October 29, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘ વલસાડ દ્વારા આર્થિક સહાય તથા ફ્રી મેડિકલ કેમ્‍પનું થયેલું આયોજન

1,68,000 ની આર્થિક સહાય અને 117 જેટલા લોકોએ મેડિકલ કેમ્‍પનો લીધો લાભ: પર્લ ઓપ્‍ટિકલ પારડી તરફથી કરવામાં આવ્‍યુ ફ્રીમાં ચશ્‍માનુ વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.18: છેલ્લા 67 વર્ષથી અવિરત વલસાડ તાલુકાના માહ્યાવંશી સમાજના વિદ્યાર્થીઓને આર્થિક સહાય તથા અનેક સમાજ ઉપયોગી કાર્ય કરતી શ્રી માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘ વલસાડ દ્વારા તારીખ 17-9-2023 ના રોજ સ્‍વ.ભગવાનદાસ માર્કર સભાગૃહ ખાતે આર્થિક સહાય અને ફ્રી મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
ડો.હેમંતભાઈ જાખીયા, ચંદ્રિકાબેન વહાણવાલા અને ડો.સોનલબેન વહાણવાલા તથા કેન્‍દ્રના હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટય કરી શરૂ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ડો.મેહુલ તિથલિયાએ પુષ્‍પ આપી સૌનું સ્‍વાગત કરીઆવકાર્યા હતા.
કાર્યક્રમના પ્રમુખ સ્‍થાને પધારેલ નરેન્‍દ્ર રાઠોડ અને હેમંત મગોદીયાની ઉપસ્‍થિતિમાં શ્રી માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘના પ્રમુખ ધીરજ હળધર અને અનિલ વાઘીયાએ સંસ્‍થાની તમામ પ્રવૃત્તિઓ વિશે વિસ્‍તૃત જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં 88 જેટલા વિદ્યાર્થીઓને 1,68,000 જેટલી માતબર રકમની આર્થિક સહાયનું વિતરણ ઉપસ્‍થિત મહાનુભવોના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.
ત્‍યારબાદ શુભમ ટ્રસ્‍ટ વાંસદા સીતાપુરના ડો.રોહન ચરીવાલાના સૌજન્‍યથી આંખોની તપાસની કેમ્‍પની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ અને સમાજના લોકો મળી કુલ 117 જેટલા લોકોની આંખોની તપાસ કરવામાં આવી હતી. સાથે સાથે ચણવાઈ ખાતે રહેતા અને પારડીમાં પર્લ ઓપ્‍ટિકલ નામની ચશ્‍માની દુકાન ધરાવતા શાંતિલાલ પટેલ દ્વારા 44 જેટલા જરૂરિયાતમંદોને ફ્રીમાં ચશ્‍માનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં કેન્‍દ્રીય સમિતિના ગીરીશભાઈ રાઠોડ, સુભાષભાઈ બારોટ, ગીરીશભાઈ વાંજવાલા, રણજીતભાઈ પટેલ, નરેન્‍દ્રભાઈ પટેલ, હેમંતભાઈ મગોદીયા હાજર રહ્યા હતા.
ડો.હેમંતભાઈ જાખીયા તરફથી સંઘને 15000 અને સ્‍વ.હસમુખભાઈ મિષાીના સ્‍મરણાર્થે એમના પરિવાર તરફથી 5,000 અને નિલેશભાઈ કોશીયા તરફથી 500 રૂપિયાનું દાન મળ્‍યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવામાટે કારોબારી સભ્‍યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

આજે દમણવાડા ગ્રા.પં. દ્વારા ‘માતૃ અને વિદ્યા શક્‍તિ’નો થનારો આવિષ્‍કાર

vartmanpravah

સેલવાસ ઝંડાચોક હિન્‍દી મીડિયમ શાળામાં વાલીઓ સાથે શિક્ષક સંઘની યોજાયેલી બેઠકમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગીતાનો લેવામાં આવ્‍યો સંકલ્‍પ

vartmanpravah

કેરી ચોર બાબતે ચીખલીના મીણકચ્‍છમાં બે પરિવાર વચ્‍ચે થયેલ ઝઘડામાં વૃધ્‍ધનું મોતઃ બે મહિલા સહિત 3 સામે હત્‍યાનો ગુનો નોંધાયો

vartmanpravah

જેસીઆઈ નવસારી દ્વારા ફૂડ કાર્નિવલ યોજાયો

vartmanpravah

વાપીમાં અનોખીમહિલા ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈઃ હાઈરાઈઝ બિલ્‍ડીંગની ટેરેસ ઉપર 11 ટીમોએ ક્રિકેટ રમી

vartmanpravah

કપરાડા વિધાનસભા વિસ્તારમાં નિર્માણ પામનારા પેટા આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment