Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા દિવાળી તહેવારની ઘણા હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને માધ્‍યમિક ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવ દ્વારા આપણા મહાપર્વ દિવાળી નિમિત્તે વિદ્યાર્થીઓ આપણી પરંપરા સંસ્‍કળતિ અને આપણા હિન્‍દુ વારસાને સમજે અને આગળ વધારે તે માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આપણા ભારત દેશમાં વર્ષ દરમિયાન અનેક સામાજિક ધાર્મિક અને રાષ્‍ટ્રીય તહેવારો ઉજવાય છે તેમાં ‘‘દિવાળી”ને તહેવારોનો રાજા કહેવાય છે. તો દિવાળીના તહેવારની ઉજવણી અંતર્ગત શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શનમાં તમામ શિક્ષકોના સહયોગથી વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં પણ આવ્‍યુંહતું. જેમાં ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે દીવડા બનાવવા, ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે ગ્રીટીંગ કાર્ડ, ધોરણ-7 અને 8, 9, 10, 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે દીવડા, કંડિલ અને રંગોળી સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દરેક સ્‍પર્ધાઓમાં ધોરણ 1 થી 12 ના સર્વે વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા સરસ મજાના દીવડાઓ, ગ્રીટીંગ કાર્ડ, કંડિલ અને મનમોહક એવી રંગોળી બનાવી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો. સ્‍પર્ધાઓમાં વિજય થયેલા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. જેમાં ધો.1 માં સ્‍વરા એસ પ્રજાપતિ, ધો.2 માં આશા એસ. ભાનુશાલી, ધો.3 માં તીર્થ ડી. કયાડા, ધો.4 માં ઝીલ એ. પટેલ, ધો.5 માં દિવ્‍યતા ડી. પટેલ, ધો.6 માં ક્રિષ્‍ના, ધો.7 માં કંડીલમાં જૈનીલ એસ. પટેલ અને રંગોળીમાં પૂર્વા, પ્રાચી, હિર, ફેન્‍સી, તન્‍વી ધો.8 માં કંડીલમાં ઉર્વશી વી. ભાનુશાલી અને રંગોળીમાં ખુશી, જૈની, તન્‍વી ધો.9 માં દીવડા સ્‍પર્ધામાં આર્યન કે. બેરીયા ધો.10 માં ક્રિષા એમ. માહ્યાવંશી, ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રિયાંશી એસ. લાડ, ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં સમર્પિતા યુ. પટેલ તથા રંગોળી સ્‍પર્ધામાં રીધી એમ ટાંક આ તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જભાવથી સાથીયા (રંગોળી), દીવડા શણગાર લેમ્‍પ કંડિલ વગેરે દ્વારા સર્જનાત્‍મક શક્‍તિની પીછાણ કરાવી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરતા સ્‍પર્ધામાં વિજેતા થયેલ સર્વ વિદ્યાર્થીઓને મે. ટ્રસ્‍ટી પૂજ્‍ય કપિલ સ્‍વામી, ડાયરેક્‍ટર ડો.શૈલેશ લુહાર, ડાયરેક્‍ટર શ્રી હિતેન ઉપાધ્‍યાય તથા શાળા પરિવાર, આચાર્યશ્રી તેમજ સર્વે શિક્ષકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

Related posts

સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ-વલસાડની પ્રથમ યુનિટી કપ ક્રિકેટ ટૂર્ના.માં કેદાર ઈલેવન વિજેતા

vartmanpravah

દમણના ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના મોક્ષરથને 6 વર્ષ પૂરા થયા

vartmanpravah

સાંસદ કલાબેન ડેલકરના અધ્‍યક્ષસ્‍થાને દાનહ જિલ્લા વિકાસ સમન્‍વય અને દેખરેખ (દિશા) સમિતિની મળેલી બેઠકઃ વિકાસના વિવિધ મુદ્દાની કરાયેલી સમીક્ષા

vartmanpravah

વલસાડ જિલ્લાના રોણવેલ અને મોટાવાઘછીપા ખાતે ખેડૂત શિબિરમાં 172 ખેડૂતોએ ભાગ લીધો

vartmanpravah

ચારધામની યાત્રા પર ગયેલા વાપી અંબામાતા મંદિરનાપૂર્વ પૂજારીનું હૃદય રોગથી ગંગોત્રી નજીક મોત

vartmanpravah

દમણનાં શિક્ષક કવિ વિરેન્‍દ્ર પટેલને મળ્‍યો વાવ વિંગ્‍સ ફોર ડ્રીમ એવોર્ડ

vartmanpravah

Leave a Comment