Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહની દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સમાં 7 દિવસીય ‘વિશ્વ માનસિક આરોગ્‍ય સપ્તાહ’નું કરાયેલું આયોજન

માનસિક રીતે સ્‍વસ્‍થ વ્‍યક્‍તિ જ સફળતાના સર્વોચ્‍ચ સ્‍તરે ચઢી શકે છેઃલાયન્‍સ ક્‍લબ ઓફ સેલવાસના ચેરમેન ફત્તેહસિંહ ચૌહાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: હવેલી ફાઉન્‍ડેશન દ્વારા ગત તા.04થી ઓક્‍ટોબરના બુધવારે સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સ ખાતે કોલેજના આઈક્‍યુ વિભાગ અને સ્‍ફેયર સાયકોલોજિકલ સર્વિસિસના સહયોગથી ‘વિશ્વ માનસિક આરોગ્‍ય સપ્તાહ’ના ઉદ્‌ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમ આગામી 10 ઓક્‍ટોબર સુધી ચાલશે. જેમાં કોલેજ દ્વારા વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું છે.


આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે શ્રીમતી મીના આર.-ક્રિષ્‍ના કેન્‍સર એઇડ એસોસિએશન સેલવાસ, સ્‍કાઈલાઈન ચેન્‍જર્સના સીઈઓ શ્રીમતી રેશૂ જૈન પટેલ(જેઓ ગુજરાત વુમન લીડર ઓફ ધ યર પુરસ્‍કારથી સમ્‍માનિત છે) અને છેલ્લા 38 વર્ષથી રાધિકા ભજન મંડળી સાથે કાર્યરત અને હાલમાં ભજન મંડળીના પ્રમુખ શ્રીમતી મનીષાબેન રમેશ ભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, આ પ્રકારના કાર્યક્રમનું આયોજન સંઘપ્રદેશમાં પ્રથમવાર થઈ રહ્યું છે. આ અવસરે ઉપસ્‍થિત રહેલા અતિથિઓએ કોલેજ કેમ્‍પસમાં વિદ્યાર્થીઓને તેમના જીવનના મુશ્‍કેલ સમય અને સંઘર્ષ વિશે જણાવ્‍યું હતું કે કેવી રીતે આપણે આપણા જીવનના સૌથી મુશ્‍કેલ સમયનો પણ આપણા મન અને હૃદયને મજબૂતરાખીને સામનો કરી શકીએ છીએ. તેઓએ જણાવ્‍યું હતું કે, આ કાર્યક્રમનો એકમાત્ર ઉદ્દેશ્‍ય એ બતાવવાનો હતો કે કેવી રીતે આજની તણાવપૂર્ણ પરિસ્‍થિતિમાં પણ આપણે આપણી જાતને શાંત રાખીને જીવનના મોટા પરિમાણો સુધી પહોંચી શકીએ છીએ. સંજોગો ગમે તેટલા પ્રતિકૂળ હોય પણ મન અને મગજને સ્‍થિર રાખીને આપણે તેનો સામનો કરી શકીએ છીએ. જેવી વિવિધ બાબતોથી તમામ અતિથિઓએ કોલેજના વિદ્યાર્થીઓમાં એક નવી ઊર્જાનો સંચાર કર્યો, અને જીવનમાં આગળ વધતી વખતે તેમના મન અને હૃદયને કેવી રીતે સંતુલિત રાખવું તે અંગે વિસ્‍તૃતમાં સમજણ આપી હતી. જ્‍યારે કોલેજનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે તે તેના વિદ્યાર્થીઓને પુસ્‍તકીય જ્ઞાન તેમજ સામાજિક જ્ઞાન પ્રદાન કરે જે તેમને જીવનમાં આગળ વધવામાં મદદરૂપ બને.
આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહેલા લાયન્‍સ ક્‍લબ ઓફ સિલ્‍વાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણે જણાવ્‍યું હતું કે આપણા જીવનની સમગ્ર પ્રક્રિયા મન દ્વારા સંચાલિત થાય છે અને માનસિક રીતે સ્‍વસ્‍થ વ્‍યક્‍તિ જ સફળતાના ઉચ્‍ચ સ્‍તરે ચઢી શકે છે. આ માટે એવું વાતાવરણ જરૂરી છે જે અહીં કોલેજમાં આપવામાં આવે છે. આઈક્‍યુનું સ્‍તર સતત વધતું અને ઘટતું રહે છે. માનસિક શક્‍તિ તમને તમારા લક્ષ્યની નજીક લઈ જાય છે.

Related posts

ચોમેર પ્રતિભાનો પરચો બતાવનાર વાપીની વિશિષ્‍ઠ વ્‍યક્‍તિઓને આલેખતું મેગેઝીન ધ સિટી કાર્નિવલનો વિમોચન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડમાં હાઈવે ઉપર કારના રૂફ પર બેસી યુવાનનો જોખમી સ્‍ટંટ કરતો વિડીયો વાયરલ થયો

vartmanpravah

સેન્‍ટ જોસેફ અંગ્રેજી માધ્‍યમ સ્‍કૂલ કરવડમાં નવરાત્રિના તહેવારની આનંદ અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ઉમરકુઇના બેહરૂન પાડામાં ‘લાઈફ સ્‍ટાઇલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ’ પહેલ અંતર્ગત જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

વાપી જીઆઈડીસીની હેરંબા ઈન્ડસ્ટ્રીઝના બંને યુનિટને જીપીસીબીએ ફટકારેલી ક્લોઝર

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે સેલવાસમાં આજે યાત્રી નિવાસ ફલાયઓવર અંડરસ્‍પેસની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment