Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચલા પ્રાથમિક શાળા પાસે પાલિકાની ડિવાઈડર કામગીરી દરમિયાન શોર્ટ સર્કિટ થતા આગ લાગી

સ્‍ટ્રીટ લાઈટનો કેબલ અચાનક ભભૂકી ઉઠેલો :
આગે વિકરાળ સ્‍વરૂપ ના પકડતા મોટી દુર્ઘટના ટળી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપી ચલા પ્રાથમિક શાળા નજીક પાલિકા દ્વારા સ્‍ટ્રીટ લાઈટની મરામત અંગેની મોડી રાતે કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન મેઈન કેબલમાં અચાનક સ્‍પાર્ક થતાં આગ ભભૂકી ઉઠી હતી. જાહેર માર્ગ ઉપર લાગેલી આગને લઈ દોડધામ મચી જવા પામી હતી.
ચલા પ્રાથમિક શાળા નજીક ગત રાતે પાલિકા દ્વારા સ્‍ટ્રીટ લાઈટની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન મેઈન કેબલમાં સ્‍પાર્ક થતા શોર્ટ સર્કિટ સર્જાતા આગ ભભૂકી ઉઠી હતી. મોડી રાતમાં ખાસ અવર જવર નહોતી પરંતુ મેઈન રોડ ઉપર આગ લાગતા દોડધામ જરૂર મચી ગઈ હતી. જો કે આગ વિકરાળ સ્‍વરૂપ પકડે તે પહેલા બુઝાવી દેવામાં આવતા મોટી દુર્ઘટના જરૂર ટળી હતી. આગની ઘટના અંગેનો લોકોએ વિડીયો વાઈરલ કરતા સમાચાર શહેરમાં વાયુવેગે ફેલાઈ ગયા હતા.

Related posts

પારડીના આમળી ગામમાં કાચા ઘરમાં આગ લાગતા ઘર બળીને ખાખ

vartmanpravah

અનિયમિતતા અને ગેરવહીવટના કારણે દાનહ આદિવાસી વિકાસ સંગઠનનું મેનેજમેન્‍ટ બરતરફઃ નવા વહીવટદાર તરીકે ખાનવેલના મામલતદાર ભાવેશ પટેલની નિયુક્‍તિ

vartmanpravah

અદાણી ફાઉન્‍ડેશન હજીરાએ આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ અનોખી રીતે ઉજવ્‍યો

vartmanpravah

દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દમણ કોર્ટ પરિસરમાં વિદ્યાર્થીઓ માટે યોજાઈ કાનૂની સાક્ષરતા શિબિર

vartmanpravah

સોળસુબા પંચાયતનું બજાર પ્રકરણમાં ગુનો દાખલ

vartmanpravah

ચીખલી – ગણદેવી તાલુકામાં અસહ્ય ગરમી વચ્‍ચે વહેલી સવારે વરસાદી ઝાપટું: લગ્ન પ્રસંગોના રંગમાં પડેલો ભંગ

vartmanpravah

Leave a Comment