Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ નગરપાલિકાના એન્‍ક્રોયમેન્‍ટ ઈન્‍સ્‍પેક્‍ટર મહેશકુમાર ઉર્ફે મુન્ના ધનસુખ ચૌહાણ વિરુદ્ધ એસીબીએ રૂા.2000 ની લાંચનો ગુન્‍હો દાખલ કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: વલસાડ નગરપાલિકાના એન્‍ક્રોયમેન્‍ટ ઈન્‍સ્‍પેક્‍ટર મહેશકુમાર ઉર્ફે મુન્ના ધનસુખ ચૌહાણે પાલિકા વિસ્‍તારમાં આવાબાઈ સ્‍કૂલ સામે કોલ્‍ડ્રીંક્‍સની લારી નહિ હટાવવા પેટે અને હટાવવા આવે ત્‍યારે આગોતરી જાણકારી આપવા માટે રૂપિયા 2000ની લાંચ માંગી હોવાની ફરિયાદ એસીબીને મળી હતી. જેની ખરાઈ કરી વલસાડ અને ડાંગ એસીબી પોલીસ સ્‍ટેશનના પોલીસ ઈન્‍સ્‍પેકટર ડી.એમ.વસાવાએ મહેશકુમાર વિરૂધ્‍ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુન્‍હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે એસીબીએ આપેલ અખબારી યાદી મુજબ એક અરજદારે એસીબીને ફરિયાદ કરી હતી કે, તે વલસાડ, હાલર રોડ, આવાબાઈ હાઈસ્‍કૂલ સામે, ઈન્‍ડીયન બેંકની બાજુમાં, દિલખુશ નામે કોલ્‍ડ્રીંક્‍સની લારી ચલાવી ધંધો ચલાવે છે. ગઈ તા.19/03/2022 નારોજ આરોપીએ અરજદારની કોલ્‍ડ્રીંક્‍સની લારી ન હટાવવા માટે રૂપિયા 2000 ની લાંચની માંગણી કરેલ અને નગરપાલિકા લારી ઉંચકવા આવે તે પહેલા અરજદારને જાણ કરશે. ત્‍યારે લારી ત્‍યાંથી હટાવી લેવા અને અરજદારને દંડની કાર્યવાહીથી બચાવા માટે 2000 રૂપિયાની લાંચની માંગણી કરી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવેલ છે. તેમજ વૈજ્ઞાનિક તથા જરૂરી રેકર્ડ પુરાવાઓ આધારે લાંચની માંગણીનો ગુન્‍હો બનતો હોવાનુ ફલિત થયું છે.
જેથી આરોપીએ પોતાનો અંગત આર્થિક લાભ મેળવવા પોતાના હોદ્દાનો દૂરઉપયોગ કરી રૂા.2000ની લાંચની માંગણી કરેલ હોવાનુ ફલિત થતા. જેની સરકાર તરફે ફરીયાદ પો.ઇન્‍સ. ડી.એમ.વસાવા, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્‍ટે.એ આપતા આ કામના આરોપી વિરૂધ્‍ધ વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્‍ટે.માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 ના મુખ્‍ય કાયદામાં સુધારો-2018 ની કલમ- 7(એ) તથા 13(2) મુજબનો ગુન્‍હો તા.06/10/2023 ના રોજ દાખલ કરેલ છે.
ઉપરોક્‍ત કેસ અંગે તથા અન્‍ય કોઈ સરકારી અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવતા સત્તાના દુરૂપયોગ અંગેની જાણ એ.સી.બી. કચેરીના ટોલ ફ્રી નં.1064, ફોન નં.079-22866772, ફેક્‍સ નં.079-2286922, ઈ-મેઈલઃ astdir-acb-f2@ gujarat.gov.in/વ્‍હોટસએપનં.9099911055 ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્‍યાન અત્રે રૂબરૂ પણ સંપર્ક કરવા તથા સીડી દ્વારા અથવા પેનડ્રાઈવમાં પણ માહિતી મોકલવા નાગરિકોને આહવાન કરવામાં આવ્‍યું છે.

Related posts

પારડીના ધારાસભ્‍ય અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ અમૃત કળશ યાત્રા લઈ પારડી ખાતે પધાર્યા

vartmanpravah

સરીગામ ખાતે યોજાયેલા પોલીસ લોક દરબારમાં એક પણ ફરિયાદ સામે ના આવતા પોલીસ કથાકાર અને ઉપસ્‍થિત આગેવાનોની મુક પ્રેક્ષક જેવી નિર્માણ થયેલી સ્‍થિતિ

vartmanpravah

ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિની મળેલી બેઠક 

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત આંતર જિલ્લા સરકારી શાળાઓ માટે વરકુંડ કોમ્‍પલેક્ષનો રમતગમત મહોત્‍સવ સંપન્ન

vartmanpravah

સંઘપ્રદેશમાં પૂર અને તોફાનની આફત સામે લડવા યોજાઈ મૉક ડ્રિલ

vartmanpravah

નાની દમણના દરિયા કિનારે ભવ્‍ય સમુદ્ર નારાયણ ભગવાનનું મંદિર નિર્માણ પામશેઃ શનિવારે યોજાયેલ શિલાન્‍યાસ વિધિ

vartmanpravah

Leave a Comment