનીય અને સ્‍થાયી સમાધાનોએ નબળા અને વંચિતોને આપણી વિકાસગાથાનું નેતૃત્‍વ કરવા માટે સશક્‍ત બનાવ્‍યા છે. અંતરિક્ષથી લઈને રમત-ગમત, અર્થવ્‍યવસ્‍થાથી લઈને ઉદ્યોગ સાહસિકતા સુધી, ભારતીય મહિલાઓએ વિવિધ ક્ષેત્રોમાં આગેવાની લીધી છે. તેઓએ આ ગાથાને મહિલાઓના વિકાસમાંથી મહિલા-સંચાલિત વિકાસ તરફ વાળી છે. આપણી જી-20 પ્રેસિડેન્‍સી જેન્‍ડર ડિજિટલ વિભાજનને દૂર કરવા, શ્રમ બળની ભાગીદારીના અંતરને ઘટાડવા અને નેતૃત્‍વ અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહિલાઓ માટે મોટી ભૂમિકાને સક્ષમ બનાવવા પર કામ કરી રહી છે.
ભારત માટે, જી-20 પ્રેસિડેન્‍સીએ માત્ર ઉચ્‍ચ-સ્‍તરીય રાજદ્વારી પ્રયાસ નથી. લોકશાહીની જનેતા અને વિવિધતાના એક મોડેલ તરીકે, અમે આ અનુભવના દરવાજા વિશ્વ માટે ખોલ્‍યા છે.
આજે, વસ્‍તુઓને મોટાપાયે પૂર્ણ કરવી એ એક ગુણવત્તા છે જે ભારત સાથે સંકળાયેલી છે. જી-20 પ્રેસિડેન્‍સી પણ તેમાં અપવાદ નથી. તે જન આધારિત આંદોલન બની છે. આપણા દેશના ખૂણેખૂણાના 60 ભારતીય શહેરોમાં 200થી વધુ બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં આપણી મુદ્દત પૂરી થાય ત્‍યાં સુધીમાં 125 દેશોના લગભગ 1,00,000પ્રતિનિધિઓની યજમાની કરવામાં આવશે. કોઈપણ પ્રેસિડન્‍સીએ આટલા વિશાળ અને વૈવિધ્‍યસભર ભૌગોલિક વિસ્‍તારને ક્‍યારેય આવરી લીધો નથી.
ભારતની જનસંખ્‍યા, લોકતંત્ર, વિવિધતા અને વિકાસ વિશે કોઈ બીજા પાસેથી સાંભળવું એક વાત છે. તેમનો પ્‍રત્‍યક્ષ અનુભવ કરવોએ તદ્દન જુદું જ છે. મને વિશ્વાસ છે કે આપણા જી-20 પ્રતિનિધિઓ આ માટે ખાતરી આપશે.
આપણું જી-20 પ્રેસિડેન્‍સી મતભેદો દૂર કરવા, અવરોધો દૂર કરવા અને સહયોગનાં બીજ રોપવાનો પ્રયાસ કરે છે, જે એવા વિશ્વને પોષણ આપે છે, જ્‍યાં વિસંવાદિતા પર એકતા પ્રવર્તે છે, જ્‍યાં વહેંચાયેલ નિયતિ એકલતાને ગ્રહણ કરે છે. જી-20ના પ્રમુખ તરીકે, અમે વૈશ્વિક ટેબલને વિશાળ બનાવવાનું વચન આપ્‍યુંહતું, જેથી દરેક અવાજ સાંભળવામાં આવે અને દરેક દેશ ફાળો આપે. હું સકારાત્‍મક છું કે આપણે આપણી પ્રતિજ્ઞાને ક્રિયાઓ અને પરિણામો સાથે સરખાવી છે.

Related posts

દીવની વાત્‍સલ્‍ય સંસ્‍થામાં ‘‘રાષ્‍ટ્રીય મનોદિવ્‍યાંગ દિન”ની સાદગી પૂર્વક ઉજવણી કરાઈ

vartmanpravah

મતદાન જાગળતિ માટે જિલ્લાની શાળાઓમાં રંગોળી-મહેંદી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

પ્રદેશ લઘુમતી મોરચાની દમણ ખાતે યોજાયેલી બેઠક : લઘુમતી મોરચાના પ્રદેશ પ્રભારી યુનુસ તલતે આપેલું સંગઠનાત્‍મક માર્ગદર્શન

vartmanpravah

દાનહમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

‘ઈ-મેઘ સિસ્ટમ’ વલસાડ શહેર માટે આશીર્વાદરૂપ

vartmanpravah

હિંમતનગરના આકોદરા ગામે આવેલ પરફેક્‍ટ સ્‍કૂલનો રૂા. 3,33,060 બાકી નીકળતો વેરો ભરપાઈ કરવા તલાટીએ નોટિસ પાઠવી

vartmanpravah

Leave a Comment