રીટાયર્ડ અધિકારીએન.એચ. પટેલના બંગલા સુધી મોટી સાઈઝની નકલી પાણીની લાઈન મળી આવી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: ગત શનિવારે વલસાડ પાલિકાના નનકવાડા ગ્રામ પંચાયત તરફ જતા માર્ગ ઉપર પાણી લાઈનનું ભંગાણ પડતા સમગ્ર વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાયો હતો. જેના સમારકામ દરમિયાન નકલી પાણી લાઈનનો ભાંડો ઉજાગર થયો હતો. એક નિવૃત્ત અધિકારીના બંગલા સુધી મોટી સાઈઝની પાણી લાઈન નકલી મળી આવી હતી.
ગુજરાતમાં ઘણા સમયથી નકલી પી.એસ.આઈ. નકલી ટોલનાકુ નકલી સરકારી કચેરીએ જેવા ઘણા મામલા ઉજાગર થયા છે તેવો જ કંઈ નકલીનો મામલો વલસાડમાં ઉજાગર થયો છે. પાલિકા વિસ્તારના નનકવાડામાં શનિવારે પાણી લાઈનમાં ભંગાણ પડતા સમારકામ દરમિયાન નકલી પાણી લાઈન મળી આવી હતી. આ લાઈન રીટાયર્ડ અધિકારી એન.એમ. પટેલના બંગલામાં નકલી વોટર કનેકશન મોટી સાઈઝના પાઈપલાઈન વાળુ મળી આવ્યું હતું. આ બાબતે નાયબ કાર્યપાલક ઈજનેર રતિલાલ ભુસારા અને કા.પા. ઈજનેર પિનાકીન પટેલે હાથ ખંખેરી લીધા હતા. ભૂતકાળના અધિકારીઓ ઉપર મામલો ડાઈવર્ટ કરી દીધો હતો.