January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ ન.પા.ના પ્રમુખ અસ્‍પી દમણિયા અને ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિની પહેલથી એસ.બી.આઈ. નાની દમણથી જેટી સુધીના વોર્ડ નં.5ના રોડના પેચવર્કનું કામ પૂર્ણઃ ગણપતિ મહોત્‍સવની ઉજવણી માટે મોટી રાહત

દમણ ન.પા.ના પ્રમુખ અસ્‍પી દમણિયા અને ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિએ પોતાના કાર્યકાળના 100 દિવસમાં શહેરની સમસ્‍યાના નિરાકરણ માટે અંગત રસ લઈ બતાવેલી પોતાની કાર્યનિષ્‍ઠા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11: દમણ નગરપાલિકાની વર્તમાન ચૂંટાયેલી પાંખે પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા અને ઉપ પ્રમુખ શ્રીમતી રશ્‍મિબેન હળપતિના નેતૃત્‍વમાં રોડના પેચવર્ક સહિતના કામોને અગ્રતા અપાતા લોકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.
દમણ નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા અને ઉપ પ્રમુખ શ્રીમતી રશ્‍મિબેન હળપતિએ 26મી મે, 2023ના રોજ પોતાના અખત્‍યાર સંભાળેલાના માંડ 100 દિવસમાં શહેરમાં થતાં અનેક કામોમાં પોતાની હાજરી પુરાવી પાલિકા જીવંત હોવાનો અહેસાસ કરાવ્‍યો છે.
આજે દમણ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાથી લઈ જેટી સુધીના રોડના પેચવર્કનું કામ કરાવાતા ગણપતિ મહોત્‍સવની ઉજવણી માટે મોટી રાહત થવા પામી છે. આ કામમાં દમણ નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા અને ઉપ પ્રમુખ શ્રીમતીરશ્‍મિબેન હળપતિની સાથે પાલિકાના ચીફ ઓફિસર શ્રી સંજામ સિંઘનો પણ મહત્‍વનો ફાળો રહ્યો હતો. આ પેચવર્ક થવાથી આજુબાજુ વિસ્‍તારના રહીશો તથા પ્રવાસીઓ માટે પણ રોડની અનુラકૂળતા વધવા પામી છે.

Related posts

પારડીના અનેક મંડળોએ નવ દિવસ બાદ બાપ્‍પાને આપી વિદાય: સમગ્ર પારડી નગર ગણેશ વિસર્જનના રંગે રગાયું

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ અને ખેલ સચિવ અંકિતા આનંદે દીવ ખાતે પદ્મભૂષણ સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષનું કરેલુંનિરીક્ષણ

vartmanpravah

ધરમપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પૌત્રનું તાન નદીમાં ડૂબી જતા કરુણ મોત

vartmanpravah

આજે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસી સમાજના સહયોગથી સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં થનારી ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી

vartmanpravah

સંઘના સ્‍થાપના દિવસના ઉપલક્ષમાં આયોજીત વિજયા દશમી શષા પૂજન કાર્યક્રમ

vartmanpravah

ધરમપુર આરએસએસદ્વારા વિજયાદશમી ઉત્‍સવ નિમિત્તે નગરમાં પથ સંચલન યોજાયું

vartmanpravah

Leave a Comment