September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરા આસારામ આશ્રમમાં સમર વિદ્યાર્થી શિબિર યોજાઈ

ચાર દિવસથી ચાલી રહેલી શિબિરમાં બાળકોને આધ્‍યાત્‍મિક જ્ઞાન અપાઈ રહ્યું છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપી ડુંગરામાં આવેલ આસારામ બાપુ આશ્રમમાં છેલ્લા ચાર દિવસથી બાળકો માટે સમર આધ્‍યાત્‍મિક શિબિર ચાલી રહી છે. જેમાં 500 ઉપરાંત બાળકો ભાગ લઈ રહ્યા છે.
પ્રતિ વર્ષની જેમ આવર્ષે પણ ડુંગરા આસારામ આશ્રમમાં બાળકો માટે આધ્‍યાત્‍મિક શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે. તા.10મેથી 14મે સુધીની પાંચ દિવસીય શિબિરમાં વાપી, સેલવાસ, દમણ અને આજુબાજુથી 500 ઉપરાંત બાળકોએ શિબિરમાં ભાગ લીધો છે. નિયમિત શિબિરમાં પુનમબેન અને અનુરાધાબેન દ્વારા ભારતીય ઋષિ પરંપરા રામાયણ-મહાભારતના વિવિધ પ્રસંગો દ્વારા બાળકોને આધ્‍યાત્‍મિક માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન મુકેશભાઈ અને તેમની ટીમે સુપેરે પાર પાડયુ હતું. બાળકોને સાથે સાથે મનગમતી પ્રવૃત્તિ રમતોનું પણ શિબિરમાં આયોજન કરાયેલું હોવાથી બાળકો ખુશહાલીથી શિબિરમાં રસતરબોળ બન્‍યા હતા.

Related posts

ચૂંટણી વિભાગ દ્વારા 1.25 કરોડ રોકડા અને 11 લાખનો દારૂ જપ્ત કરાયો

vartmanpravah

સંઘપ્રદેશમાં ભાજપ કોંગ્રેસ શિવસેના કે અપક્ષો સહિત તમામ રાજકીય-જૂથો પાસે નથી કોઈ એજન્‍ડા કે વિકાસની દીર્ઘદૃષ્‍ટિ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન બે ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યો

vartmanpravah

પ્રદેશમાં જ્‍યાં પણ કચરો દેખાય તેની તસવીર સ્‍વચ્‍છતા એપ ઉપર અપલોડ કરવા પંચાયતી રાજ સચિવે કરેલી હાકલ

vartmanpravah

વલસાડ જિલ્લામાં અનંત ચૌદશ ગણેશ ઉત્‍સવના છેલ્લા દિવસે હજારો શ્રીજી મૂર્તિઓનું ભાવિકોએ ભાવપૂર્વક વિસર્જન યાત્રા યોજી

vartmanpravah

વાપી ટાઉન પોલીસની પ્રોહિબિશન ગુનાની વોન્‍ટેડ મહિલા આરોપી સુરત પોલીસે ઝડપી લીધી

vartmanpravah

Leave a Comment