શુક્રવારે ઘરેથી નિકળી ગઈ હતી : ટી.સી.ની સમય સુચકતા આધિન સગીરાઓ મળી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: વાપી ડુંગરાથી ગત શુક્રવારે ચાર સગીરા સહેલીઓઘરેથી ટયુશન જવાનું કહી નિકળી હતી. ત્યાર બાદ ઘરે પરત નહીં ફરતા પરિવારોમાં દોડધામ મચી ગઈ હતી. અંતે બીજા દિવસે સગીરાઓ મળી આવતા વાલીઓએ હાશકારો લીધો હતો.
વાપી ડુંગરાથી ચાર સગીરાઓ ઘરેથી ટયુશન જવાનું જણાવી શુક્રવારે નિકળી હતી પરંતુ રાત સુધી ઘરે પાછી નહી ફરતા ચારેયના પરિવારો ચિંતામાં મુકાઈ ગયા હતા. સગીરાઓ વાપી રેલવે સ્ટેશને એકઠી થઈને સુરત તરફ જતી ટ્રેનમાં બેસી ગઈ હતી. નવસારી સ્ટેશને ટીસીએ સગીરા પાસે ટિકિટ માંગતા ગલાતલ્લા કરેલા તેથી ટીસીને શંકા જતા નવસારી સ્ટેશન ઉપર ઉતારી દીધી હતી અને રેલવે પોલીસને સોંપી હતી. પોલીસે પૂછપરછ કરતા સગીરાઓએ સાચી માહિતી આપી હતી તેથી પોલીસે પરિવારોનો સંપર્ક કરી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.