Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કરજગામની પ્રજાએ જીપીસીબી કચેરીનો કરેલો ઘેરાવ

લાંબા સમયથી બોરિંગોમાં પ્રદૂષિત પાણી બહાર આવતા ત્રસ્‍ત થયેલી પ્રજાએ સરપંચ કમલેશ પટેલ, સ્‍થાનિક અગ્રણી મિતેશ પટેલની આગેવાની હેઠળ સેંકડો ગ્રામજનોએ જીપીસીપી કચેરીને ઘેરાવ કરી ઠાલવેલો આક્રોશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.04: સરીગામ જીઆઈડીસીની લગોલગ આવેલ કરજગામની પ્રજાએ આજરોજ જીપીસીબી કચેરીને ફરજ પ્રત્‍યે ભાન કરાવવા ઘેરાવ કરી આક્રોશ પૂર્વક રજૂઆત કરી હતી. કરજગામ સહિત આજુબાજુના ગામડાઓની બોરિંગોમાં પ્રદૂષિત પાણી બહાર આવી રહ્યું છે. પ્રદૂષણ ઓકતા એકમોની રખેવાળી કરતા અગ્રણી ઉદ્યોગપતિઓના ઈશારે કામ કરતા જીપીસીબીના અધિકારીઓ પ્રદૂષણને અંકુશ કરવામાં સદંતર નિષ્‍ફળ છે અને આ બૂમરાણ લાંબા સમયથી ચાલી રહી છે. આજરોજ કરજ ગામ પંચાયતના સરપંચ શ્રી કમલેશભાઈ પટેલ, યુવા શક્‍તિ સંગઠનના પ્રમુખ અને એડવોકેટ શ્રી મિતેશભાઈ પટેલ, અગ્રણીશ્રી વિપુલ ભયોર સહિત સેંકડો ગ્રામજનો એકત્રિત થઈ જીપીસીપી કચેરીએ ધસી ગયા હતાઅને બોરિંગોમાંથી નીકળતા લાલ કલરના પ્રદૂષિત પાણીના આઠ થી દસ વાઈટ કેન ભરીને જીપીસીબીના પ્રાદેશિક અધિકારી શ્રી એ ઓ ત્રિવેદી સમક્ષ પ્રદર્શિત કરી ઉગ્ર રજૂઆત કરી હતી. આ ઘટનાને પગલે પોલીસ સ્‍ટાફ પણ કચેરીએ ધસી આવ્‍યો હતો. તેમજ એસઆઈએના પ્રમુખ શ્રી કમલેશભાઈ ભટ્ટને જીપીસીબી અધિકારીએ બોલાવતા કચેરીએ આવી ગ્રામજનો અને અધિકારીઓ વચ્‍ચે શાંતિ જળવાઈ રહે એવો પ્રયાસ કરતા જોવા મળ્‍યા હતા. રજૂઆત સમયે પ્રાદેશિક અધિકારી એસ.આઈ.એ.ના માર્ગદર્શન હેઠળ ચાલતી હોય એવી ચર્ચા જોવા મળી હતી.
અત્રે નોંધનીય છે કે, સરીગામ જીઆઈડીસી અને ગામડાઓમાં કાર્યરત એકમોને પીઠબળ મળી રહેતું હોવાથી હવા અને જળ પ્રદૂષણ બેકાબુ છે. અગ્રણીઓની રજૂઆતોને દર કિનાર કરવામાં આવી રહી છે જેથી પરિસ્‍થિતિ ગંભીર બની જવા પામી છે. કરજગામ વાસીઓને હાલમાં શુદ્ધ પીવાના પાણીની વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા ન હોવાથી આ પ્રકારનું પ્રદૂષિત પાણી પીવા મજબૂર છે જે ગંભીર બીમારીને આમંત્રિત કરી શકે એની શકયતા નકારાતી નથી. આજરોજ ગ્રામજનોએ ઠાલવેલો આક્રોશનુ નિરાકરણ લાવવું જરૂરી છે નહીં તો નજીકના ભવિષ્‍યમાં ઉગ્ર સ્‍વરૂપ ધારણ કરે એવા સંકેત મળી રહ્યા છે. આ પ્રકારની પરિસ્‍થિતિની ફરિયાદ સરીગામ, માંડા, પુનાટ,અણગામ, ડેહલીના ગ્રામજનોમાંથી વારંવાર પ્રકાશમાં આવી રહી છે. એની રજૂઆત પણ જીપીસીબીને વારંવાર કરવામાં આવી રહી છે. જે સામે જવાબદાર વિભાગને પગલાં ભરવામાં મળી રહેલી નિષ્‍ફળતા આવનારા દિવસોમાં ગંભીર પરિસ્‍થિતિનું નિર્માણ કરી શકે એવા અણસાર દેખાઈ રહ્યા છે. આમ આ ગંભીર મુદ્દા સામે સામૂહિક રીતે લડાઈ લડવાની જરૂરત જણાય રહી છે.

Related posts

વ્‍યાજખોરો પ્રત્‍યે વધુ સતર્ક બનતી પારડી પોલીસ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિર્દેશ અને માર્ગદર્શન મુજબ થ્રીડીમાં જેનરિક મેડિસિનને પ્રોત્‍સાહન આપવા દરેક ખાનગી દવા વિક્રેતાઓ સાથે આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે કરેલી બેઠક

vartmanpravah

દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓના કલ્‍યાણ અંગેના પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

વાપીમાં બે દિવસીય સામુહિક સફાઈનું અભિયાન નગરપાલિકા દ્વારા હાથ ધરાયું

vartmanpravah

પોર્ટુગીઝ આક્રમણનું સ્‍વરૂપ અને તત્ત્વજ્ઞાન

vartmanpravah

દમણની સુપ્રસિદ્ધ શેમફોર્ડ ફયુચર્સ્‍ટિક્‍સ સ્‍કૂલમાં ડોક્‍ટર્સ ડેની કરવામાં આવેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

Leave a Comment