છેલ્લા દિવસે વાપી પત્રકાર વેલ્ફેર એસો.ની ટીમ ફ્રેન્ડલી મેચ રમીને વિજેતા બની
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.06: વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ત્રિદિવસીય છઠ્ઠી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વી.આઈ.એ. ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું. ત્રીજા અંતિમ દિવસે અતિથિઓની ઉપસ્થિતિમાં યોજાયેલ સમાપન કાર્યક્રમમાં વિજેતા ટીમોને ઈનામ તથા ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. રસાકસી ભરેલી 16 ટીમોની સ્પર્ધા બાદ અંતિમ ફાઈનલ વિજેતા શ્રી શ્યામ ઈલેવન રહી હતી.
સમાપન સમારોહમાં વાપી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કાશ્મિરાબેન શાહ, અને ગુજરાત ટ્રાન્સ. એસો. પૂર્વ મંત્રી વાસણભાઈ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અને મેચો દરમિયાન ઉદ્યોગનગર પી.આઈ. સરવૈયા, ડુંગરા પી.આઈ. વી.બી. ભરવાડ, ઉદ્યોગપતિ મહેશભાઈ પંડયા, અશોક શુકલા, વી.આઈ.એ. પ્રમુખ કમલેશભાઈ પટેલ, વી.ટી.એ. વાપી પ્રમુખ ભરતભાઈ ઠક્કર, પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ શાહ, રમેશભાઈ ભાનુશાલી અને હોદ્દેદારોની જહેમત આધીન વી.ટી.એ ક્રિકેટ ટુર્નામેન્ટ સફળ રહી હતી. ત્રીજા દિવસે વાપી પત્રકાર વેલ્ફેર એસોસિએશન ટીમ પણ ફ્રેન્ડલી મેચ રમી હતી અને વિજેતા બની હતી. એસો. પ્રમુખ જીતેન્દ્ર પાટીલ, ઉપ પ્રમુખ મનોજ બથેજા, સલાહકાર સંજય શાહ, સેક્રેટરી દિપક પવાર સહિત પત્રકાર ટીમના ખેલાડીઓ સર્વેશ્રી મનીષ વર્મા, ઈકરામ સૈયદ, શકીલ શૈયદ, મિલીંદપટેલ, જીતેન્દ્ર માહ્યાવંશી, નિતિન પટેલ, આલમ શેખ ઉત્સાહ પૂર્વક મેચ રમ્યા હતા. પત્રકાર ટીમને પ્રોત્સાહિત કરવા માટે સિનિયર પત્રકાર સુરેશ ઉમતીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.