Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

પોર્ટુગલ હવે કાયદાને આધાર બનાવીને ભારતને લડત આપવા માગતું હતું

(…ગતાંકથી ચાલુ)
આંતરરાષ્‍ટ્રીય ન્‍યાયાલયની પાર્શ્વભૂમિ
આંતરરાષ્‍ટ્રીય ન્‍યાયાલયમાં જવા પાછળ પોર્ટુગલના બે હેતુ હતા. એક તો અનેક રીતે આ વિષયની ચર્ચા ઉભી કરીને સમગ્ર વિશ્વમાંથી પ્રતિસાદ મેળળવો અને બીજું યેન કેન પ્રકારણે પોતે જે ગુમાવ્‍યું છે તે પાછું મેળવવું. આ હેતુથી પોર્ટુગલ હવે કાયદાને આધાર બનાવીને ભારતને લડત આપવા માગતું હતું. તે માટે તેણે જે આંતરરાષ્‍ટ્રીય ન્‍યાયાલયનો દરવાજો ખટખટાવ્‍યો હતો તેની સ્‍થાપના 26 જૂન 1945ના દિવસે થઈ હતી. યુનોના બંધારણના 14મા વિભાગની 92 અને 96મી કલમના આધારેઆંરરાષ્‍ટ્રીય ન્‍યાયાલય સ્‍થપાયું હતું. એ બંધારણની કલમ 93માં એવો સ્‍પષ્‍ટ ઉલ્લેખ થયેલો છે કે યુનો સંગઠનના બધા સભ્‍ય રાષ્‍ટ્રો આંતરરાષ્‍ટ્રીય ન્‍યાયાલયના પદસિદ્ધ સભ્‍ય બનશે. જો કે આ ન્‍યાયલયનો ન્‍યાય આપવાનો અધિકાર ન હતો. તેથી એનો ચુકાદો કોઈને માટે બંધનકર્તા પણ ન હતો. વળી આ ન્‍યાયાલયનો ચુકાદો ન્‍યાય ન લાગે તો ન્‍યાય મેળવવા માટે અન્‍ય એક સ્‍થાન હતું યુનોની સુરક્ષા પરિષદ.
આ આંતરરાષ્‍ટ્રીય ન્‍યાયાલયની કક્ષા ઘણી વ્‍યાપક હતી. તેમાં કુલ પંદર દેશોમાંથી એક એમ પંદર ન્‍યાયમૂર્તિઓની નિમણૂક હતી. તેમનો કાર્યકાળ નવ વર્ષનો રહેતો. એક જ દેશના એક સાથે બે ન્‍યાયમૂર્તિ ન રહે તે વાતનું ખાસ ધ્‍યાન રાખવામાં આવતું. ન્‍યાયલયના કામમાં એકસૂત્રતા જળવાઈ રહે તે માટે દર ત્રણ વર્ષે પાંચ ન્‍યાયમૂર્તિઓ નિવૃત્ત થાય અને તેમને સ્‍થાને નવા પાંચ આવી શકે એવી વ્‍યવસ્‍થા હતી. આ પંદર ન્‍યાયમૂર્તિઓ ઉપરાંત બે ન્‍યાયમૂર્તિઓ કામચલાઉ સ્‍વરૂપના રહેતા. જે શોનો મુકદમો આ ન્‍યાયાલયમાં ચાલતો હોય તે દેશોને પ્રતિનિધિત્‍વ મળી રહે તે માટે આ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. દાદરા નગર હવેલીના વિવાદ માટે ભારતીય પ્રજાસત્તાક તરફથી મુંબઈ ઉચ્‍ચ ન્‍યાયાલયના મુખ્‍ય ન્‍યાયમૂર્તિ શ્રી એમ.સી.ચાગલા તથા પોર્ટુગીઝ સરકાર તરફથી ડૉ. મૃણાલ ફરનાન્‍ડિઝની નિમણૂકથઈ હતી.
એ સમયે પંડિત નેહરુના મંત્રીમંડળમાં શ્રી કૃષ્‍ણમેનન ખાતા વિનાના મંત્રી હતા. તેમનો વિચાર હતો કે કેન્‍દ્રિય મંત્રીના અધિકારની રૂએ હેગ ન્‍યાયાલયમાં ભારતનો પક્ષ રજૂ કરવાની જવાબદારી તેમના ભાગે આવે. તેથી લંડનની એક મુલાકાત દરમિયાન તેમણે બ્રિટનના નિવૃત્ત એટર્ની જનરલ સર ફ્રેંક સોસ્‍કી અને ઑક્‍સફર્ડ વિદ્યાપીઠના પ્રાધ્‍યાપક વૉલડૉકને હેગ ન્‍યાયાલયમાં ભારત વતી મુકદ્દમો માંડવાની દરખાસ્‍ત કરી. પરંતુ એના જવાબમાં શ્રી મેનને લખેલા પત્રમાં તેમણે કહ્યું કે આ પ્રકરણમાં ભારતનો પક્ષ ભારતના જ એટર્ની જનરલે રજૂ કરવો જોઈએ. ભારત જેવા વિશાળ દેશનું પ્રતિનિધિત્‍વ એટર્ની જનરલ સિવાયની અન્‍ય કોઈ વ્‍યક્‍તિએ કરવું યોગ્‍ય નહીં ગણાય. શ્રી સોસ્‍કીની આ સલાહને પરિણામે ભારતના એટર્ની જનરલ શ્રી એમ.સી. સેતલવાડે ભારતના વકીલ તરીકેની જવાબદારી સંભાળી.
પોર્ટુગલે ન્‍યાયાલયમાં દાખલ કરેલી અરજીમાં મુખ્‍યત્‍વે ત્રણ માગણી કરી હતી.
1. દમણ અને નગર હવેલીની પોર્ટુગીઝ હદોને જોડનારી ભારતીય પ્રદેશમાં આવેલી જમનનું હકદાર પોર્ટુગલ છે એ વાતને ન્‍યાયલય તરફથી માન્‍યતા મળે. તેમજ આ રસ્‍તા પરથી મનુષ્‍યબળ, સાધનસામગ્રી તથા સશષા સૈનિકો મોકલવાનો પોર્ટુગલનો અધિકાર છે એ વાતને પણ ન્‍યાયાલય માન્‍યતા આપે.
2. દમણ અને નગર હવેલીનેજોડનારા રસ્‍તાના વહીવટ માટેના પોર્ટુગલના અધિકાર સામે ભારત વાંધો લે છે તેથી આંતરરાષ્‍ટ્રીય કાયદાના સંદર્ભમાં પોર્ટુગલ પાસે જે જૂનો કરાર છે તેનો ભંગ થાય છે એ ગુનાનું ભાન ભારતને કરાવવામાં આવે.
3. પોર્ટુગલના આ અધિકારને કાયમી સ્‍વરૂપ આપવામાં આવે.
પોર્ટુગલે પોતાની અરજીમાં મુખ્‍યત્‍વે ઐતિહાસિક ઘટનાઓની માહિતી આપી હતી. આ મુકદ્દમો ન્‍યાયાલયમાં દાખલ થયો તે પહેલાં સન 1779ના કરાર વિષે કોઈ જાણતું પણ ન હતું. પોર્ટુગલ શરૂઆતથી જ દાદરા નગર હવેલી પર ભારતે આક્રમણ કર્યું છે એવો દાવો કરતું હતું. ભારતે સશષા સૈન્‍ય મોકલીને ત્‍યાંનું પ્રશાસન ઉથલાવી નાખ્‍યું એ જ વાત તે વારંવાર કરતું રહ્યું હતું.
શ્રીકૃષ્‍ણમેનન તે સમયે સંરક્ષણમંત્રી હતા તેમ છતાં વિદેશનીતિ પર પણ તેમનો ખાસો પ્રભાવ હતો. આ વિષયમાં તેમની સલાહ એવી હતી કે ભારતે પોર્ટુગલના આરોપો તરફ બિલકુલ ધ્‍યાન આપવું નહીં. એટલું જ નહીં તો આ બાબતમાં ભારતનો કોઈ હાથ નથી એવું કહેવાનો પ્રયત્‍ન પણ કરવો નહીં.
આ સંદર્ભે પંડિત નેહરુ અને તત્‍કાલિન ગૃહમંત્રી શ્રી ગોવિંદવલ્લભ પંતની એક બેઠક થઈ હતી જેમાં આ વિષયમાં પોર્ટુગલની ભૂમિકા શું હોઈ શકે એનો વિચાર કરવામાં આવ્‍યો. તેમાં દાદરા નગર હવેલી અને મદણને જોડતા રસ્‍તા પરનોપોર્ટુગીઝોનો હક્ક એ બાબત સ્‍વાભાવિક રીતે જ હતી. વૈશ્વિક સ્‍તરે પણ પોર્ટુગીઝોની આ માગણીને ટેકો મળ્‍યો હોત પરંતુ તે પ્રદેશ પર પોતાનો માલિકી હક્ક બતાવ્‍યો હોત તો તેને કોઈ ટેકો મળ્‍યો ન હોત. અને હકીકતે પણ એમ જ બન્‍યું. તે જ રીતે જો ભારતે એ પ્રદેશમાં ખરેખર સેના મોકલી હોત તો પણ પોર્ટુગીઝોનો પક્ષ મજબૂત બન્‍યો હોત પરંતુ ભારતીય સેનાનો આ બાબતમાં જરા પણ સહભાગ ન હતો. એ વસ્‍તુસ્‍થિતિ હતી તેથી ભારતે પોતાના હાથ ચોખ્‍ખા છે એ જણાવવું આવશ્‍યક હતું.

(ક્રમશઃ)

Related posts

વાપી ગીતાનગર કંગન સ્‍ટોર્સમાં ચોરી : સામાન અને રોકડ મળી તસ્‍કરો 3 લાખની મત્તા ચોરી ગયા

vartmanpravah

ખરડપાડા પંચાયત દ્વારા ખખડધજ રસ્‍તાઓનું સમારકામ શરૂ કરાયું

vartmanpravah

દમણ જિલ્લામાં ભાજપના વિવિધ મંડળો દ્વારા ડો. શ્‍યામા પ્રસાદ મુખરજીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા વાર્ષિક ખેલ મહોત્‍સવ યોજાયો

vartmanpravah

વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા એ.એસ.પી. શ્રીપાલ શેસ્‍માનો અભિનંદન સમારોહ યોજાયો

vartmanpravah

દાનહના ગલોન્‍ડા પંચાયત ખાતે સર્વ આદિવાસી સમાજ સંગઠન દ્વારા સ્‍વતંત્ર સેનાની જમની બા વરઠા ચોક જાહેર કરાયો : નામકરણ માટેના પ્રસ્‍તાવની નકલ ગલોન્‍ડા પંચાયત, જિલ્લા પંચાયત, જિલ્લા પ્રશાસન અને પ્રશાસકશ્રીને મોકલવામાં આવશે

vartmanpravah

Leave a Comment