April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા પંચાયતમાં સત્તા સ્‍થાને પ્રથમવાર વાપી તાલુકાને સ્‍થાન મળ્‍યું

કારોબારી અધ્‍યક્ષ તરીકે વાપી છરવાડા જિ.પં. બેઠકના સભ્‍ય મિતેશ પટેલની વરણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: તાજેતરમાં વલસાડ જિલ્લા પંચાયતની નવી ટર્મના હોદ્દેદાર પ્રમુખ ઉપ પ્રમુખની મેન્‍ડેડ દ્વારા વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે મનહરભાઈ પટેલની અને ઉપ પ્રમુખ તરીકે બ્રિજનાબેન પટેલની વરણી કરાઈ હતી. તેની સાથે સાથે જ કારોબારી ચેરમેન તરીકે ભરતભાઈ જાદવના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ બીજા જ દિવસે ધરખમ મોટો ફેરપાર જાહેર કરાયો, ભરતભાઈ જાદવને સ્‍થાને કારોબારી ચેરમેન તરીકે વાપી છરવાડા જિ.પં.ના સભ્‍ય મિતેશ પટેલની વરણી જાહેર કરાઈ હતી. તેથી વાપી તાલુકાને પ્રથમવાર સત્તા સ્‍થાને ચાન્‍સ મળ્‍યો છે.
જિ.પં. કારોબારી સમિતિ ચેરમેન તરીકે ભરતભાઈ જાદવની છટણીને લઈ જિ.પં. સભ્‍યોમાં સારો એવો વિવાદ સર્જાયો હતો. જો કે પાર્ટીનો નિર્ણય હોવાથી કોઈ મોટો વિવાદ વિરોધ સપાટી ઉપર આવ્‍યો નથી. કદાચ વાપી તાલુકા હોદ્દેદારોમાં સ્‍થાન નહી મળ્‍યુ હોવાથી પાછળથી ફેરફાર કરીને મોવડી મંડળે બેલેન્‍સ કર્યું હોવાની પણ ચર્ચા છે.

Related posts

દમણના આંટિયાવાડ ખાતે વાપી કોચરવાના માથાભારે શખ્‍સ મિતેશ પટેલ અને સાગરિતોએ એક વ્‍યક્‍તિ ઉપર કરેલો પ્રાણઘાતક હૂમલો

vartmanpravah

વલસાડમાં આશા વર્કર બહેનો વિવિધ માંગણીઓ માટે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી

vartmanpravah

કપરાડા નાનાપોંઢામાં ડુપ્‍લીકેટ નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું : વલસાડ એસ.ઓ.જી.નું સફળ ઓપરેશન

vartmanpravah

દાદરાઃ ઘરમાં ઘુસી મારામારી કરી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ કરનાર આરોપીની કરાયેલી ધરપકડ

vartmanpravah

દાનહમાં ઉત્‍સાહભેર રક્ષાબંધનની કરાયેલી ઉજવણી

vartmanpravah

vartmanpravah

Leave a Comment