Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જેસીઆઈ વાપી દ્વારા વિલફુલ વેન્‍ડ્‍સેડે સફળતા પૂર્વક ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: જેસીઆઈ વાપીએ જેસીઆઈ સપ્તાહ 2023 ના ભાગ રૂપે ‘‘વિલફુલ વેન્‍ડ્‍સેડે” સફળતાપૂર્વક ઉજવ્‍યું હતું. 13મી સપ્‍ટેમ્‍બર 2023ના રોજ જેસીઆઈ વાપીએ જેસીઆઈ સપ્તાહ 2023 ‘‘જૈત્રા”ની ઉજવણીના ભાગ રૂપે ‘‘વિલફુલ વેન્‍ડ્‍સેડે”ની સફળતાપૂર્વક ઉજવણી કરી હતી. તે અંતર્ગત વાપી શહેરના વિવિધ વિસ્‍તારમાં હાથ ધરવામાં આવેલ પ્રોજેક્‍ટ મુજબ જેસી સભ્‍યોનું સોશિયલ મીડિયાપ્રમોશન જ્‍યાં જેસી સભ્‍યોને વિશેષ ડિસ્‍કાઉન્‍ટ ઓફર કરવામાં આવ્‍યું હતું. વિવિધ સભ્‍યોએ તેમના વ્‍યવસાયનો પરિચય આપ્‍યો અને જે સોશિયલ મીડિયા પ્રમોશન દ્વારા હતો. મલ્‍ટી એલઓ બિઝનેસ મીટિંગઃ સભ્‍યોની જેસીઆઈ વલસાડ જેસીઓએમ સાથે ફળદાયી મીટિંગ થઈ જ્‍યાં સભ્‍યોએ એકબીજા સાથે બિઝનેસની આપ-લે કરી હતી. જેસીઆઈ વાપીના પ્રમુખ જેસી સીએ દીપિકા ગુટગુટિયાએ હાજર રહેલા તમામ સભ્‍યોના નાણાકીય પ્રશ્નોના નિરાકરણ માટે સોલ્‍યુશન બોર્ડ મીટિંગ લીધી હતી. જેસી પાસેથી ખરીદોઃ રૂા.3,60,000નો વ્‍યવસાય સભ્‍યો વચ્‍ચે કરવામાં આવ્‍યું હતું. જેમાંથી જેસી યોગેશ પંચાલ અને જેસી ચંદ્રેશે રૂા.3,30,000 એકબીજા સાથે ઝોન ડાયરેક્‍ટર જે.સી. વિકાસ પટેલ દ્વારા સત્તાવાર મુલાકાત દ્વારા આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રોજેક્‍ટ્‍સ જેસી દીપિકા ગુટગુટિયાના પ્રમુખ જેસીઆઈ વાપી 2023ના નેતૃત્‍વ હેઠળ હાથ ધરવામાં આવ્‍યા હતા અને પ્રોજેક્‍ટ્‍સનું સંકલન પ્રોજેક્‍ટ ચેરમેન જેસી ચંદ્રેશ પુરોહિત દ્વારા કરવામાં આવ્‍યું હતું. પ્રોજેક્‍ટમાં જેસી જીજ્ઞેશા પંચાલ, જેસી સોફિયા પઠાણ, જેસી ચંદ્રેશ પુરોહિત, જેસી ઉદય પટેલ, જેસી કૃણાલ ઠક્કરે હાજરી આપી હતી.

Related posts

કેન્‍દ્રીય આરોગ્‍ય અને કુટુંબ કલ્‍યાણ મંત્રાલયના સંયુક્‍ત સચિવ ડૉ. વિપુલ અગરવાલે સંઘપ્રદેશમાં ‘આયુષ્‍યમાન ભવઃ’ની કામગીરીની કરેલી સમીક્ષા

vartmanpravah

વાપીમાં વિકાસ કામોની ગતિ ટોપ ગેરમાં : બલીઠા રેલવે ફલાય બ્રિજ અને બલીઠા રેલવે અંડરપાસ 30 જૂન પહેલાં કાર્યરત થઈ જશે

vartmanpravah

દમણ જિ.પં.ની શિક્ષણ સમિતિની મળેલી પ્રથમબેઠકમાં શિક્ષણના સ્‍તરને સુધારવા થયેલું મનન-મંથન

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેઈઝવિસ્‍તારમાં શુક્રવારે પાવર સપ્‍લાય કાપ રહેશે

vartmanpravah

ધરમપુર ખાતે મહંત સ્‍વામીના સાનિધ્‍યમાં 35000 થી વધુ ભક્‍તોની ધર્મસભા યોજાઈ

vartmanpravah

પ્રાદેશિક કમિશનર, ડૉ.ડી.ડી. કાપડિયા આઈએએસની અધ્‍યક્ષતામાં વાપી વીઆઈએ અને નગરપાલિકાની સંયુક્‍ત મિટિંગ યોજાઈઃ પાલિકા એસટીપી ટ્રીટેડ પાણીની ચર્ચા કરાઈ

vartmanpravah

Leave a Comment