October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી અને રાનકુવા વિસ્‍તારમાં નીતિ-નિયમોને નેવે મુકી વાણિજ્‍ય હેતુ માટે કરાયેલા આડેધડ બાંધકામો

બાંધકામો માટે સંબંધિત ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા ગેરકાયદે બાંધકામ કરનારાઓને મળી રહેલું મોકળુ મેદાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.16: ચીખલી તથા રાનકુવા વિસ્‍તારમાં મોટાપાયે વાણિજ્‍ય હેતુના બાંધકામો કરવામાં આવી રહ્યા છે. જેમાં રાનકુવા વિસ્‍તારમાં તો આવાબાંધકામોનો રાફડો ફાટયો છે. વાણિજ્‍ય હેતુના બાંધકામમાં સ્‍થાનિક ગ્રામ પંચાયતો દ્વારા અને તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓ દ્વારા યેનકેન પ્રકારે આંખઆડા કાન કરવાની નિતીરીતિથી રસ્‍તા, કોતર, નહેર કે અગિયાર કેવી જેવી હાઇટેનશન લાઇન જતી હોય તો નિયમોનુસારનું અંતર પણ છોડવાનું આવતું નથી એ ઉપરાંત ટાઉન પ્‍લાનીંગમાં જે નકશાઓ મંજુર કરવામાં આવ્‍યા હોય તે માત્ર કાગળ પર જ રહી જતા હોય છે. અને સ્‍થળ પર નિયમોનો ભંગ કરી મંજુર નકશા કરતા વિપરીત બાંધકામ કરવામાં આવી રહ્યું છે.
વધુમાં આ વાણિજ્‍ય હેતુના બાંધકામોમાં ડ્રેનેજની પણ પૂરતી વ્‍યવસ્‍થા કરવામાં આવતી નથી અને બિનખેતીના હુકમની શરતોનું પણ પાલન સ્‍થળ પર કરવામાં આવતું નથી અને ઘણા બાંધકામોમાં સંબંધિત ગ્રામ પંચાયતો દ્વારા નામ પૂરતી નોટીશો ફટકારવામાં આવતી હોય છે. પરંતું કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.
ઉપરોક્‍ત ઉપસ્‍થિતિમાં ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા આવા વાણિજ્‍ય હેતુના ચીખલી અને રાનકુવા વિસ્‍તારના બાંધકામોની નિષ્‍પક્ષ તપાસ કરાવી આવા ગેરકાયદેસર બાંધકામોની આકારણી કરનારી વીજળીના જોડાણ માટે એનઓસી આપનારી ગ્રામ પંચાયત સામે પણ કાર્યવાહી કરે તે જરૂરી છે.

Related posts

વલસાડ જિલ્લામાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી

vartmanpravah

ચીખલી પોલીસ સ્‍ટેશન પાસે માનસિક બીમાર યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લામાં ઉમરગામથી નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ‘મિષ્‍ટી પ્રોજેક્‍ટની’ કરાવેલી શરૂઆત

vartmanpravah

દાનહમાં ત્રયમ ફાઉન્‍ડેશન અને જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા ટ્રેનિંગનું આયોજન

vartmanpravah

દાનહ આદિવાસી ભવનમાંથી ડોક્‍યુમેન્‍ટ ચોરીના કેસમાં અભિનવ ડેલકર પોલીસ સ્‍ટેશનમાં હાજર થયા

vartmanpravah

કપરાડામાં સુથારપાડાના મેળા માટે આજથી ચાર દિવસ ધરમપુર ડેપો વધારાની એસ.ટી. બસો દોડાવશે

vartmanpravah

Leave a Comment