Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સીબીએસઈ દ્વારા લેવાયેલ પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલનું ધોરણ 12નું 98.6 ટકા આવેલું પરિણામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12: સીબીએસઈ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્‍યું હતું. જેમાં સેલવાસની લાયન્‍સ ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલના વિદ્યાર્થીઓનું પરિણામ શાળાને ખૂબ જ ગૌરવ અપાવે તેવું રહેવા પામ્‍યું છે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું 98.6% આવ્‍યું છે. જેમાં પાર્થ ગોયલ 96.20% સાથે પ્રથમ, નીતિનકુમાર એસ 95% સાથે દ્વિતીય અને આશુતોષચંદ સિંઘ 94.4% સાથે ત્રીજું સ્‍થાન મેળવ્‍યું હતું.
કોમર્સના વિદ્યાર્થીઓનું પણ 88.32% પરિણામ જાહેર થયું. જેમાં પ્રથમ ક્રમે ઈશાન નાયક 93.2%, દ્વિતીય ક્રમે સર્ફરાજ પરમાર 91.8% અને તૃતીય ક્રમે આવેલા ગૌતમ ભાનુશાલીએ 91.6% પ્રાપ્ત કર્યા હતા. આ ગૌરવાન્‍વિત દિને શાળાના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણે તથા વાઇસ ચેરમેન શ્રી એ.ડી.નિકમે અને તમામ ટ્રસ્‍ટીઓએ આનંદિત થઈ શિક્ષિકો તથા વિદ્યાર્થીઓની અથાકમહેનત માટે પ્રશંસા કરી હતી અને તેમના ઉજ્જવળ ભવિષ્‍ય માટે શુભકામનાઓ પાઠવી.
શાળાના પ્રભારી આચાર્યા શ્રીમતી નિરાલી પારેખે પણ વિદ્યાર્થીઓને શુભકામના આપી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના હકારાત્‍મક અને સંવેદનશીલ અભિગમથી પ્રભાવિત બનેલા દાનહ જિ.પં.ના સભ્‍યો

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા સંવિધાન દિવસના ઉપલક્ષમાં ભારતના બંધારણની પ્રસ્‍તાવનાનું કરાયેલું વાંચન

vartmanpravah

પારડીના કીકરલા ખાતે મળેલ લાશનો કલાકોમાં જ ભેદ ઉકેલથી પારડી પોલીસ: પુત્ર એ જ પિતાની કરી હતી હત્‍યા

vartmanpravah

સમરોલી ગામે મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ઉતરાવી બે ઠગ ફરાર થઈ ગયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવ અંતર્ગત કલેક્‍ટરના અધ્‍યક્ષ સ્‍થાને મળેલી બેઠક

vartmanpravah

યુક્રેનમાં રહેતા ભારતીયો માટે ભારત સરકારે ૨૪ કલાકની હેલ્‍પલાઇન શરૂ કરી

vartmanpravah

Leave a Comment