August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય માટે શાંતિ સમિતિની બેઠક મળી

પારડીમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદનુ જુલુશ અલગ અલગ
દિવસે નીકળશે નો લેવાયો નિર્ણય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.18: સમગ્ર ભારત દેશ તેમજ ગુજરાત રાજ્‍યમાં આગામી સમયમાં હિન્‍દુ-મુસ્‍લિમ સમાજના તહેવારો આવી રહ્યા છે. જે અનુસંધાને પારડી પોલીસ મથકના પી.આઈ બી.જે.સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને યુનિટી હૉલમાં હિન્‍દુ-મુસ્‍લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી હતી, જેમાં ગણેશ ચતુર્થી તેમજ ઈદે મિલાદના તહેવારો શાંતિપૂર્ણ માહોલ અને ભાઈચારાથી યોજવામાં આવે તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ અનંત ચૌદસના ગણેશ વિસર્જન તથા ઈદે મિલાદ એક જ દિવસે હોય જે દિવસે શહેરમાં ટ્રાફિક સમસ્‍યા જેવા અનેક પ્રશ્નો ન ઉભા થાય તે માટે પારડી શહેરમાં ઇદે મિલાદ જુલૂસ 28 તારીખના બદલે 29 તારીખે નીકળશેનો મુસ્‍લિમ કમિટીઓ દ્વારા નિર્ણય લેવાયો હતો અને ફરી એકવાર પારડીમાં હિન્‍દુ મુસ્‍લિમ સમાજે ભાઈચારાના દર્શન કરાવ્‍યા હતા.
આ બેઠકમાં પી.આઈ.એ વધુમાં જણાવ્‍યું હતું કે, દરેક મંડળ સમયનું પાલન કરી વિસર્જનમાટે નીકળે નું જણાવ્‍યું હતું તેમજ ગણેશ મંડળ આયોજકોને આગામી દિવસોમાં કોઈ જરૂરી સૂચનાઓ આપવા તેમજ આયોજકોને પણ પોલીસનો કોઈ પણ સમસ્‍યામાં સંપર્ક કરી શકે તે માટે એક વોટ્‍સએપ ગ્રુપ બનાવવામાં આવ્‍યું છે. અને ખાસ ગણેશ પંડાલમાં જુગાર જેવી પ્રવૃત્તિઓ ના કરવામાં આવે તેવી પોલીસ દ્વારા સમજ આપવામાં આવી હતી.
આ શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્‍થિત મહાનુભાવો દ્વારા સૂચનો રજૂ કરવાનું કહેતા પારડીના દેવેન શાહ જેઓ એક જૈન ધર્મના પરિવારમાંથી આવે છે અને હાલમાં જૈનનોના પવિત્ર એવા પર્યુષણનો તહેવાર ચાલતો હોય જૈન મંદિરમાં વહેલી સવારથી મોડી સાંજ સુધી પ્રાથના તથા સત્‍સંગ ચાલતો હોય મંદિર નજદીકથી પસાર થતા ગણેશજીના વિસર્જન દરમ્‍યાન ખૂબ મોટા અવાજે ડીજે પર વાગતા ગીતો અંદર ચાલી રહેલ પ્રાથના તથા સત્‍સંગમાં ખલેલ પહોંચાડતો હોય, જૈન મંદિરથી 100 મીટર પહેલા અને મંદિરથી 100, મીટર પછી ડીજે બંધ રાખવાનું સૂચન કરાતા આ સૂચન માન્‍ય રાખવામાં આવ્‍યું હતું.
દર વર્ષની જેમ આ વર્ષે પણ વલ્લભ આશ્રમના બ્રિજ સુધી આયોજકો પોતાની સાથે લાવેલા ડીજે જેવા સાધનો લઈ જઈ શકશે નું જણાવ્‍યુ હતું.

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રદેશ કમિટીની નવનિયુક્‍ત ટીમનું દમણ જિલ્લા ભાજપે કરેલું સ્‍વાગત

vartmanpravah

આજે વાપીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના જન્‍મ દિવસની ઉજવણી : રક્‍તદાન કેમ્‍પ-ફ્રૂટ વિતરણ કરાશે

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં ચંદ્રગ્રહણ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

vartmanpravah

દાનહ ભાજપ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાને મંત્રી મંડળમાં એકમાત્ર સ્‍થાન મળ્‍યું : પારડીના વિજેતા ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈ ફરીવાર નાણા-ઊર્જા કેબિનેટ મંત્રી બન્‍યા

vartmanpravah

વાપી સિવિલ કોર્ટમાં ધ્‍વજ વંદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment