December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

ઉત્તરાયણ પર્વમાં અબોલ પક્ષીઓના જીવ બચાવવા માટે નવસારી જિલ્લામાં કંટ્રોલરૂમ તથા રેસ્‍કયુ ટીમ તૈનાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

નવસારી,તા.04: ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી અબોલા પક્ષીઓ ઘાયલ થવાનાબનાવ અટકે તેમજ ઘાયલ પક્ષીઓની ત્‍વરિત સારવાર કરી જીવ બચાવી શકાય તે અર્થે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્‍યમાં તા.10/1/2023 થી તા.20/01/2023 દરમિયાન ‘કરુણા અભિયાન-2023’નું આયોજન નવસારી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ, પશુપાલન વિભાગ અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના સંયુક્‍ત ભાગીદારીથી કરવામાં આવશે. પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ માટે તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ, રેસ્‍ક્‍યુટીમ, પશુ દવાખાનાની સેવાઓ પણ ઉપલબ્‍ધ કરાઈ છે.

‘કરુણા અભિયાન-2023′ માટે વનવિભાગ દ્વારા તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્‍યાં છે. જેમાં નવસારી/જલાલપોર તાલુકાકક્ષાનું કંટ્રોલ રૂમ રેંજ ફોરેસ્‍ટ ઓફિસરશ્રી સુપા, જિલ્લા સેવા સદન બહુમાળી મકાન, પહેલો માળ, નવસારી. કંટ્રોલરૂમના અધિકારી શ્રીમતી હીનાબેન પટેલ સંપર્ક નંબર (02637) 259823 (મો) 9726620409, ગણદેવી તાલુકા માટે રેંજ ફોરેસ્‍ટ ઓફિસરશ્રી ગણદેવી, 104 દેવકૃપા કોમ્‍પ્‍લેક્ષ પેટ્રોલપંપ સામે, જય કિસાન હોસ્‍પિટલની બાજુમાં, ચાર રસ્‍તા ગણદેવી. કંટ્રોલરૂમના અધિકારી શ્રીમતી છાયાબેન પટેલ સંપર્ક નંબર (02634) 262145 (મો) 7069962831, ચીખલી તાલુકા માટે ચીખલી રેંજ ફોરેસ્‍ટ ઓફિસરશ્રીની કચેરી, કંટ્રોલ રૂમના અધિકારી શ્રી એ.જે.પડશાલા સંપર્ક નંબર 02634 233857 (મો) 9824623245, શ્રીઉતમભાઈ પટેલ સંપર્ક નંબર 02634 233857 (મો) 9327993752, ખેરગામ તાલુકા માટે ચીખલી રેંજ ફોરેસ્‍ટ ઓફિસરશ્રીની કચેરી કંટ્રોલ રૂમના અધિકારી શ્રી બી.આર.બારોટ, સંપર્ક નંબર 02634 233857 (મો) 7874705556, વાંસદા તાલુકા માટે વાંસદા રેંજ ફોરેસ્‍ટ ઓફિસરશ્રીની કચેરી, કંટ્રોલ રૂમના અધિકારી શ્રી ચેતનભાઈ પટેલ, સંપર્ક નંબર 02630 223850 (મો) 9909474323, શ્રી જયેન્‍દ્રસિહ રાઠોડ (મો) 99793 47777 પર સંપર્ક કરવો.

નવસારી જિલ્લામાં કરુણા અભિયાનને સફળ બનાવવા માટે લોકોએ  ઘાયલ પક્ષીઓ દેખાતા તાત્‍કાલિક કરુણા અભિયાનના કંટ્રોલ સેન્‍ટર પર સંપર્ક કરવા સામાજિક વનીકરણ વિભાગ, નવસારીની અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

દમણવાડા ગ્રા.પં.માં બલિદાન દિવસ નિમિતે ડો. શ્‍યામા પ્રસાદ મુખરજીને આપવામાં આવેલી ભાવાંજલિ

vartmanpravah

મસાટ ખાતે રહેતી સુનામીકા ક્રિષ્‍ણાકાન્‍ત શુખલા ગુમ

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે સેલવાસમાં આજે યાત્રી નિવાસ ફલાયઓવર અંડરસ્‍પેસની લીધેલી મુલાકાત

vartmanpravah

પ્રદેશમાં આયુષ્‍માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના હેઠળ નવા રજીસ્‍ટ્રેશન અને રિન્‍યુઅલ પ્રક્રિયા શરૂ

vartmanpravah

વલસાડ જિલ્લા પ્રભારીમંત્રી નરેશભાઇ પટેલે વિવિધ વિભાગોની કામગીરીની રીવ્‍યુ બેઠક યોજી

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં લોકસભા ચૂંટણી સંદર્ભેદારૂબંધીની જાહેરાત

vartmanpravah

Leave a Comment